શ્રી રામ મંદિરના કારણે ગુજરાતના કારસેવકનો સંકલ્પ થશે પૂરો! ૩૬ વર્ષ સુધી વાળ-દાઢી ન કાપ્યા કારણ કે.. જાણો પૂરી વાત

દરેક હિન્દુઓ ૨૨ જાન્યુઆરીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કારણ કે શ્રી રામ મંદિરનું સપનું આખરે સાકાર થશે. જ્યારે શ્રી રામ લલ્લા મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન થશે ત્યારે અનેક ભક્તોના સંકલ્પ પણ પરિપૂર્ણ થશે. આપણે જાણીએ છે કે શ્રી રામ મંદિરના નિર્માણ માટે અનેક કારસેવકોએ પોતાના પ્રાણની આહુતિ પણ આપી છે.

હાલમાં જ વીટીવીના અહેવાલ દ્વારા ગુજરાતના મહીસાગરના કારસેવકનો એક અનોખા સંકલ્પની જાણ થઇ છે, આ બ્લોગ દ્વારા અમે આપને આ સંકલ્પ વિષે જણાવીશું તેમજ આ કારસેવકની માહિતી પણ આપીશું. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર લુણાવાડાના ઝરખવાડા ગામમાં રહેતા દેવસિંગભાઈ માલીવાલ વર્ષ 1990માં શ્રી રામ મંદિર માટે ચાલી રહેલ અભિયાનમાં કારસેવક તરીકે જોડાયા હતા.

વર્ષ 1990 દરમિયાન શ્રી રામ મંદિર માટે દેવસિંગભાઈએ પોતાની નરી આંખે નરસંહાર જોયેલો. 10 દિવસ સુધી તેઓ જેલવાસ ભોગવ્યો હતો અને તે સમયે તેમની ઉંમર 35 વર્ષ હતી. તે સમયે તેમને સંકલ્પ લીધેલ કે જ્યાં સુધી રામ મંદિરમાં રામ બિરાજમાન ન થઇ જાય ત્યા સુધી પોતાના વાળ દાઢી નહિ કાઢે.

500 વર્ષ બાદ જ્યારે શ્રી રામ મંદિરમાં શ્રી રામ લલ્લા બિરાજમાન થશે ત્યારે કારસેવક દેવસીંગજી અયોધ્યા જઈને પોતાની ટેકને પુરી કરશે, ખરેખર તેમની આ અતૂટ ભક્તિને વંદન સહ બિરદાવીએ. .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *