શું ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી?? જાણો આ પાછળ શું છે કારણ અને પુરી હકીકત…
મિત્રો જો વાત કરવામાં આવે તો આજના સમયમાં ગુજરાતના મોટાભાગના લોકો કિંજલ દવેને ઓળખતા હશે. કે જેઓએ ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉ તે ગીત ગાય લાખો લોકોનું દિલ જીતી લીધું હતું અને ગુજરાતમાં પોતાની એક અલગ ઓળખ મેળવી હતી. આમ જે બાદ કિંજલ દવેએ તેમના જીવનમાં પાછું ફરીને નથી જોયું. તેમનું જીવન ખુબજ સંઘર્ષ ભર્યું રહેલું છે. તેમજ તમે બધા જાણતાજ હશો કે પાંચ વર્ષ પહેલા કિંજલ દવેની પવન જોષી સાથે સગાઇ થઇ હતી. જોકે હાલમાંજ કિંજલ દવેને લઇને એક ખુબજ મોટા સમાચાર સામે આવી રહયા છે. આવો તમને તે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો, હાલમાં કિંજલ દવેને લઈને જે મોટા સમાચાર સામે આવી રહયા છે તે કિંજલ દવેની પવન જોષી સાથેના સગાઇ તૂટવાના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે આ વાત કેટલી ખરી છે તેની અમે ખાતરી કરતા નથી. આ સમાચાર અમને બીજી સાઈટ અને સોર્સ દ્વારા પ્રાપ્ત થયા છે જેની મળતી માહિતી પ્રમાણે પવન જોષીની બહેનના લગ્ન કિંજલ દવેના ભાઈ આકાશ સાથે નક્કી કરેલા હતા પરંતુ પવનની બહેને બીજા સાથે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવી રહયા છે.
જો તમને આ સતાહૈ જણાવીએ તો કિંજલ દવેનો ફિયાન્સ પાટણ જિલ્લાના સરીયદ ગામનો વતની હતા.આકાશ જાગૃતિની સગાઈ પણ આ જ ગામમાં કરવામાં આવી હતી. આમ 19 એપ્રિલ, 2018ના રોજ કિંજલ દવે અને પવને સગાઈ કરી હતી જેના આજે 5 વર્ષ થઇ ગયા છે. તેવામાં કિંજલ દવેની સગાઇ તૂટવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમજ જો વાત કરવામાં આવે તો સગાઇ બાદ કિંજલ પણ તેના ભાવિ પતિ પવન જોશી સાથે ઘણી બધી જગ્યાએ જોવા પણ મળતી હતી. બંને ઘણા પ્રવાસોમાં પણ એક સાથે જ જોવા મળતા હતા.
તેમજ આ સમાચારને લઇને હજુ સુધી કિંજલ દવે અને તેના પરિવાર કે પવન જોષી કે તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. પરંતુ પવન જોષીએ પોતાનું એકાઉન્ટ પ્રાઇવેટ કરી નાખ્યું છે. તેમજ આ સાથે કિંજલ દવેએ પણ પોતાના એકાઉન્ટમાંથી પવન જોષી સાથેની ઘણી બધી તસવીરો પણ ડિલેટ કરી નાખી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો