રાતો રાતનો સ્ટાર બની ગયેલ કમો ક્યા ગામ થી છે જાણો? કમા વિશે અમુક વાતો જાણી ચોંકી જશો…

આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. કીર્તીદાન ગઢવીએ પણ કહેલું છે કે, આપણે ઈશ્વરનું સ્વરૂપ કહી શકીયે કારણ કે આવા વ્યક્તિઓનો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે.દોસ્તો વિવિધ ડાયરાઓમાં રાશ ધરાવતો આ કામો અને તેમાં ડાન્સ કરે છે આજે કમાને ઓળખાણની લગભગ જરૂર નહિ.દોસ્તો કોઠાડીયા ગામનો આશ્રમ છે જેનું નામ રામ રોટી જે ગૌશાળા છે. ત્યાં નાગર ભાઈ અને પ્રહલાદ ભાઈ જે ત્યાંની દેખરેખ રાખે છે અને તે સિવાય કમાની પણ શાળ સંભાળ રાખે છે નગરભાઈ અને પ્રહલાદભાઈ જે મેનેજ કરે છે

વાત કરીએ તો કોઠારિયાનો કમાનું સાચું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે અને તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે અને કોઠારીયા ગામમા આવેલ શ્રી રામ રોટી અન્નક્ષેત્રમાઁ વધારે સમય પસાર કરે છે. આમ બાળકોને ભગવાનનું બીજુ સ્વરૂપ ગણવામાં આવે છે પણ એમાંય દિવ્યાંગ બાળકો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ ગણાય કમલેશ ભાઈ જન્મથીજ મંદ બુદ્ધિના છે ભગવાન કમલેશ ભાઈને હરપળ ખુશ રાખે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે કીર્તિદાન ગઢવી ની મહાનતા ને પણ વંદન, આત્મા ની ઓળખ પામી ગયો હોય, એવો ઓછાબોલા ” કમા ” કિર્તીદાન ભાઈ એ ઓળખેલ માનવ રતન છે. ધન્યવાદ છે ઉચ્ચ કોટિના કલાકારો જે નાના ની ગણના કરી ને સાથે માન પણ આપે છે.

કમલેશભાઈ “કમો” પોતાના જીવનનો વધુ સમય પોતાના જ ગામ કોઠારિયામાં આવેલો શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ માં વિતાવે છે “કમો” નાનપણથીજ રામામંડળ અને ડાયરાનો શોખીન છે અને પોતે ગાવાનો પણ શોખીન છે. આજે કમો એક સેલિબ્રિટીથી વધારે ફેમસ થયો તેના પાછળનું કારણ જોઈ એ તો આજથી આશરે 3 એક મહિના પહેલાં કોઠારીયામાં શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં પરમ પૂજ્ય શ્રી વાજા બાપાની તિથિ નિમિતે એક ડાયરો રાખવામાં આવ્યો હતો તેમાં કિર્તીદાન ગઢવીએ ડાયરો કર્યો હતો.અને તેમને એક ગીત ગાયું ત્યાર હતું જેના બોલ છે રસિયો રૂપાળો. જેમાં કમાએ ડાન્સ કર્યો હતો અને આ વીડિયો યૂટ્યૂબમાં ખુબજ રીતે વાયરલ થયું અને આ કમાને ત્યારથી દેશ વિદેશમાં ખૂબ મોટી ઓળખ થઈ ગઈ છે.કોઠારિયાનો કમો સોશીયલ મીડિયામાં નામ છવાઈ ગયું ત્યાર પછી તો આજે કામો દરેક કલાકારો જેમ કે જીગ્નેશ કવિરાજ જેવા મોટા સેલિબ્રિટી જોડે ઓડિયન્સ તરીકે જાય છે.

આ સાથે વાત કરીએ તો જયારે ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવીનું સન્માન કરાયું હતું. કીર્તિદાનને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન કીર્તિદાન દ્વારા કમાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કમાને સ્ટેજ પર આમંત્રણ પણ અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા. ફેમસ સ્ટાર કમાભાઇએ મુખ્યમંત્રી સાથે હાથ મિલાવ્યો હતો. આમ કિર્તીદાન ગઢવીએ હાથ પકડતાં કમાની કિસ્મત ખુલી ગઇ. આજે તે દેશ વિદેશમાં ફેમસ થઇ ગયો. કિર્તીદાન બાદ અન્ય કલાકોરોનો પણ તેને પ્રેમ મળ્યો. બધા તેને બોલાવવા માંડતાં તે ધીરે ધીરે ડાયરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *