વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ચાર લોકો સાથેની એક કાર પાણીમાં તણાઈ, એકનો બચાવ જયારે અન્ય ત્રણ…જાણો વિગતે

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાન વિભાગે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે.ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર-સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લો વરસાદને કારણે જળ બંબાકાર થઈ ગયો છે.

હાલ ગુજરાતના વલસાડ જિલ્લા પર મેઘરાજાએ જાણે કે કહેર વરસાવ્યો છે. જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. બીજી તરફ નર્મદા અને વલસાડ જિલ્લામાં કાર અને બાઇક પૂરના પાણીમાં તણાયાના અહેવાલ છે. વલસાડ જિલ્લામાં ચાર લોકો સાથેની એક કાર પાણીમાં તણાઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા. ચારમાંથી એકનો બચાવ થયો છે, જ્યારે ત્રણ લોકો લાપતા બન્યા છે. મળતી માહિતી વલસાડના ધરમપુરના બોલી ગામ ખાતે કોતરમાં કાર તણાઈ હતી.

આમ કારમાં જિગ્નેશભાઈ શંકરભાઈ પટેલ, ધર્મેશ ગોવિંદ પટેલ, મોહન પટેલ, જયંતિભાઈ રાજપુરી સવાર હતા. જેમાંથી જીગ્નેશભાઈ શંકરભાઈ પટેલની ભાળ મળી છે. મળતી માહિતી વલસાડના ધરમપુરના બોલી ગામ ખાતે કોતરમાં કાર તણાઈ હતી. કારમાં આચાર લોકો સવાર હતા. જેમાંથી ત્રણ લોકો પાણીમાં લાપતા બનતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે નાંદોદના તરોપામાં જળ પ્રલય જોવા મળ્યો છે. ખાડીના પાણી ગામમાં પહોંચી જતા ભારે તારાજી જોવા મળી છે. બીજી તરફ પાણીના પ્રવાહમાં એક કારણ તણાઈ ગઈ હતી. કારમાં લાપતા બનેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ નર્મદાના રાજપીપળાના સ્ટેશન રોડ પર જળબંબાકાર જોવા મળ્યો હતો. અહીં ભારે વરસાદમાં એક બાઇક તણાઈ ગઈ હતી. પાણીમાં બાઇક તણાતી હોય તેવો એક વીડિયો પણ વાયરલ થયો છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના પગલે શહેરને જોડતો મુખ્ય 81 માર્ગો અને જિલ્લા સ્ટેટ હદને જોડતા 10 માર્ગોને બંધ કરાયા છે. જિલ્લા કલેક્ટર તરફથી ટ્વીટ કરીને અંગેની જાણકારી આપવામાં આવી છે. બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા NDRF ટીમ દ્વારા રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બીજી તરફ પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે. ધરમપુર તાલુકાના નાની વહિયાલ ગામ નજીકથી પસાર થતી પાર નદીનું પાણી નદી કિનારે આવેલા નીચલી નવી નગરીમાં પ્રવેશતા બેટ જેવી પરિસ્થિતિ સર્જાતા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યું છે. આ મામલે મામલતદાર અને ટીડીઓ ધરમપુરને જાણ કરતા અધિકારીઓ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમ સાથે આવી પહોંચી હતી અને 50થી વધુ લોકોને સલામત બહાર કાઢ્યા હતા.

તેમજ નદીનો પ્રવાહ વધતા છીપવાડ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. મુખ્ય બજારમાં નદીના પાણીન પ્રવાહ વહી રહ્યો છે. નદીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બીજી તરફ સોસાયટીમાં રહેતા લોકો ધાબા પર રહેવા માટે મજબૂર બન્યા છે. કશ્મીરનગર, બરૂડિયા વાડ, લીલાપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. વલસાડ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રજા જાહેર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી અને ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે બાળકોની સુરક્ષાને લઈને શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *