સુરતના ખેડુતે દિકરીને કન્યાદાન મા એવી વસ્તુ આપી કે સૌ કોઈ જોતું જ રહી ગયું અને કંકોત્રી વિશે જાણી ને ચોકી જશો
મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા અલગ અલગ અને અનોખી રીતે ધૂમધામ થી કરતા હોઈ છે. તેવામાં હાલ એક અનોખા લગ્ન સામે આવી રહયા હે જેમાં એક પિતા તેની દીકરીના કન્યાદાનની સાથે સાથે ગીર ગાયનું પણ કન્યા દાન કર્યું છે. તસવીરો જોઈ તમને પણ નવાઈ લાગશે. આવો તમને આ અનોખા લગ્ન ક્યાં યોજાયા હતા તેમજ વગેરે બાબતો વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ અનોખા લગ્ન સુરતમાં યોજાયા હતા. જ્યાં પાલ વિસ્તારમાં દીકરીના લગ્નમાં આગામી પેઢીને અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. એક ખેડૂત પિતાએ દીકરીના લગ્નમાં ગીર ગાય દાનમાં આપી છે. સાથે જ નો પ્લાસ્ટિકની થીમ પર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર ગાય દાનમાં આપતા સૌ મહેમાનોએ ખેડૂતના આ વિચારને બિરદાવ્યો હતો. અને આ પરિવારના ખુબજ વખાણ કરી રહયા છે હાલ આ લગ્નની ચર્ચા ખુબજ થઇ રહી છે.
તમને જણાવીએ તો વિપુલભાઈની 23 વર્ષીય દીકરી રિદ્ધિના લગ્નનો પ્લાસ્ટિક થીમ પર યોજાયો હતો. પ્રસંગમાં જમવા માટે ઉપયોગમાં લેવાયેલી ડિશ પણ રિયુઝેબલ મટીરીયલમાંથી બનેલી હતી. એટલું જ નહીં લગ્ન માટે જે કંકોત્રી આપવામાં આવી હતી તે તુલસીના બીજ બનાવવામાં આવી હતી. તેમજ એટલું જ નહીં દીકરી દર મહિને પોતાની કમાણીમાંથી 10 ટકા હિસ્સો ગૌમાતાને સમર્પિત કરશે.
તેમજ આ સાથે આધુનિક ડોલીના જમાનામાં દીકરીની મંડપમાં એન્ટ્રી પણ બળદગાડામાં કરવામાં આવી હતી.આમ આ રીતે આ આ ખેડૂતે પોતાની દીકરીના લગ્નમાં એક એવો સંદેશ આપ્યો છે કે જે લોકો વર્ષો સુધી યાદ કરશે. લગ્ન પ્રસંગમાં નો-પ્લાસ્ટિક અને રસોઈ પ્લેટમાં પર્યાવરણને નુકસાન ન થાય અને ફરીથી ઉપયોગમાં નહિ લઈ શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરીને જે બનાવી બનવાઈ હતી. વધુમાં જણાવીએ તો આ લગ્નમાં કંકોત્રી પણ ખાસ હતી તેઓએ રસોઈમાં ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી મેન્યુ રાખ્યો હતો મેન્યુમાં ક્યાંક પણ કોમ્પ્રોમાઈઝ નથી કર્યું. ડીશથી લઈને પાણીના કપ સુધી જનરલી પ્લાસ્ટિકની વસ્તુઓ ચલણ બની ગઈ છે. તેની જગ્યાએ તેઓએ પેપર કપમાં લોકોને પાણી આપ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો