સુરતની દિવ્યાંગ મહિલા પ્રોફેસરે KBC માં જીત્યા 25 લાખ રૂપિયા! આ રીતે કરશે ખર્ચ… જાણો વિગતે

વાત કરીએ તો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિની કિસ્મત ક્યારે અને કેવું રીતે ચમકી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ મિત્રો તમે બધાજ જાણો છો KBC એટલે કે કોન બનેગા કરોડ પતિ જેમાં અમિતાભ બચ્ચન દ્વારા આ શૉ ચાલી રહ્યો છે. તમને બધાને ખબરજ છે કે આ શો માઁ ખુબજ અઘરા સવાલના જવાબ આપી પૈસા જીતવામાં આવતા હોઈ છે. પોતાના ખેલ દ્વારા તો કેટલાક પોતાની મજેદાર વાતોથી છવાઈ જતા જોવા મળે છે. તેવાંમાં હાલ એક દિવ્યાંગ મહિલા પ્રોફેસરે હોટ સીટ પર બેસી બિગ-બી ને મંત્રમુગ્ધ કર્યા, માતા-પિતાની ‘આંખે’ જ્ઞાનનો ભંડાર ભેગો કરી 25 લાખ જીતી.

તમને જણાવીએ તો ટીવી શો કોન બનેગા કરોડપતિમા ખૂબ જ ઓછું જોઈ શકતી અનેરી આર્યએ હોટ સીટ પર બેસીને અનેક સવાલોના જવાબ આપ્યા હતા. આ સવાલ જવાબોની સાથે સાથે પોતાના જ્ઞાનનો પણ પરિચય કરાવ્યો હતો. અનેરીનાં માતા દીપ્તિબેન સરસ્વતી વિદ્યાલયમાં, જ્યારે પિતા રાહુલભાઈ ટી એન્ડ ટીવી સ્કૂલમાં વાઈસ-પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા છે. અનેરીએ પોતાના નામ અનુસાર કોન બનેગા કરોડપતિમાં છવાઈ જતાં માતા-પિતા પણ ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે.

આ સાથેજ તેણે જણાવ્યું હતું કે મારા પિતા હું નાની હતી ત્યારથી કોન બનેગા કરોડપતિ શો પહેલી સીઝનથી નિયમિત જોતા હતા. અમારા ઘરમાં જ્ઞાનસભર ટીવી શો અને ન્યૂઝ જોવાનો માહોલ હોય છે. પિતા મને બાજુમાં બેસાડીને આ શો જોવડાવતા હતા અને મને કહેતા હતા કે તારે પણ એક દિવસ આ શોમાં ભાગ લેવો જોઈએ. બસ, ત્યારથી મને રસ લાગ્યો હતો. તેમજ અનેરીએ વધુમાં જણાવ્યું હતું કે હું નાનપણથી જ માતા-પિતાની આંખે દુનિયા જોઉં છું અને કોન બનેગા કરોડપતિની તૈયારી કરતી વખતે મારાં માતા-પિતાએ અલગ અલગ પુસ્તકો લાવી વાંચન કરતાં હતાં અને હું એ સાંભળીને તૈયારી કરતી હતી, સાથે જ મોબાઈલ એપ્લિકેશનમાં રહેલાં પુસ્તકો સાંભળીને તૈયારી કરતી હતી. મમ્મી-પપ્પા મને નોટ્સ પણ બનાવી આપતાં હતાં. મારા કરતાં તેમની મહેનત વધુ હતી. મારા આ વાંચનના શોખને કારણે જ તથા માતા-પિતા અને ગુરુજનોએ આપેલા માર્ગદર્શનના કારણે જ આ સફળતા મને મળી છે.

આમ વધુમાં તમને જણાવીએ તો અનેરીએ સુરતમાં જ શાળા-કોલેજનો અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં 11-12 સાયન્સ લેનારી અનેરીને વિઝન ઓછું હોવાને કારણે શિક્ષકોના માર્ગદર્શન પ્રમાણે સાયન્સ છોડીને આર્ટ્સ લીધું હતું. ત્યાર બાદ અંગ્રેજી વિષય સાથે કોલેજ કરી એમએનો અભ્યાસ કરવાની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી દીધી હતી, જેમાં તલાટી અને બિનસચિવાલયની પરીક્ષાઓ પાસ કરી હતી. જોકે એમાં તેણે નોકરી ન સ્વીકારીને પ્રોફેસર તરીકેની જીપીએસસીની તૈયારી શરૂ કરીને એ પાસ કરી આજે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. આમ હાલ તે પીએચડીનો અભ્યાસ કરી રહી છે.

આમ અમિતાભ બચ્ચનને જ્યારે વિઝયુલાઈઝેશન વિશે પૂછ્યું ત્યારે અનેરીએ કહ્યું, તમે તમારી આંખો બંધ કરો, પછી અનેરીએ પોતાની જ સ્ટોરી કહી હતી. એમાં તેણે કહ્યું, એક નાનકડી છોકરી, જેને કશું જ સરખું દેખાતું નથી. તે વિચારે છે કે આ તેની સાથે શું થઈ રહ્યું છે. શાળાએ જાય કે ક્યાંય પણ જાય, તેને કંઈ જ સમજ પડતી નથી હોતી. સરખું દેખાતું હોતું નથી. આ દુનિયા માત્ર તેને સાંભળવા માટે જ હોય છે. પછી ઉંમરની સાથે તેને સમજાય છે કે તે બધા કરતા કંઈક જુદી છે. પછી તે ભણવામાં ધ્યાન લગાવે છે. કવિતા-વાર્તા વગેરેના વિશ્વમાં જીવે છે. જાણે છે અને એ જ બાળકોને અત્યારે ભણાવે છે. આ સ્ટોરી સાંભળીને અમિતાભ બચ્ચન પણ ગદગદ થઈ ગયા હતા.

આમ સામાન્ય પરિવારમાં ઊછરેલી અનેરીએ જણાવ્યું હતું કે આ 25 લાખમાંથી સૌપ્રથમ મારાં માતા-પિતા પર જે લોન છે તેની ચુકવણી કરીશ અને ત્યાર બાદ જે કંઈ રકમ વધશે એનો હું મારા માટે ઉપયોગ કરીશ. જોકે હજુ સુધી એનો કોઈ પ્લાન બનાવ્યો નથી. આગામી સમયમાં મારું પીએચડી પૂર્ણ કરીશ અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કેવી રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન સતત આપતા રહેવાની મારી ઈચ્છા છે. મને ભણાવવું ખૂબ ગમે છે અને એ જ ક્ષેત્રમાં હું આગળ વધીશ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.