શું તમે જાણો છો કે ,હથેળી પરની એક એવી સૂર્ય રેખા આવેલી છે જે ભાગ્યને બદલી નાખે છે ચાલો જાણ્યે તેના વિષે ..

હસ્તરેખા શાસ્ત્ર ના  અનુશાર ,સૂર્ય રેખા હથેળી માં સૂર્ય પર્વત સુધી જાય છે .સૂર્ય રેખા ૧૦૦ માંથી માત્ર ૪૦ %  લોકોની હથેળી માં જ જોવા મળે છે.જો કોઈ વ્યકતી ની હથેળીમાં આવી રેખા કાંડા થી શરુ થઈને નાની આંગળી એટલે કે અનામિકા આંગળી સુધી પહોચતી હોય તો તે વ્યક્તિ ખુબ ઓછી ઉમરમાં ખુબ કામયાબી હાસિલ કરવાનો છે એવું માનવામાં આવે છે.

સૂર્ય રેખાને અપોલો રેખા પણ કહેવામાં આવે છે.તેણે ભાગ્ય્રેખાની બહેન માનવામાં આવે છે.જે લોકોને ભાગ્યરેખા નથી હોતી ,તેમના માટે આ રેખા ઉપયોગી સાબિત થાય છે.હસ્તરેખા શાસ્ત્ર માં આમ તો દરેક નાની થી નાની અને બારીક રેખાનું પણ પ[ઓટાનું મહત્વ હોય છે પરંતુ ઘણી રેખા એવી પણ હોય છે જેનું સારી કોટી નું હોવું અનિવાર્ય હોય છે.

એમાંથી જ એક રેખા સૂર્ય રેખા છે.હથેળીમાં અનામિકા આંગળી ના મૂળમાં સૂર્ય પર્વત હોય છે.હથેળીના કોઈ પણ ભાગ થી સૂર્ય પર્વત સુધી પહોચવાની રેખા ને સૂર્ય રેખા કહેવામાં આવે છે.સૂર્ય રેખાનું ઉદ્ભવ સ્થાન અલગ અલગ હોય સકે છે.પરંતુ સમાપ્તિની લાઈન તો સૂર્ય પર્વત જ હોય છે .એટલે જ આ સુર્ય રેખા કહેવામાં આવે છેજ્યાંથી આ રેખાની શરૂઆત થાય છે તે સ્થાનનો પ્રભાવ જાતકના જીવનમાં પડતો હોય છે.

સુર્ય રેખા ના ઉદભવ સ્થાન

 • આ રેખા શુક્ર પર્વતથી આરંભ થઈને સૂર્ય પર્વત સુધી પહોચતી હોય છે .
 • જીવન રેખાના સમાપ્તિ સ્થાનથી આરંભ થઈને સૂર્ય પર્વત સુધી પહોચે છે.
 • મંગળ પર્વત થી શરુ ઠગીને ર્હદય રેખા ને કાપીને ત્યાં પહોચતી હોય છે.
 • મસ્તિષ્ક રેખા થી પ્રારંભ થાય છે.
 • ર્હદય રેખાથી પણ સૂર્ય રેખા નો ઉદ્ભવ થાય છે.
 • ચંદ્ર પર્વત થી પ્રારંભ થઈને સૂર્ય પર્વત સુધી જાય છે.
 • આવી જ રીતે સૂર્ય રેખા ના અનેક ઉદગમ સ્થાન છે.

સૂર્ય રેખા ની ભાગ્ય પર અસર

 • લાંબી અને સ્પષ્ટ સીધી રેખા યશ, માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.
 • બંને હાથોમાં આ રેખા સ્પષ્ટ હોય તો વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે છે.
 • જો આ રેખા કપાયેલી કે ફાટ્યા વિનાની ,પૂર્ણ લંબાઈ ની હોય તો જાતક ને કોઈ બાબતની કમી રહેલી નથી
 • નાની સૂર્ય રેખા જે જગ્યા એ કાપી જાય છે ઉમરના તે ભાગમાં તે પોતાનો વ્યાપાર બદલી સકે છે.
 • જો સુર્યરેખા પાતળી કે ફીકી હોય તો આ વય્ક્તિ પોતાની કલાનો પૂરો ઉપયોગ કરી સકતો નથી .
 • જો હથેળી ગહેરી અને સૂર્ય રેખા સ્પષ્ટ હોય તે તે વ્યક્તિ ની પ્રતિભા નો સાચો ઉપયોગ થઇ રહ્યો નથી.
 • સૂર્ય રેખા ના માર્ગમાં દ્રીપ નું નિશાન જોવા મળે તો તે અપયશ મેળવે છે .
 • જો બૃહસ્પતિ પર્વત મજબુત હોય અને સૂર્ય રેખા ગહેરી હોય તો વ્યક્તિ ના સબંધો મોટા લોકો સાથે જોવા મળે છે.
 • સૂર્ય રેખા પર તારા નું નિશાન હોય તો વ્યક્તિ પોતાની કળા ના માધ્યમથી વિશ્વ માં પ્રખ્યાત થઇ સકે છે.
 • હથેળીમાં સૂર્ય રેખા જે સ્થાન પર સૌથી ગહેરી જોવા મળે છેતે સમયમાં તે વ્યક્તિને વિશેષ ધન લાભ થઇ સકે છે.
 • સૂર્ય રેખાના અંત માં બિંદુ હોય તો,વ્યક્તિ ને બહુ જ વધારે કષ્ટ નો સમની કરવાનો હોય છે અને અંતમાં સફળતા મળતી હોય છે.
 • સૂર્ય રેખાના અંતમાં નક્ષત્ર નું ચિન્હ હોય તો વ્યક્તિ ને રાષ્ટ્રવ્યાપી સફળતા મળે છે.
 • સુર્યરેખા ની સમાપ્તિ પર જો નાની નાની રેખાઓ જોવા મળે તો વ્યક્તિ ને અસફળતા મળવાની હોય છે.
અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *