સુરતના હીરાના કારખાના ના મેનેજરે આપઘાત કરી લીધો ! પરીવારે પોલીસ પર એવા ગંભીર આક્ષેપો કર્યા કે

ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાઈ જાતી હોય છે કે સમજમાં ન આવે કે કોણ સાચું અને કોણ ખોટું અને એવી પરિસ્થતિમાં ઘણા લોકો પોતાની વર્ષોથી કમાયેલ ઈજ્જત પણ ખોઈ બેસે છે. એક એવો જ શરમજનક કિસ્સો સુરતમાંથી બહાર આવ્યો છે જ્યાં આવી એક પરિસ્થતિ સર્જાઈ કે અંતે એ પોતાની ઈમાનદારી સાબિત કરવામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ત્યાગી દીધો.

સુરતના શહેરના નંદુડોશીની વાડી ખાતે હીરાનું કારખાનુ ચલાવતા વિપુલભાઈએ તેના જ કારખાનામાં મેનેજર તરીકે ફરજ નિભાવતા મુકેશભાઇ પર 50 લાખના હીરાની ચોરીનો આરોપ લગાવ્યો હતો. અને આ બાબત એ અંત સુધી પંહોચી જ્યાં મુકશેભાઈએ કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું.

સુરતમાંથી બહાર આવતા આ કિસ્સા પર વધુ પ્રકાશ પાડીએ તો વિપુલભાઇ મોરડિયાએ હીરાની ખોટી રીતે ચોરીનો આક્ષેપ મુકેશભાઈ પર લગાવવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. જ્યાં વિપુલભાઇનો આરોપ છે કે તેમના મેનેજર મુકેશભાઈ એ પોતાના અંગત કામ માટે હીરાની ચોરી કરીને તેના વહેંચી નાખ્યા છે. આ કિસ્સો 23 મેના રોજ ઘટિત થયો હોવાનું બહાર આવી રહ્યું છે. આ બધા આરોપોને ખોટા સાબિત કરતા મુકેશભાઈએ અંતે પોતાનો જીવ ટૂંકાવી દીધો.

વિપુલભાઇ મોરડિયાએ હીરાની ખોટી રીતે ચોરીનો આક્ષેપ લગાવી અને મુકેશભાઈ સમક્ષ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુકેશભાઈને પોલીસસ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મુકેશભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો અને સાથે જ વિપુલભાઇને હીરાના બદલે 3,50,000 રૂપિયા આપવાની ધમકી પણ આપી હતી. મધરાત્રે મુકેશભાઈને પોલીસના જવાનો ઘરે પાછા છોડી ગયા હતા પણ મુકેશભાઈ તેમના પર લાગેલ આરોપ અને ગુજારેલ ત્રાસને સહન ન કરી શક્યા અને અંતે એમને આપઘાત કરીને પોતાનો જીવ ટૂંકાવી દીધો.

આ કિસ્સા વિશે વધુ વાત કરતા મુકેશભાઈના પરિવારે જણાવ્યું કે જયારે મુકેશભાઈને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા ત્યારે એમના પરિવારના એક સદસ્ય એમની સાથે ગયા હતા અને ત્યાં થયેલ દરેક વાતચીતનું રેકોર્ડીંગ એક ફોનમાં થઈ ગયું હતું જેમાં વિપુલભાઇને હીરાના બદલે બીજા દિવસે સાંજ સુધીમાં 3,50,000 રૂપિયા આપવાની ધમકી અમને આપવામાં આવી હતી અને સાથે જ મુકેશભાઈને પોલીસકર્મીઓ દ્વારા ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. મુકેશભાઈના પરિવારે વિપુલભાઈ મોરડીયા અને પોલીસ કર્મચારી પરબતભાઈ આહીર પર ચોરીના ખોટા આરોપ નાખીને પૈસાની માંગણી કરી અને શારીરક અને માનસિક ત્રાસ આપ્યા હોવાને કારણે મુકેશભાઈએ અનાજમાં નાખાવાની ગોળીઓ પી અને આપઘાત કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *