જાણીતા ડાયરા ના કિંગ માયાભાઇ આહીરના પિતાશ્રીનું આ કારણે થયું દુઃખદ નિધન…શોકમાઁ ડૂબ્યો પરિવાર

ડાયારામાં માયાભાઈ હોય એટલે સમજવું કે પોગ્રામ હીટ જ હોય. માયભાઈની આ સફળતા પાછળ તેમનો સંઘર્ષ, કોઠાસૂઝ અને ધગશ છૂપાયેલી છે. તો આવો એક નજર કરીએ લોકોને ખૂબ હસાવતા માયાભાઈ આહીરની સેક્સેસ સ્ટોરી પર… જીભેથી અવિરત વહેતી સરસ્વતીના ઉપાસક માયાભાઇ આહીરનો જન્મ 1972માં તાળાજા તાલુકના બોરડા ગામ પાસે આહીરોના નેસ કુંડવી ખાતે થયો હતો. તેમના પિતા વીરાભાઈને લોકો ભગત તરીકે ઓળખતા હતા. વીરાભાઈને ધાર્મિક પુસ્તકો વાંચવાનો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો ખૂબ શોખ હતો. જેના કારણે માયાભાઈને પણ ધાર્મિક પુસ્તકોમાં રસ જાગ્યો હતો. ગામમાં રામકથા કે ભાગવતનો કોઈ કાર્યક્રમ હોઈ માયાભાઈ ખુબ જ રસ લેતા હતા.

આ દરમિયાન દર્શક મિત્રો હાલ ખુબજ દુઃખદ ખબર સામી આવી રહી છે જેમાં આપણા સૌના પ્રિય એવા લોક સાહિત્યકાર માયાભાઇ આહીરના પિતાશ્રી વીરાભાઇ આહીર નું દુઃખદ નિધન થયું છે. જેનું 103 વર્ષની ઉંમરે અવસાન થયું છે. મિત્રો માયાભાઇ આહીરની વાત કરીએ તો તેમણે જીવનમાં ખુબજ મુશ્કેલીઓ ભોગવી છે અને મહેનત કરી આજે તેઓએ ગુજરાતમાઁ એક જાણીતા લોકસાહિત્યકાર બન્યા છે. પરંતુ તેમના પિતાશ્રીના બધાં સપનાઓ માયાભાઇ આહીરે પુરા કર્યા છે. માયાભાઇ આહીરને હાલમાંજ વર્લ્ડ રેકોર્ડ ઓફ લંડનમાં સ્થાન મળ્યું છે.

 

વાત કરીએ તો વિરાઆતાની અંતમી યાત્રા 31 જુલાઈ રાખી હતી. બધાજ લોકોને હસાવનાર માયાભાઇ આહરીને તેમના પિતાને ખોવાનો ખુબજ દુઃખ લાગ્યુ છે અને સમગ્ર પરિવાર આજે શોક માં ડૂબ્યો છે. વિરાઆતાની અંતિમ યાત્રામાં ગુજરાત તેમજ ગુજરાત બહારના નામકિત લોકો જોડાયા હતાં. તેમાં મોટા ભાગના કલાકારો હાજર રહયા હતાં. વાત કરીએ તો તેમના પિતાને કોઈ ખાસ બીમારી નો હતી પરંતુ તેમની ઉંમરના લીધે તેમનું દુઃખદ નિધન થયું છે.

આમ માયાભાઇ આહીરની વાત કરીએ તો માયાભાઈએ 1થી 4 સુધીનું શિક્ષણ કુંડવીમાં જ લીધું હતું. માયભાઈ કુંડવી ગામમા વાડીમાં રહેતા હતા, જ્યાંથી સ્કૂલ દોઢ કિલોમિટર દૂર હતી અને ત્યાં જવાનો રસ્તો કાંટાવાળો અને ખૂબ ખરાબ હતો. આમ છતાં માયાભાઈ ચાલીને સ્કૂલે જતા હતા. બાદમાં ધોરણ 5-9 સુધીનું શિક્ષણ બાજુમાં આવેલા બોરડા ગામમાં લીધું હતું. બાદમાં ધોરણ10 સુધીનો અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પૂરો કર્યો હતો. તેમજ માયાભાઈ જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતીકામમાં પણ મદદ કરતાં હતા. આ દરમિયાન તેઓ ગાયો અને વગડા સાથે ગાતા-ગાતા પોતાની કાલાને ધારદાર બનાવતા હતા. માયાભાઈએ ચાર દિવાલો વચ્ચેના શિક્ષણને વધારે ખીલવવા માટે સાહિત્યની દુનિયામાં પોતાના સંસ્કારોના પાઠ ભણાવવાના શરૂ કર્યા હતા.

આમ માયાભાઈને આમ તો લોકસાહિત્ય વારસામાં મળ્યું છે. ઘરમાં લોકસાહિત્યનો માહોલ રહેતો હતો, જેની અસર માયાભાઈ પર થઈ હતી. માયાભાઈએ ધોરણ-4માં 9 વર્ષની ઉંમરમાં એક કાર્યક્રમમાં ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેરમાં ગાયું હતું. જે બધાને ખૂબ પસંદ આવ્યુ હતું. માયાભાઈએ 1990થી 1997 સુધી ટ્રક્ટર ચલાવતા હતા. તેમની પાસે પેસેન્જર વાહન અને લોડિંગ વાહન પણ હતા. ઘરની સ્થિતિ પ્રમાણમાં સારી હતી. વાહનના ધંધામાં માયાભાઈની એવી તો શાખ હતી કે લોકો બહારગામ જવા તેમનું વાહન જ પસંદ કરતાં હતા. એટલું જ નહીં લોકો પોતાની જાનની તારીખ પણ માયાભાઈના વાહનની હાજરી મુજબ લેતા હતા.

 

આમ આ સાથે વાત કરીએ તો તેમણે ગીત ગાવા ઉપરાંત હાસ્ય પર હાથ અજમાવવાનું શરૂ કર્યું. માયાભાઈના જોક્સ લોકોને પેટ ભરાવીને હસાવા લાગ્યા. ધીમે-ધીમે માયાભાઈને એવી તો સફળતા મળી કે લોકો એવું માનવા લાગ્યા કે માયાભાઈ વગર ડાયારાનો કાર્યક્રમ અધૂરો ગણાય. તેમણે દેશ-વિદેશમાં મળી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કાર્યક્રમો કર્યા છે. માયાભાઈ આહીરને સંતાનમાં પત્ની અજાયબાઇ તથા બે દીકરા અને એક દીકરી છે. મોટાપુત્ર મહુવામાં રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે. જ્યારે નાનો પુત્ર હજી ભણે છે. દીકરીએ બીએસસીનો અભ્યાસ કર્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.