નવરાત્રીમા હજારો લોકો વચ્ચે કમા ની રોકસ્ટાર જેવી એન્ટ્રી ! જુઓ વિડીઓ કમા એ કેવી ધુમ મચાવી…
આ વર્ષે ગુજરાતમાં માત્ર ને માત્ર કમો છવાયેલો છે. જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર કમાની ચર્ચાઓ થઈ રહી છે. આપણે જાણીએ છે કે, એક ડાયરામાં રસિયો રૂપાડો રંગ રેલીયો સોંગ પર કમાએ ડાન્સ કર્યો અને કીર્તિદાન ગઢવીએ કમાને બિરાદવ્યો બસ પછી તો કમાન કિસ્મતના દરવાજા એવા ખુલ્યા કે, હવે ખરેખર ઘરે જવું કમાને ગમતું નહીં હોય કારણ કે, હાલમાં ગુજરાતનાં મહાનગરોમાં કમો ચીફ ગેસ્ટ તરીકે કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યો છે.
આપણે જાણીએ છે કે, કમો હાલમાં ગુજરાતનો મોટો સેલિબ્રેટી બની ગયો છે, તેમજ આ વર્ષે ગુજરાતનાં લોકપ્રિય કલાકારોની જેમ પહેલીજવારમાં નવરાત્રીનાં નવે નવ દિવસ કમાનું ગુજરાતનાં અલગ અલગ શહેરમાં બુકિંગ હતું અને કમાએ દરેક નવરાત્રીમાં હાજરી આપીને ગરબાના તાલે તો ઘૂમ્યો પણ સાથોસાથ લોકોને પણ પોતાની અદાઓથી આંનદીત કર્યા છે.
View this post on Instagram
હાલમાં જ સોશીયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેની તમે કલ્પના પણ ન કરી શકો. આ વીડિયોમાં તમે કમાની રોયલ એન્ટ્રી જોઈને આશ્ચય પામી જશો. આપણે જાણીએ છે કે, કમાનો લુક પણ હવે પહેલા કરતા બદલાઈ ગયો છે. આ વીડિયો અમદવાદમાં યોજાયેલ નવરાત્રીનો છે અને હજારો લોકોની વચ્ચે કમા ની રોકસ્ટાર જેવી એન્ટ્રી જોઈને સૌ કોઈની આંખો ખૂલીને ખુલી જ રહી ગઈ હશે.
View this post on Instagram
કમાએ રોકી સ્ટાઇલમાં એન્ટ્રી પાડી છે, કમાનાં આ અંદાજને શબ્દોમાં ન વ્યક્ત કરી શકાય પરંતુ જ્યારે તમે આ વીડિયો જોશો તો ખ્યાલ આવી જશે કે, કઈ રીતે કમાં એ હજારો માણસોની વચ્ચે ધૂમ મચાવીને પોતાના દિવાના કરી દિધા. કમાનો પહવેશ અને હાવભાવ પણ હવે મોટા કલાકારો જેવો થઈ ગયો છે કારણ કે, જે રીતે કમો વીડિયોમાં પોતાના મોજીલા અંદાજમા જોવા મળ્યો એ જોઈને તમે પણ કહેશો કે વાહ કમા વાહ..
કમાની આ લોકપ્રિયતા ક્યાં સુધી ચાલે છે, એ તો હવે આવનાર સમય જ બતાવશે પરંતુ કમો હવે ટુંક સમયમાં ગુજરાતી ફિલ્મોમાં કે પછી આલ્બમ સોંગમાં જોવા મળે તો નવાઈ નહિ કારણ કે કમાનો અંદાજ હવે લોકોનું દિલ જીતી રહ્યો છે બાકી તમે જ કહો કે એક મનોદિવ્યાંગ બાળકને આટલી લોકપ્રિયતા અને આટલા માણસો કઈ રીતે જોવા આવી શકે? કમાની કલાકારી હવે ગુજરાતી કલાકારો સામેભારી પડશે.