ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાના પુત્રને એક સમયે 36 કલાક ભૂખ્યું રેહવું પડ્યું હતું અને નાના એવા ઓરડામાં, સવજીભાઈએ કર્યું હતું….

સુરત ના ડાયમંડ કિંગ એટલે કે સવજીભાઈ ધોળકિયા તેમને આજે કોણ નથી ઓળખતું ? સવજીભાઈ ડાયમંડ ના કામ સાથે સાથે સમાજસેવા નું પણ ખુબજ કામ કરે છે. સવજીભાઈ ને ટુંક જ સમયમાં પદ્મ શ્રી એવોર્ડ તરીકે પણ બિરદાવવામાં આવશે તેથી તે ખુબજ ચર્ચા માં છે. અબજોપતિ પિતાના પુત્ર એ ખુબજ સંઘર્ષ સાથે ૩૬ કલાક ભૂખ્યા રહવું પડ્યું, એક નાની એવી ઓરડી માં માત્ર બિસ્કિટ ખાય ને રહવું પડ્યું. ચાલો જાણીએ આટલા મોટા અબજોપતિ હોવા છતાં તેમણે પોતાના પુત્ર સાથે કેમ આવું કર્યું.

ખુબજ દિલદાર સવજીભાઈ ધોળકિયા ને એક પુત્ર છે. જેમનું નામ છે દ્રવ્ય ધોળકિયા, દ્રવ્ય ધોળકિયા વિદેશ ની ધરતી પર ન્યુયોર્ક ની પેસ યુનિવર્સિટીમાંથીન એમ. બી.એ. નો અભ્યાસ કર્યો છે.દ્રવ્ય ખુબજ શોખીન માણસ હતો. તેમને બ્રાન્ડેડ કપડાં અને સારી સારી જગ્યા એ હરવા ફરવા નો શોખ હતો, અને એને આવા શોખ હોયજ કેમકે તે આટલા મોટા અબજોપતિ પિતાનો એકમાત્ર પુત્ર છે.

એક વાર ન્યુયોર્ક માં એક હોટેલ માં જમવા જવાનું થયું. સવજીભાઈ એ પોતાના ના પુત્ર ને ઓર્ડર કરવા કહ્યું ત્યારે દ્રવ્ય એ જરૂર કરતાં ખુબજ વધારે ઓર્ડર કર્યો અને બિલ ખુબજ વધારે આવ્યું. ત્યારે સવજીભાઈ સમજી ગયા કે તેમના દીકરા ને પૈસા શું છે એ ખબર નથી એટલે તેને પૈસા ની કીમત સમજાવવી જરૂરી છે. ત્યાં હોટેલ માં સવજીભાઈ કાય પણ ના બોલ્યા.એમ. બી.એ. નો અભ્યાસ કર્યા બાદ દ્રવ્ય ન્યુયોર્ક થી સુરત પરત ફર્યો હતો, ત્યારે સવજીભાઈ એટલેકે તેમના પિતાએ તેને પોતાનો ફેમિલી બિઝનેસ માં સામેલ ના કર્યો અને એક ફ્રેશર તરીકે નોકરી કરવા કહ્યું.

તેમના પુત્રને ચાંદીના ચમચાવાળા વિશેષાધિકારના જીવનમાંથી છોડાવવાના પ્રયાસમાં, ગુજરાતી હીરાના વેપારી અને સુરત સ્થિત રૂ. 6,000 કરોડની કંપનીના માલિક, 71 દેશોમાં હાજરી ધરાવે છે, તેમના એકમાત્ર પુત્રને કોચીમાં છુપી રીતે જવા માટે સમજાવ્યા અને ત્યાં એક મહિના માટે નોકરી કરવા કહ્યું. દ્રવ્ય ધોળકિયા એ માત્ર ૩ જોડી કપડાં અને ૭૦૦૦ હજાર રૂપિયા સાથે કોચિ માં એક મહિનો વિતાવ્યો હતો. આ એક મહિનો તેમના માટે ખુબજ કઠિન હતો. અને તેમના પિતા એ તેમને દર અઠવાડિયે એક નવી નોકરી કરવા કહ્યું હતું. અને પાછા જ્યારે એક મહિના પછી ઘરે આવે ત્યારે તેમની પાસે ૭૦૦૦ હજાર રૂપિયા તો હોવા જ જોઈએ એવી શરત મૂકી હતી.

ત્યારપછી દ્રવ્ય ધોળકિયા એ નાની નાની ઘણી બધી નિકરીઓ કરી હતી અને તેમણે એક હોટેલ માં પણ કામ કર્યું હતું.આ સમય પછી દ્રવ્ય ધોળકિયા ને પૈસા ની સાચી કિમત સમજાય ગઈ અને સાચી જિંદગી નો ખ્યાલ આવી ગયો. હાલમાં તે આટલા મોટા અબજોપતિ પિતાનો પુત્ર હોવા છતાં તે જમીન પર રહીને પોતાને ગમતું કામ કરી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *