સુરતમાં શ્વાનનો આતંક ! રખડતા શ્વાને ફૂલ જેવી દીકરીને 20 સેકેંડ સુધી પીંખી, મહિલા બચવા આવી તો એને પણ…જુઓ ફૂટેજ

આ દુનિયામાં કઈ વ્યક્તિ ઉપર ક્યારે અને કેવી રીતે જીવલેણ હુમલો થતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તો વળી તેવીજ રીતે હાલ કિસ્સો સામે આવી રહ્યો છે જેનો એક CCTV વિડિઓ પણ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે વાત કરીએ તો રાજ્યમાં રખડતા ઢોરની સાથે હવે રખડતા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. જેમાં સુરત શહેરમાં પણ શ્વાનનો આતંક બેફામ રીતે વધી રહ્યો છે.

આ ઘટના સુરત શહેરના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે જે જોઈ તમારા પણ રૂવાંટાં ઉંચા કરી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક શ્વાને નાની બાળકીને ગાલ પર બચકું ભરતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ છે. આમ આ સાથે પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ફૂલપાડા અશ્વિનીકુમાર વિસ્તારમાં હંસ સોસાયટીમાં રહેતી એક નાની બાળકીને ગાલ પર કૂતરાંએ બચકું ભર્યું છે. રખડતું કૂતરું નાની બાળકી પર હુમલો કરી તેના ગાલમાં બચકું ભરે છે. આસપાસના રહીશો ત્યાં પહોંચે ત્યાર બાદ પણ કૂતરો બાળકીને છોડતો નથી અને વારંવાર હુમલો કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.

મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે એક કૂતરું જઈ રહ્યું છે, તેની પાછળ બાળકી રમતિયાળ વૃત્તિના પગલે તેની પાછળ દોડે છે. ત્યારે બાળકીને પાછળ દોડતી જોઈ કૂતરું હિંસક બને છે અને તેની પર હુમલો કરી દે છે. જોતજોતામાં પૂરપાટ ઝડપે કૂતરો બાળકીના મોંઢા પર બચકું ભરી દે છે. જેથી બાળકી જમીન પર પટકાય છે. જો કે, બાળકી કૂતરાથી પોતાને છોડાવાની હજાર કોશિસ કરવા છતાં કૂતરું તેને છોડતું નહોતું. આશરે 20 સેકંડ સુધી કુતરું બાળકીને બચકા ભરતું રહ્યું તેવું પ્રાપ્ત લાઇવ સીસીટીવી પરથી જોવા મળી રહ્યું છે. આમ આ ઘટનાને પગલે જેને કારણે માસૂમ બાળકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટના પાસમાં લગાવેલ સીસીટીવીમાં કેદ થયા છે.

આમ અંતે શિકારી કૂતરો ફરીથી હુમલો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ એક યુવક ઘરની બહાર આવતા કૂતરો ત્યાંથી ભાગી જાય છે. જે બાદ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જ્યારે હિંસક શિકારી કૂતરા અંગે સ્થાનિક રહીશો તંત્રને જાણ કરતા કૂતરાંને પકડી પાડવાનું ઓપરેશન શરૂ કરી કૂતરાંને પકડી પાડવામાં આવે છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *