ઓપરેશન દરમ્યાન યુવક ના પેટ માથી એવી વસ્તુ નીકળી કે જોઈ ડોક્ટર પણ ગોથું ખાઈ ગયા…જુઓ શુ છે
મિત્રો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતના ખુબજ કિસ્સાઓ વધી રહ્યા છે. તેમજ આપઘાત કરનાર જે લોકો હોઈ છે તે લોકો અલગ અલગ રીતે આપઘાત કરતા હોઈ છે કોઈ ઝેર પીયેં, તો કોઈ વળી ગળેફાંસો ખાઈ, ક્યાંતો નદીમાં કે પછી મોટી બિલ્ડીંગ પરથી પડતું મુક્ત હોઈ છે. તેવીજ રીટૅ હાલમાં એક આપઘાત કરવાનો પ્રયાસ કરતો કિસ્સો સામે આવી રહ્યો છે જોકે તે વૃદ્ધનુ મૃત્યુ નથી થયું. જો તમને તેની આપઘાત કરવાના આ વિચારને તમને જણાવીશું તો તમે પણ ચોકી જશો. સારવાર દરમિયાન ડોક્ટરોએ તેના પેટમાંથી એવી એવી વસ્તુ કાઢી કે જોઈને તમે પણ રહી જશો દંગ.
આ વિચિત્ર કિસ્સો કર્ણાટકના બાગલકોટમાથી સામે આવી રહ્યો છે. જ્યાં એક વૃદ્ધે આપઘાત કરવાના ઇરાદે કુલ 187 કિસ્સાઓ ગળી ગયો. મળતી માહિતી પ્રમાણે 58 વર્ષના આ શખ્સનું નામ દયમપ્પા છે. તેઓ રાયચૂર જિલ્લાના લિંગસુગુર શહેરના રહેવાસી છે. આમ જ્યારે આ વૃદ્ધ સિક્કાઓ ગળી ગયો ત્યારે તે શખ્સ હોસ્પિટલમાં પેટનો દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. ડોક્ટરે તેમના જુદા-જુદા ટેસ્ટ કર્યા. એન્ડોસ્કોપી પણ કરી. જાણ થઈ પેટમાં ખૂબ સિક્કા છે.
આમ જ્યારે આ વૃદ્ધનુ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે તેના પેટ માંથી 5 રૂપિયાના 56 સિક્કા, 2 રૂપિયાના 51 સિક્કા અને 1 રૂપિયાના 80 સિક્કા નીકાળવામાં આવ્યા હતા, કુલ 187 સિક્કા પેટમાંથી બહાર કાઢવામાં આવ્યા. આમ કુલ 462 રૂપિયાની કિંમતના 187 સિક્કા કાઢવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યુ કે આ વ્યક્તિને સિજોફ્રેનિયા નામની બીમારી છે. સિજોફ્રેનિયાના મુખ્ય લક્ષણ વહેમ અને ભ્રમ હોય છે પરંતુ આ સિવાય પણ અમુક લક્ષણ હોઈ શકે છે. જે સિજોફ્રેનિયાના સ્ટેજ પર નક્કી કરે છે. આ એક માનસિક રોગ છે. જેમાં દર્દીના વિચાર અને અનુભવ હકીકત સાથે મેળ ખાતા નથી.
આમ વધુમાં જણાવીએ તો જયારે ડોક્ટરોએ વૃદ્ધના લક્ષણોના આધારે એક્સ-રે અને એન્ડોસ્કોપી કરી. ત્યરે આ દર્દીના એબ્ડોમિનલ સ્કેનમાં જાણકારી મળી કે તેમના પેટમાં 1.2 કિલોગ્રામના સિક્કા છે. જે બાદ ઓપરેશન કરવાનો નિર્ણય કરાયો.આ અતિ ગંભીર ગણાતું ઑપરેશન ડૉ. ઈશ્વર કલાબુર્ગી, ડૉ. પ્રકાશ કટ્ટીમાની, ડૉ. અર્ચના, ડૉ. રૂપા હુલાકુંડે દ્વારા વ્યાવસાયિક રીતે કરવામાં આવ્યું હતું. જો કે વૃદ્ધે આ સિક્કા શા માટે ગળ્યા તે અંગે તબીબ સાચો જવાબ આપી શક્યા ન હતા, પરંતુ પરિવારજનોએ જણાવ્યું હતું કે વૃદ્ધાએ આ સિક્કા ગળી જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.