માતા પિતાની બેદરકારીને કારણે ૩ વર્ષની બાળકી ટાંકી માં પડી ગઈ અને પછી…

દેશમાં અને રાજ્યમાથી અવાર નવાર એવા મૃત્યુના કિસ્સાઓ સામા આવે છે જે જાણી આપણું પણ હદય ધ્રુજી ઉઠતું હોઈ છે એવા કિસ્સાઓ કે જેમાં નાની એવી બેદરકારી ને કારણે મૃત્યુ સર્જાતું હોઈ છે હાલ તેવાજ એક બેદરકારી ને કારણે એક ૩ વર્ષની બાળકીનું દુખદ અવસાન થયું. આમ માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાસમાં આવ્યો છે.

આ કિસ્સો વડોદરા નાં પાદરા ખાતે ૩ વર્ષની બાળકી પાણીની ટાંકીમાં પડી જતા મોત નીપજ્યું છે. આ ઘટનાને લઇ પરિવારજનોમાં અરેરાટી થવા પામી હતી. આ ૩ વર્ષની નાની બાળકી રમતા રમતા અકસ્માતે ટાંકીમાં પડી હોઈ અને પરિવારજનોને થોડા સમય પછી જાણ થતા જેને લઇ ભાગ દોડ મચી ગઈ હતી. આમ એક નાની બેદરકારીને કારણે આ માસુમ નો જીવ ગયો છે. જેના લીધે પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો.

વડોદરાના પાદરા વિસ્તારમાં આવેલ કરિશ્મા સીસાયટી રહેતા પરિવારની ૩ વર્ષની બાળકી ઘરમાં રમી રહી હતી. હેતાંશી નામની આ બાળકી રમતા રમતા ઘરની અંદર આવેલ ટાંકીમાં પડી જાય છે ત્યારબાદ પરિવારજનોને થોડા સમય બાદ જાણ થતા ભાગદોડ મચી જાય છે પરિવાર નાં લોકો આડોશી પાડોશીને ને બોલાવીને લોકો દ્વારા બાળકીને બાહર કાઢવામાં આવે છે. આમ ત્યાર પછી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં તબીબો દ્વાર તેની તપાસ બાદ મૃત જાહેર કરી હતી.

આમ પરિવારની નાની ભૂલને કારણે એક ૩ વર્ષની હેતાંશી નો જીવ અકસ્માતને ટાંકી માં પડી જતા તેનું મૃત્યુ  થયું. બાળકી ઘણો સમય અંદર રહેતા તે પાણી પીય જતા અને ગુંગણામણની કારણે બાળકી ગંભીર બની હતી જે પછી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આમ માતા પિતાની આંખ ઉઘાડનાર આ કિસ્સાને લઇને પરિવાર શોકના સાગર માં ડૂબ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.