સુરતના ડાયમન્ડ કિંગ ગોવિંદ ધોળકિયાએ પોતાના કર્મચારીઓને આપી આ મોટી ભેટ! 1000 કર્મચારીઓને……

હાલમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકો તહેવારને લઈને બહુ જ ઉત્સાહમાં જોવા મળતા હોય છે .સાથે જ નોકરિયાત વર્ગને ગિફ્ટ અને બોનસ આપીને માલિકો પ્રસન્ન કરતા જોવા મળે છે.અને આમ માલિકની દરિયાદિલી જોઈ કર્મચારીઓ પણ તેમના આદર સન્માન કરતા હોય છે.હાલમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અનેક કર્મચારીઓને તેમના માલિકો અલગ અલગ પ્રકાર ની ગિફ્ટ આપતા હોય છે.અને તેમને દિવાળીની શુભકામના પાઠવતા હોય છે. હાલમાં આવી જ એક ગીફ્ટનો અનોખો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં દિવાળી બોનસ સ્વરૂપે આ ઉદ્યોગપતિએ કર્મચારીઓને આપી સોલર એનર્જીની ભેટ. 25 વર્ષ સુધી નહીં થાય કોઈપણ જાતનો ખર્ચ.

તમને જણાવુંએ તો આ ઉદ્યોગપતિ બીજું કોઈ નહિ પરંતુ સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ દ્વારા આજે દિવાળી સ્નેહમિલનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંપનીના 1 હજાર કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપ્યા હતા. કંપનીના કુલ 6 હજાર કર્મચારીઓમાંથી 1 હજાર કર્મચારીઓને તેમના પર્ફોમન્સ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રૂફટોપ સોલાર ભેટમાં આપવામાં આવ્યા છે. જેથી આગામી સમયમાં આ કર્મચારીઓના ઘરનું લાઈટ બિલ શૂન્ય આવશે અને 25 વર્ષ સુધી કોઈપણ જાતનો ખર્ચ નહીં થાય તેમ જણાવવામાં આવ્યું હતું.

તેમની સાથેની વાતચિતમાં ગોવિંદકાકાએ જણાવ્યું હતું કે, “SRK કંપનીએ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક, સાથ- સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી. કર્મચારીઓ આ સોલાર રૂફટોપ દ્વારા પર્યાવરણને પણ ખૂબ મદદરૂપ થશે. આગામી સમયમાં આ રૂફટોપ સોલાર દ્વારા કર્મચારીઓને વર્ષો સુધી વીજ બિલમાંથી મુક્તિ મળશે અને એક રીતે પર્યાવરણને પણ તેઓ લાભ કરતા સાબિત થશે.

તેમજ આ સાથે SRK એક્સપોર્ટ્સના પાર્ટનર જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે. સાથે સાથે SRK કંપનીએ ભારતના વર્ષ 2030 સુધીમાં આ સિદ્ધિ હાંસલ કરવાના લક્ષ્ય કરતાં છ વર્ષ વહેલા એટલે કે 2024 સુધીમાં તેની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ બિલ્ડીંગ માટે ઝીરો એમિશન સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છે. આમ કંપનીના કર્મચારી જીતેન્દ્ર બોદરએ જણાવ્યું હતું કે, જો થોડા ઘણા રૂપિયા મળ્યા હોત કે, અન્ય વસ્તુ મળી હોત તો તે લાંબો સમય ના ટકી શકાત. પરંતુ, અમને જે આ દિવાળી બોનસ મળ્યું છે.

આમ તે લગભગ બે દાયકા સુધી ઉપયોગી સાબિત થશે અને અમારા ઘરના ખર્ચમાં એટલે કે, લાઈટ બિલનો ખર્ચ ઝીરો આવશે. જેથી આ બોનસને અમે તમામ બોનસ કરતા ઉત્તમ માનીએ છીએ. વળી પર્યાવરણને પણ અમારું આ બોનસ મદદરૂપ થશે. આમ આ સાથેજ કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે 1000 કર્મચારીઓને 1,00,000 થી વધુની નિયત રકમ ચૂકવવામાં આવશે. ત્યારબાદ કર્મચારીઓ પોતાના ઘર પર વધારાની પેનલ પણ લગાવી શકશે. જેથી તેઓને સબસિડીનો લાભ પણ વ્યક્તિગત લગાવવાના હોવાથી મળી શકશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *