આ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કરો આ ઉપાય! થશે એવા લાભ કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય મળશે ધનના લાભ અને સાથે…..

ભાદ્રપદ મહિનાની અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો.અને દર વર્ષે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૧૮અને ૧૯ ઓગસ્ટ એમ બે દિવસ માટે ઉજવવામાં આવી રહ્યો છે. (કૃષ્ણ જન્માષ્ટમી 2022 તારીખ) કારણ કે આ મહિનો અષ્ટમી ૧૮ ઓગસ્ટની રાત્રે શરૂ થશે અને ૧૯ ઓગસ્ટની રાત્રે પૂરું થશે. આવી પરિસ્થિતી માં કેટલીક જગ્યાએ જન્માષ્ટમી ૧૮ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને કેટલીક જગ્યાએ તે ૧૯ ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમી હશે.જન્માષ્ટમીના દિવસે અનેક લોકો બહુ જ ઉત્સાહથી આ તહેવાર ને ઉજવતા હોય છે દરેક મંદિરોમાં ધૂમધામ થી રાત્રે ૧૨ વાગે કૃષ્ણ ભગવાન ના જન્મદિવસને ઊજવવામાં આવ્યો હોય છે જેનો લાભ લાખો હરિભક્તો લેતા હોય છે.


જન્માષ્ટમી ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ નાના બાળક સ્વરૂપે પૃથ્વી પર જન્મ લઈ આવ્યા હતા.અને આથી આ દિવસ બહુ જ ધમધુમથી ઉજવવામાં આવે છે.આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નું પુજન કરવામાં આવતું હોય છે.અને અનેક હરીભકતો નાના બાળગોપાલ ની ઝાંખી સજાવી તેમને હિંડોળા પર હીંચકા ખવડવતા હોય છે.ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ ભાદ્રપદ ક્રુષ્ણ પક્ષની આઠમી તિથિ માં રોહિણી નક્ષત્ર માં થયો હતો.આથી દર વર્ષે આ તહેવાર આખા દેશમાં બહુ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે.એવી માન્યતા પણ છે કે આ દિવસે તો ઉપાયો કરવામાં આવે તો તે ઘણા જાતકોને લાભ થઈ સકે છે.

જો તમે તમારા ઘરમાં ધનલાભ અને બરકત મેળવવા ઇચ્છતા હોય તો કૃષ્ણ જન્માષ્ટમી ના દિવસે આ ઉપાય કરશો તો અવશ્ય લાભ જોવા મળશે. જન્માષ્ટમી ના દિવસે કૃષ્ણ ની પૂજા કરતા સમયે એક પાન નું પત્તું ભગવાન શ્રી કૃષ્ણ ને અર્પણ કરો.આ પાન પર રોલી વડે શ્રી યંત્ર લખીને તિજોરીમાં રાખવું. આ ઉપાય ને કરવાથી ઘરમાં ક્યારેય ગરીબી કે પૈસાની સમસ્યા આવસે નહિ. સાથે જ ઘરમાં બરકત પણ જોવા મળશે. જન્માષ્ટમી ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ના બાળ સ્વરૂપ ની પૂજા કરવામાં આવે છે.અને સાથે જ એવી પણ માન્યતા જોવા મળે છે કે


જો કોઈ દંપતીને સંતાન સુખ મળ્યું નથી તો તેવા દંપતી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા અર્ચના કરે છે અને જો વિધિ વિધાન મુજબ કૃષ્ણની પૂજા કરવામાં આવે તો તેઓને સંતાન સુખ મલી સકે છે.આ દિવસે નિસંતાન દંપતી પોતાના ઘરે ગાય અથવા વાછરડા ની મૂર્તિ લાવવી અને તેનું પૂજન કરવું.માન્યતા છે કે જો આમ કરવામાં આવે તો જલ્દી જ ઘરમાં બાળકની ખીલકરી ગુંજવા લાગે છે.જન્માસ્ત્મી ના દિવસે ૭ ખીર અથવા સફેદ મીઠાઈ લાવવી.અને પછી ૭ કન્યાઓ ને તે વહેંચવી.આ ઉપાય જન્માષ્ટમી ના દિવસે શરૂ કરવો અને ૫ શુક્રવાર સુધી કરતા રહેવું.આમ કરવાથી નોકરીમાં પ્રગતિ આવશે અને પગાર પર વધશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.