ઓપરેશન દરમ્યાન ખેડૂત ના પેટ માથી એવી વસ્તુ નીકળી કે જોઈ તમને પરસેવો વળી જશે ! ડોક્ટર એ કીધુ કે..

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં ક્યાં વ્યક્તિ સાથે કેવી અને કેવી રીતે નો ખબર હોઈ તેવી કે જે વાત પર વિશ્વાસ નો આવે તેવી ઘટના બની જતી હોઈ છે. હાલમાં પણ એક ખુબજ ચોકાવનારી ઘટના સામી આવી રહી છે. જેમાં એક યુવક પિત્તાશયમાંથી 330 પથરી નીકળી જે જોઈ ઓપરેશન કરનાર ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાયા. આવો તમને આ કિસ્સો વિગતે જણાવીએ. આ યુવકના પેટમાં અધધ પથરીઓ નીકળી આવી હતી.

આ ઘટના પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામ માંથી સામે આવી રહી છે. જયાના વતની અને હાલમાં જામનગર જિલ્લાના વાંસજાળીયા ગામ ખાતે રહેતા લીલાભાઈ ગોઢાણીયા નામના ખેડૂત કે જેઓના પેટમાંથી ઓપરેશન દરમિયાન 330 જેટલી પથરીઓ નીકળી છે. તે દર્દીને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ઓપરેશન બાદ હાલ તેઓ ખૂબ જ રાહત અનુભવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ પોરબંદર જિલ્લામાં ક્ષારયુક્ત પાણીના કારણે કિડનીને લગતી પથરીઓના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે.‌

આમ આ સાથે દર્દીએ વધુમાં જણાવ્યું હતું કે, મને પણ આટલી પથરીઓ પેટમાં હશે તેવો જરા પણ અંદાજ નહોતો. તેઓને થોડા મહિનાઓ પૂર્વે પેટમાં ગેસ સહિતની તકલીફો તેમજ ઉલટી થતાં તેઓએ રિપોર્ટ કરાવ્યા હતા તે દરમિયાન તેઓને પિત્તાશયની પથરી હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે તેઓએ પોરબંદરમાં આ ઓપરેશન કરાવ્યું હતું અને ઓપરેશન દરમિયાન આટલી મોટી સંખ્યામાં પથરીઓ તેમના પેટમાંથી નીકળી હતી.

તેમજ આ ઓપરેશન કરનાર ડોક્ટર કલ્પિત પરમારે જણાવ્યું હતું કે, પિત્તાશયમાં પથરીનું જ્યારે ઓપરેશન કરવામાં આવે છે, ત્યારે વધુમાં વધુ 15 પથરીઓ દર્દીના પેટમાંથી નીકળતી હોય છે. પરંતુ એક સાથે 330 જેટલી પથરીઓ નીકળવી તે મેડિકલ સાયન્સ માટે પણ એક નવો જ કેસ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *