બબીતાજીનું નવું ઘર તમે જોયું કે નહીં? આલીશાન એવુ કે કોઈ મહેલથી કમ નથી…જુઓ આ ખાસ તસવીરો

આપણને સૌ કોઈને કલાકારોની લાઈફ સ્ટાઈલ અને તેમનાં અંગત જીવન વિશે ખૂબ જ જાણવું ગમતું હોય છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં બબીતાજીના આલીશાન ઘરની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ તેમને સૌ કોઈને પોતાનું અતિ આલીશાન અને ભવ્ય ફેલટ નો વીડિયો શેર કર્યો છે અને દર્શકોને પોતાનું ઘર બતાવ્યું છે અને ખાસ આ ઘરની અંદર બે એવા લોકો રહે છે જેના વિશે કોઈ નથી જાણતું. ચાલો અમે આપને આ ઘર વિશે અને ખાસ ને સભ્યો વિશે જણાવીએ.

આપણે જાણીએ છે કે, બબીતાએ દિવાળી પોતાના નવા ઘરમાં સેલિબ્રેટ કરી હતી. દિવાળી પર બબીતાએ પોતાના નવા ઘરની કેટલીક તસવીરો શૅર કરી હતી. હવે તેણે સો.મીડિયામાં ચાહકોને હોમ-ટૂર કરાવી છે. આ જોઈને લાગે છે કેફર્નિચર સહિત આ ઘરની કિંમત અઢીથી ત્રણ કરોડની વચ્ચે છે. આ ઘર બબીતાનું બીજું ઘર છે.

બબીતાજી પોતાના દર્શકોને આ વિડિયોમાં ઘરની સફર કરાવી છે અને સાથો સાથ દર્શકોને કહ્યું છે કે આ ઘરમાં શું છે અને પોતાના સાથે સંકડાયેલ દરેક વાત શેર કરી છે જે દર્શકો જાણવા માંગતા હોય છે.મુનમુન દત્તાએ કહ્યું હતું કે તેણે આ ઘર જાતે જ ડિઝાઇન કર્યું છે. આટલું જ નહીં, તેણે ઘરનું ફર્નિચર તૈયાર લીધું નથી, પણ બનાવડાવ્યું છે. આ ઘર એટલું મનમોહક છે કે, તમે આ ઘર જોઈને આકર્ષાય જશો.

બબીતાજી હજુ સુધી લગ્ન નથી કર્યા પરતું તે તેમની મા સાથે રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર બે જ નહીં ઓણ ઘરમાં ચાર સભ્ય રહે છે, જેમાં તે, તેનાં મમ્મી અને બે બિલાડી (માઉ તથા કુકીઝ) રહે છે. મુનમુન દત્તાએ ડ્રોઇંગ રૂમમાં વધુમાં વધુ લોકો બેસી શકે એ રીતે સોફા બનાવ્યા છે. દીવાલ પરના પેઇન્ટિંગ તથા વોલ આર્ટ છેલ્લી ઘડીએ ખરીદ્યા હતા.

મુનમુન દત્તાના ઘરમાં વ્હાઇટ, ગ્રે તથા ગોલ્ડન રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાઇનિંગ ટેબલની ચેર ગોલ્ડન રંગની છે તો લાઇટ તથા શો પીઝ ગોલ્ડન અને રોઝ ગોલ્ડનના છે.નાં મમ્મી અહીં બહુ રહેતાં નથી અને તેઓ ગેસ્ટની જેમ જ આવે છે. તેથી જ તેણે મમ્મીના રૂમને ગેસ્ટ બેડરૂમ પણ કહ્યો છે.ખરેખર આ ઘર જોઈને દર્શકો પણ ખૂબ જ ખુશ થયા છે કારણ કે ભાગ્યે જ એવા કલાકારો હોય છે જેઓ પોતાનું ઘર બતાવતા હોય છે જાહેર.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *