ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ ઋષિકેશમાં બેસાડી ભાગવત કથા ! પોતાના 1500 કર્મચારીઓને સહપરિવાર….જાણો

મિત્રો તમને ખબરજ હશે કે વર્ષે એક વાર જે તે કંપની કે જે જગ્યા પર આપણે કામ કરતા હોઈએ છીએ ત્યાંથી કંઈક ને કંઈક નવી ભેટ તેમજ આપણે વિચાર્યું પણ નોં હોઈ તેવી ભેટ જોવા મળતી હોઈ છે. તેવીજ રીતે 16 હજાર કરોડની ડાયમંડ કંપનીના માલિક ગોવિંદ ધોળકિયાએ ઋષિકેશમાં 8 દિવસ ભાગવત કથા કરી. જેમાં એસઆરકે ગંગે એક્સપ્રેસ ચાર્ટડ ટ્રેન દ્વારા 1200 કર્મચારીઓ અને તેમના પરિવારને ઋષિકેશ લઈ જવાયા હતાં.

તેમજ જણાવીએ તો ગોવિંદ ધોળકિયાને ભાગવત ગીતાના 700 શ્લોક મોઢે છે. ગોવિંદ ધોળકિયા ભાગવત કથાનું વાંચની સાથે સાથે તેમની સાથે જીવનમાં બનેલી વિવિધ મોટીવેશનલ ઘટનાઓ સંભળાવી હતી. આ યાત્રામાં રંગોળી સ્પર્ધા, આતશબાજી, યોગ, પતંજલી આશ્રમની મુલાકાત, બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટ, દાંડિયા-રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ આ સાથે ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું કે, ‘શ્રેષ્ઠ પુરૂષ જેનું આચરણ કરે અને બીજા એનું અનુકરણ કરે તે જ ભાવથી અમે આ યાત્રાનું આયોજન કર્યું છે. હું ભાગવત કથાનું વાંચન કરું અનેે તેનું અનુકરણ અમારા એસઆરકે પરિવારના સભ્યો કરે અને ત્યાર બાદ તેમનો પરિવાર પણ આ ભાગવત કથાનું આચરણ કરે તે માટે ભાગવત કથાનું વાંચન કરી રહ્યો છું.’ આમ આ કથામાં ગોવિંદ ધોળકિયા ભાગવત કથાનું તો વાંચન કરતા હતાં, પરંતુ શ્રાવકોમાંથી પણ કોઈને ભાગવત કથાનું વાંચન કરવું હોય તો પણ તેમને તક અપાઇ હતી.

સાથે સાથે ભાગવત કથાના વાંચન પછી પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં ગોવિંદ ધોળકિયા દ્વારા શ્રાવકોના પ્રશ્નોના જવાબ આપવામાં આવતા હતાં. આમ આ સાથે આ ભાગવત કથા નાં બે અંશ જોવા મળે છે જેમાં થી 1 જે લોકો પોતાનું અપમાન સહન નથી કરી શકતા, અથવા અપમાન થાય તો આપણને પસંદ આવતું નથી તો આપણે પણ બીજાનું અપમાન કરવું જોઈએ નહીં અને 2 ક્રોધ એ આપણા સ્વભાવનો અને જીવનનો મોટામાં મોટો દુશ્મન છે, જો આપણે ક્રોધને કંટ્રોલ કરી શકીએ તો જ જીવન સારી રીતે જીવી શકીએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *