ગ્રેજ્યુએશનમાં ફેલ થયા પછી પણ નો માની હાર, જાણો IAS બનેલા આ યુવકની સંઘર્ષ કહાની…

જેમ તમે જાણોજ છો કે UPSC પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. જેમાં ઉમેદવારોએ સફળતા મેળવવા મહેનત કરવી પડે છે. આજે અમે તમને એક IAS ઓફિસરની કહાણી જણાવવા જઈ રહ્યા છીએ જે એક સમયે ગ્રેજ્યુએશનમાં ઘણા વિષયોમાં નાપાસ થયા હતા. આજે અમે તમને એક એવા સ્ટુડન્ટની વાત જણાવવા જઈ રહ્યા છીએ જેણે ગ્રેજ્યુએશનમાં ફેલ થયા પછી પણ હાર ન માની. IAS અનુરાગે 2017માં 677મો રેન્ક મેળવ્યો હતો. પરંતુ તે તેનાથી ખુશ ન હતો, ત્યારબાદ તેણે વધુ મહેનત કરી અને 2018માં 48મો રેન્ક મેળવ્યો. ચાલો જાણીએ અનુરાગની રસપ્રદ વાત.

પરંતુ IAS અધિકારીએ હાર ન માની અને UPSCમાં 48મો રેન્ક મેળવીને બધાને ચોંકાવી દીધા. અમે વાત કરી રહ્યા છીએ IAS ઓફિસર અનુરાગ કુમારની. IAS અનુરાગે પોતાની મહેનતના બળ પર બે વખત UPSC પરીક્ષા પાસ કરી છે. વર્ષ 2018માં તે 48મો રેન્ક મેળવીને IAS ઓફિસર બન્યો હતો. અનુરાગ મૂળ બિહાર રાજ્યના કટિહાર જિલ્લાનો રહેવાસી છે. તેણે 8મા ધોરણ સુધી હિન્દી માધ્યમથી અભ્યાસ કર્યો છે. 8મી પછી તેને અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેણે અનેક પડકારોનો સામનો કર્યો. અનુરાગ કુમારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે સખત મહેનત કરી હતી અને પરીક્ષામાં 90 ટકા માર્ક્સ મેળવ્યા હતા.

આમ પરંતુ ધોરણ 12માં તે ગણિતની પ્રી-બોર્ડ પરીક્ષામાં નાપાસ થયો હતો. પરંતુ અનુરાગે હાર ન માની અને ઉત્સાહ સાથે તૈયારી કરી અને પરીક્ષામાં 90% થી વધુ માર્ક્સ મેળવ્યા. અનુરાગને કોલેજના અભ્યાસ માટે દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગ્રેજ્યુએશન દરમિયાન તે ઘણા વિષયોમાં નાપાસ થયો. પરંતુ અંતે, ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ મેળવ્યો.

આમ અનુરાગે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા સમયે UPSC પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. તેણે સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત સાથે યુપીએસસીની તૈયારી શરૂ કરી. અનુરાગે ખંતથી અભ્યાસ કર્યો, નોંધો બનાવી અને તેનું 100% આપ્યું. તેણે 2017માં તેના પહેલા જ પ્રયાસમાં UPSC ક્વોલિફાય કર્યું અને 677 રેન્ક મેળવ્યો. પરંતુ તે તેના રેન્કથી સંતુષ્ટ ન હતો, ત્યારબાદ અનુરાગે બીજો પ્રયાસ કર્યો અને 2018ની UPSC CSE પરીક્ષામાં 48મો રેન્ક મેળવ્યો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *