DM ની પત્ની એ એવું કામ કર્યુ કે લોકો વખાણ કરતા થાકી ગયા ! જાણી ને તમે પણ સલામ કરશો

મિત્રો તમને જણાવીએ કે આપણા સમાજને આજે એવા જ સમજદાર અને ભણેલા-ગણેલા લોકોની જરૂર છે જે મહિલા અને પુરુષમાં અંતર નથી સમજતા. આજે અમે તમને એવા જ વ્યક્તિ વિશે વાત કરીશું કે જે એક મોટા પદ પર હોવા છતાં પણ સારું કામ કરવાથી ચુક્યા નથી. નહિતર તો આજકાલનાં સમયમાં પાવર આવી જવાથી લોકો ઇમાનદારી ભૂલી જતા હોય છે. પણ આ વ્યક્તિએ એક એવું કામ કર્યું છે જેના વખાણ દરેક વ્યક્તિ કરી રહ્યા છે. તમને પણ તેના વિશે જાણી 100% ગમશે આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો ઉત્તરાખંડનાં બાગેશ્વર જીલ્લાનાં એક સરકારી સ્કુલમાં વિજ્ઞાનનાં શિક્ષકો ઓછા પડી રહ્યા હતા. જેના કારણે બાળકોને આ વિષયના અભ્યાસમાં સમસ્યા આવતી હતી. બાળકોની આ સમસ્યાને જોતા તેમણે આ વાત પોતાની પત્નીને જણાવી. બાળકોની સમસ્યા જાણીને તેમની પત્નીએ આ સમસ્યાનું સમાધાન કાઢવાનો નિર્ણય કરો. તેમની પત્નીએ ખુદ સ્કુલમાં બાળકોને વિજ્ઞાન ભણાવવાનો નિર્ણય કર્યો.

વાત કરીએ તો પોતાના કામને લઇને ચર્ચાઓમાં રહેનારા ડીએમ મંગેશ ઘિલડિયાળ સાથે તેમની પત્ની ઉષાએ પણ સહયોગ આપ્યો છે. તેઓ બંને મળીને અહીંના સ્કૂલમાં ભણતા બાળકોના ઉદ્ધાર માટે કામો કરતા રહે છે. એવામાં એક વાર ડીએમએ આકીય બાલિકા ઇન્ટરકોલેજનું નિરીક્ષણ કર્યું હતું, અહીં શિક્ષિકાઓની અછતને જોઇને અને વિધાર્થીનીઓના દુઃખને જોઇને ખૂબ જ દુઃખી થયા. ઘરે આવીને તેમને આ વિષય પર પોતાની પત્ની સાથે ચર્ચા કરી.

આમ વિના કોઈ સ્વાર્થે અને પગાર વિના તેઓ ધોરણ 9 અને 10ની વિધાર્થીનીઓને વિજ્ઞાન ભણાવતા હતા. તેઓ રોજ વિધાર્થીનીઓને 2થી અઢી કલાક ભણાવતા હતા. ઉષા પંતનગર કૃષિ વિધાલયમાં સાયન્ટિસ્ટ રહી ચુક્યા છે. તેઓ પિતાના ખાલી સમયમાં બાળકોના ભવિષ્યને સુધારવામાં લાગેલી રહે છે. ડીએમ મંગેશ પણ ઘણીવાર શાળાઓમાં નિરીક્ષણ દરમ્યાન બાળકોને ભણાવતા હોય છે. આ સાથે તમારી જાણકારી માટે જણાવી દઇએ કે સિવિલ સેવા 2011 માં મંગેશે ચોથા નંબરનો રેન્ક હાંસિલ કર્યો હતો. આટલો સારો રેન્ક હાસિલ કર્યા બાદ તેની પાસે બહાર જવાનો પણ મૌકો હતો પણ તેણે પોતાના દેશને પ્રથમ સ્થાન આપતા અહીં જ રહીને લોકોની સેવા કરવાનું વિચાર્યું. આવા ઓફિસરોની આપણા દેશને ખુબ જ જરૂર છે અને આવા વિચાર રાખનારાઓને અમે સલામ કરીએ છીએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.