આ માજી તો બાકી જબરું ઈંગ્લીશ બોલે છે શું ! વિડિઓ જોઈ તમારા પણ હોશ ઉડી જશે…યુઝરોએ કહ્યું ‘અંગ્રેજોએ તમારી પાસેથી સીખ્યું લાગે

થોડા દિવસો થી એક 80 વર્ષના કાશ્મીરી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્પષ્ટ રીતે અંગ્રેજીના કેટલાક શબ્દો બોલતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી જેણે પણ આ મજેદાર વીડિયો જોયો છે તે બધા દંગ રહી ગયા છે. કાશ્મીરી ભાષામાં ફળો, શાકભાજી અને પ્રાણીઓના નામ પૂછવામાં આવે છે, ત્યારે આ દાદીજી તેનો સડસડાટ જવાબ આપતા જોવા મળે છે.

માત્ર 37 સેકન્ડનો વીડિયો સૈયદ સ્લીત શાહ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક કાશ્મીરી ભાષામાં કેટલાક ફળો, શાકભાજી અને પ્રાણીઓના નામ કહે છેપરંપરાગત પોશાકમાં તેની 80 વર્ષીય દાદીને તેમના અંગ્રેજી નામ આપવાનું કહે છે. જો કે, જ્યારે યુવક તેને બિલાડીનું અંગ્રેજી પૂછે છે, ત્યારે તે જવાબ આપવામાં થોડી વિચાર માં પડી જાય છે. પરંતુ પછી તે પોતાની ભૂલ સુધારે છે અને કહે છે ‘Cat’. વૃદ્ધ મહિલાનો આ અંદાજ યુઝર્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

યુઝર્સ ને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. પરંતુ હાલ આ વૃદ્ધ મહિલાનું નામ શું છે અને તે ક્યા સ્થળની છે તે વીડિયો પરથી ચોક્કસપણે જાણી શકાયું નથી. પરંતુ મહિલાનો પહેરવેશ અને યુવકની વાણીનો સ્વર બતાવે છે કે, બંને કાશ્મીરના કોઈ ગ્રામ્ય વિસ્તારના છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

હાલ ના સમય માં અંગ્રેજી ભાષા નો ક્રેઝ સારા એવા પ્રમાણ માં વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આ પ્રકાર ના વિડિઓ ફેન્સ ને ખુબ પસંદ પડતા હોઈ છે. તેમજ આ વૃદ્ધ મહિલા થી પ્રેરિત થઇ ને પોતે ફેન્સ પણ ઇંગલિશ બોલવા પ્રેરાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *