ધ્રુજાવી દેતો વિડીયો!એક ભૂલે ઘણા પક્ષીને મૌત આપ્યા…એવી હાલત થઇ કે જોઈ તમે….

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર ઘણાં એવા વિડીયો જોયા હશે જે પછી તમારી આંખ માંથી પણ આંસુ સરી પડતા હોઈ છે હાલ એક તેવો ખુબજ ઇમોશનલ વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એક ઝાડને પાડતા જ તેના પર મળો કરીને રહેલા પક્ષીઓ ઝાડ સાથે નીચે અથડાતા ટપો ટપ મરવા લાગે છે. આ મામલા મા ઠેકેદારની બેદરકારીને કારણે પક્ષીઓનાં મૃત્યુ થયું છે. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ઘટના ગુરુવારની છે. કેરલનાં માલપ્પુરમ જિલ્લાનાં સિટી તિરુરંગાડીથી વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે એક આમલીનાં ઝાડને વગર જોઇને કે સમજીને કાપવાથી ક્યા પ્રકારે સેંકડો પક્ષીઓ અને તેમના બાળકોનું મૃત્યુ થઇ ગયું છે. ઘણા પંખીઓ તૂટીને નીચે પડી રહેલી ડાળની નીચે દબાઈને મરી ગયા છે. રસ્તા પર મરેલા પડેલા પક્ષીના ઢગલા જોવા મળે છે. આ બાબતને લઈને હાહાકાર મચ્યો છે. વૃક્ષ કાપતા સમયે પક્ષીઓનાં મૃત્યુની આ ઘટનાના અમામ્લામાં ઠેકેદારો સામે મામલો દાખલ પણ કરવામાં આવ્યો છે. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ વણ વિભાગ કાર્યવાહી પણ કરી છે.

તેમજ આ ઘટના મલપ્પુરમમાં નેશનલ હાઈ વે – 66નાં ડેવલપમેન્ટ માટે ઝાડ કાપવા દરમિયાનની છે. વનવિભાગે કહ્યું કે પક્ષીના મૃત્યુની ઘટના બાદ ઠેકેદારો સામે મામલો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વનવિભાગ અનુસાર, ઠેકેદારે આ કડક આદેશનું ઉલ્લંઘન કર્યું છે કે ઈંડા સેવ્યા બાદ જ ઝાડને કાપવા જોઈએ. તિરુરંગાડીનાં વીકે પાડી વિસ્તારમાં લાગેલા આ વિશાલ ઝાડને પાડવા માટે જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું. જાણ થઇ કે સમ્બન્ધિત અધિકારીઓની પરમિશન વગર જ આ ઝાડ કાપવામાં આવ્યું હતું. જેસીબીનાં ડ્રાઈવરને અરેસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ક્યા પ્રકારે ઝાડની ડાળીઓ પાડવા પર પક્ષીઓ મારતા ગયા.

આમ આ ઝાડ પર વ્હીસ્ટ્લિંગ ડક્સ સહીત મોટી સંખ્યામાં બીજા પક્ષીઓe પણ માળા બનાવીને રાખ્યા હતા. વિડીયો સામે આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા છે. આ પક્ષીઓને બચાવવા માટે વૈકલ્પિક સાધન ખોજ્યા વિના જ ઝાડ કાપી નાંખવામાં આવ્યું. આ મામલાને લઈને વન્યજીવ પ્રેમીઓમાં આક્રોશ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *