બહુચરાજી ના ગાંભુ ગામ મા ખોદકામ દરમ્યાન એવી વસ્તુઓ મળી આવી કે સૌ કોઇ એ હાથ જોડી લીધા ! જુઓ શુ શુ છે…

મિત્રો જેમ તમે જાણોજ છો કે ઘણી વખત આપણને જમીન ખોદતી વખતી ખુબજ જુના અવશેષો મળી આવતા હોઈ છે જી પહેલાના સમયના લોકોના હોઈ છે અને તે અવશેષો તે લોકોના અસ્તિત્વનો દાવો કરતા હોઈ છે. હાલ એક તેવીજ રીતે હાલ એક કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં ખોદકામ દરમિયાન જૈન પ્રભુની વધુ 7 પ્રતિમાઓ મળી આવી હતી. જેમાં 4 ખંડિત અને 3 સારી સ્થિતિમાં છે. પુરાતત્વના જાણકાર મુજબ, આ પ્રતિમા 11 થી 12મી સદીની હોઇ શકે છે. તમામ મૂર્તિઓ જૈન સંપ્રદાયની છે.

આ મૂર્તિનો કિસ્સો બહુચરાજી તાલુકાના ગાંભુ ગામ માંથી સામે આવી રહ્યો છે. જ્યાં તમામ મૂર્તિઓ મળી આવતા જૈન સંપ્રદાયની છે. સ્થાનિક જાણકાર મુજબ, મહાવીર સ્વામી પ્રભુની મૂર્તિઓ છે. દરમિયાન, બહુચરાજી મામલતદાર દ્વારા આ જગ્યાએ ખોદકામ બંધ કરી પોલીસ બંદોબસ્ત મૂકવા આદેશ કરાયો છે. મોઢેરા નજીક આવેલા ગાંભુ ગામે ગત 13 સપ્ટેમ્બરના રોજ ઠાકોરવાસમાં રહેતા કાંતિજી ઠાકોરના ઘર આગળ ખાળકૂવો બનાવવા ખોદકામ દરમિયાન જૈન પ્રભુની 4 પ્રતિમાઓ મળી આવી હતી.

આમ તે દરમિયાન, મંગળવારે સરપંચ કલ્પેશભાઈ ગજ્જર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પુન: ખોદકામ હાથ ધરાયું હતું. જેમાં 10 થી 15 ફૂટ નીચે જમીનમાંથી બીજી 7 જૈન પ્રભુની પ્રતિમાઓ મળી આવી હતી. જેમાં 4 પ્રતિમા ખંડિત થયેલી હાલતમાં અને અન્ય 3 પ્રતિમા સારી સ્થિતિમાં છે. ગ્રામ પંચાયત દ્વારા આ તમા પ્રતિમાઓને જૈન ટ્રસ્ટની જગ્યાએ મૂકી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. મળેલી પ્રતિમાઓમાં એક પ્રતિમા ઉભી મુદ્રામાં છે જેની ઊંચાઈ 4 થી 4.5 ફૂટ જેટલી છે. બાકીની 6 પ્રતિમાઓ કાર્યોત્સર્ગ (બેઠી) મુદ્રામાં છે.

આ સાથે ઉલ્લેખનિય છે કે, ગાંભુ જૈન ધર્મનું યાત્રાધામ છે અને અહીં ગંભીરા પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન દેરાસર આવેલું છે.દરમિયાન, બહુચરાજી મામલતદાર જે.વી. પાંડવે મોઢેરા પોલીસ મથકના પીએસઆઇને મૂર્તિઓ જ્યાંથી મળી છે તે જગ્યાને કોર્ડન કરી લેવા તેમજ આ જગ્યામાં ખોદકામ ન થાય તે જોવા લેખિત સૂચના આપી છે. આમ શરૂમાં પરંતુ જે-તે સમયે લોકોની ભીડ એકઠી થતાં બાંધકામ અટકાવી દેવાયું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *