શું તમે જાણો છો કે જમીન પર ખુલ્લા પગે ચાલવાથી મોટા મોટા રોગ મટી જાય છે અને સાથે…..

ઝડપથી આગળ વધતી આ જિંદગીમાં મનુષ્યો ટેકનિક અને કુત્રિમ વસ્તુમાં એટલો બધો ખોવાઈ ગયો છે કે તે કુદરતી સૌંદર્ય ને ભૂલતો જાય છે. મનુષ્ય આવી કુત્રિમ વસ્તુ પાછળ એવો ઘેલો થયો છે કે તે કુદરતના કરિશ્મા ને ભૂલી ગયો છે. કુદરત તરફથી મળતી તમામ વસ્તુની કિંમત તે હાલમાં ભૂલતો જણાય છે.જ્યારે સાચું સુખ અને શાંતિ તો કુદરતના સાનિધ્યમાં જ જોવા મળે છે. આ કુદરતી પ્રકૃતિ અનેક રોગ ના ઉપચાર કરવા સક્ષમ હોય છે.અને આ વાત ને અનેકો શોધ ના આધારે કહેવામાં આવી છે.


નેચરોપેથી ઉપચારમાં પ્રકૃતિના અનેક ગુણો દ્વારા આ શક્ય છે.એવું કહેવાય છે કે પ્રકૃતિમાં દરેક વસ્તુને પોતાની ઊર્જા હોય છે. Journal of environmen and public health ના એક રીપોર્ટ અનુસાર મનુષ્યોમાં સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા એટલા માટે હોય છે કેમકે તે પર્યાવરણ અને પ્રકૃતિ ના સંપર્કમાં હોતા નથી.પરંતુ જો રિસર્ચની માનવામાં આવે તો ધરતીની અંદર રહેલા ઇલેક્ટ્રોન ના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યામાં અનેક ફાયદાકારક ગણાવી શકાય છે.


ઘરના મોટા વડીલો પણ કહેતા હોય છે કે ઘાસ પર ખુલ્લા પગે ચાલતા રહો. તેનાથી આંખની રોશની વધે છે . પરંતુ શું તમે જાણો છો કે ખુલ્લા પગે ધરતી પર ચાલવાથી માત્ર આંખોની રોશની જ નહિ પરંતુ શરીરના અનેક ભાગોમાં તેનો લાભ જોવા મળે છે.પ્રાચીન સમયમાં સાધુ સંતો પણ જમીન પર ખુલ્લા પગે ઊભા રહીને તપ કરતા હતા.એવું કહેવાય છે કે ધરતી માતા પોતે તમને સાજા કરવાની શક્તિ ધરાવે છે.ચાલો તો જાણ્યે કે ખુલ્લા પગે જમીનના સંપર્કમાં રહેવાના ફાયદા વિશે.


સારા માનસિક આરામ માટે: મનને શાંત કરવા માટે અને માનસિક આરામની અનુભૂતિ મેળવવા માટે ખુલ્લા પગે જમીન પર ચાલવું ફાયદાકારક સાબિત થાય છે.ઘણા અભ્યાસોમાં એ જાણવા મળ્યું કે જો તમે થોડા સમય માટે ખુલ્લા પગે ઘાસ પર ચાલો તો તેનાથી તમને સાયકોલોજીકલ લાભ થાય છે.જેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. તનાવ ઓછો થાય છે અને મગજ ને લગતી અનેક બીમારી ડર કરવામાં મદદ કરે છે.

સ્વસ્થ હદય માટે: આપણા શરીર માટે તંદુરસ્ત અને સ્વસ્થ દિલ હોવું ખૂબ જરુરી ગણાય છે. જો એક અભ્યાસનું માનવામાં આવે તો જમીન થાવ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તમારી હાર્ટ બીટ નોર્મલ થઈ જાય છે.તેનાથી તમારા શરીરમાં એક એવા હોર્મોન્સ છૂટા કરશે કે જે તમારા શરીરના તાપમાનને જાળવવામાં મદદરૂપ સાબિત થાય છે.

આંખોની રોશની વધારવા માટે: આંખોની રોશની વધારવા માટે ખુલ્લા પગે જમીન પર ચાલવું એ ખૂબ જ લાભકારી ગણાય છે.તે સૌથી સારો અને પ્રાકૃતિક ઉપાય છે. રિફલેક્સોલોજી વિજ્ઞાન ના અનુસાર જ્યારે આપણે ઘાસ પર ચાલીએ છીએ ત્યારે પગની બીજી અને ત્રીજી આંગળી પર સૌથી વધુ દબાણ આવતું હોય છે. આ એવી આંગળીઓ છે કે જેમાં સૌથી વધુ ચેતા અંગ હોય છે.આ જ્ઞાનતંતુઓ આંખોને સ્વસ્થ રાખવા માટે જવાબદાર છે.આથી જમીન પર ચાલવું આંખો માટે લાભકારી ગણાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે: ઘાસ અથવા ખુલ્લા પગે ચાલવું એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.જો તમે સવારે વહેલા ખુલ્લા પગે ચાલશો તો તમને સૂર્યમાંથી વિટામિન ડી પણ મળશે.આ વિટામિન ડીથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સાથે ઘણી મોટી બીમારીઓથી પણ બચાવે છે.તો આજેથી જ ઘાસ અથવા જમીન પર ખુલ્લા પગે ચાલવાનું શરૂ કરો. ટૂંક સમયમાં તમે તેના ફાયદા જોશો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.