નશેડી યુવકના કાર સ્ટંટને લીધે એક નિર્દોષનો જીવ ગયો ! નશેડી યુવકનું કરતૂત જુઓ વિડીયોમાં…
ગુરુગ્રામમાં એક ચોંકાવનારી ઘટનામાં યુવકોએ સ્ટંટ કરતા એક વ્યક્તિ પર સ્પીડમાં કાર ચલાવી હતી. કારે ટક્કર મારતા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગુરુગ્રામના ઉદ્યોગ વિહાર ફેઝ-2માં રવિવારે રાત્રે 2 વાગ્યે આ ભયાનક દુર્ઘટના સામે આવી છે. પોલીસે કાર્યવાહી કરીને 7 આરોપીઓની ધરપકડ કરી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દારૂના નશામાં ધૂત યુવકોનું ટોળું કારમાંથી ખતરનાક સ્ટંટ કરી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં, લગભગ 10-12 યુવાનો દારૂની દુકાનની બહાર મારુતિ અર્ટિગા, હ્યુન્ડાઈ વેન્યુ અને હ્યુન્ડાઈ ક્રેટા સાથે સ્ટંટ કરતા જોઈ શકાય છે. અચાનક, એક એસયુવીએ નિયંત્રણ ગુમાવ્યું અને પસાર થતા લોકોને ટક્કર મારી, જેના કારણે તેમાંથી બે નીચે પડી ગયા. એક કચરો ઉપાડનારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા.
આ ઘટના બાદ અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બે કાર પણ જપ્ત કરી છે. જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓમાંથી એક ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર છે, જ્યારે ત્રણ લોકો ટ્રાવેલ એજન્સીમાં કામ કરતા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
Disturbing video! Drunk men in a SUV perform a car stunt in Gurugram killing a 50-year-old man.#ViralVideo | #Viral | #Gurugram | #cctvfootage | #Police | #carstunt | #disturbing #India pic.twitter.com/q55LciF42U
— Siraj Noorani (@sirajnoorani) November 8, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.