રોજ એક એલચી ખાવ અને જીવનભર આ રોગો થી દુર રહો ! જાણો કેવી રીતે સેવન કરવું..

ઘણા લોકો ચા અથવા દૂધ માં એલચી નાખી ને પીવાનું પસંદ કરતા હોય છે અને દરેક લોકો ભગવાનના પ્રસાદમાં એલચી નાખતા હોય છે જેનાથી પ્રસાદ નો સ્વાદ વધારે મીઠો થઇ જાય છે. એક નાની એવી એલચી વાનગી ને વધારે સ્વાદિષ્ટ બનાવાના ગુણ ધરાવે છે. એલચી ચા નો સ્વાદ વધારવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય ની માટે પણ ફાયદાકારક ગણાય છે. આ નાની એવી એલચી શરીર ની મોટી  મોટી બીમારીઓ ને દુર કરવાની તાકાત ધરાવે છે. એલચીમાં ઘણા તત્વો સમાયેલા હોય છે જેમાં  સુગંધ હોવાની સાથે અનેક તત્વો પણ આવેલા હોય છે.

એલચી ખાવાથી શરીર ને ઘણા ફાયદા થાય છે ઘણા  લોકો એલચી ને સર્દી ઉધરસ માં તેને મોઢા માં રાખવાનું પસંદ કરતા હોય છે અને અમુક લોકો કે જેને મુસાફરી કરતા ઉલ્ટી થવાની સમસ્યા હોય તેઓ પણ એલચી ને મો માં રાખતા હોય છે જેનાથી પેટ શાંત થઇ જાય છે અને ઉબકા આવતા બંધ થઇ જાય છે. એનટી ઓક્સીડેન્ટ થી ભરપુર એલચી બ્લડપ્રેસર ઘટાડવામાં મદદરૂપ થાય છે. હાયપરટેન્શન ના પ્રથમ તબક્કામાં તેની વધુ અસર થતી નથી. ઇન્ડિયન જર્નલ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ બયોફીઝીકલસ માં પ્રકાશિક થયેલા એક સંશોધન અનુસાર, એલચી સીસ્તોલીક અને ડાયસ્તોલીક ને ઘટાડવામાં મદદરૂપ થાય છે. જે બ્લડપ્રેસર ના સ્તર ને અસર કરે છે.

હેડકી આવવી એ એવી ગંભીર વસ્તુ છે જેને લોકો ગંભીરતાથી લેતા નથી. પરંતુ જો આ વારંવાર હેડકી આવતીઓ હોય તો તમે બહુ હેરાન થઇ શકો છો. એલચીમાં એવા તત્વો આવેલા હોય છે જે આપણા  ફેફસા નો ગેસ કાઢી નાખે છે અને હેડકીમાં તરત રાહત આપે છે. જો તમને હેડકી આવાની તકલ્લીફ હોય તો તમે ૪-૫ લીલી એલચી લઇ તેમાથી તેના બીજ લઇ તેને  સારી રીતે ક્રશ કરી લો. હવે આ પાવડર ને એક કપ ઉકળતા પાણીમાં નાખો. એમાં ૪-૫ ફુદીના ના પાન પણ નાખો.  હવે આ પાણી ને ૫ મિનીટ સુધી ઉકાળી ત્યાર પછી તેમાંથી ફુદીના ને કાઢી તે પાણી ને ગરમ ગરમ જ પીવો.

જમ્યા પછી જો તરત મો માંથી વાસ આવતી હોય તો એલચી ને ખાવાથી આ સમસ્યાથી છુટકારો મળી સકે છે. આની સાથે તમારા પેટ ને સબંધી સમસ્યામાં પણ  રાહત રહે છે. એલચી પાચનતંત્ર ને ઉતેજીત કરે છે જેમાં ઉમર વધવાની સાથે થતી તમામ તકલીફો માંથી છુટકારો મળે છે, અને એલચી પાચનતંત્ર ની તમામ  ગતિવિધિઓ ને મજબુત કરે છે જેનાથી ભૂખ વધે છે. જો કોઈ વ્યક્તિ ને છાતીમાં બળતરા અને ગેસ સબંધિત સમસ્યા હોય તો તેમાં પણ એલચી ફાયદાકારક સાબિત થાય છે. એલચીમાં જોવા મળતા બળતરા વિરોધો તત્વો શરીરના વિવિધ ભાગો અને સાંધાઓ ના જકડાઈ જવાની સમસ્યા ને પણ દુર કરે છે તેથી નિયમિત એલચી નું સેવન કરો.

એલચી તમારા ફેફસામાં રક્તસંચાર ને વધારી શ્વાસ ને લગતી સમસ્યાઓ જેવી કે, અસ્થમા, ઉધરસ, તાવ વગેરે માં રાહત આપે છે. આયુર્વેદમાં એલચી ને એક ગરમ મસાલો ગણવામાં આવ્યો છે જે શરીર ને અંદર થી ગરમ કરે છે. એલચી  શરીરમાંથી કફ ને કાઢવામાં અને છાતી માં જમા થતા અટકાવે છે. આમ જો રોજ એલચી ખાવામાં આવે તો ઋતુ બદલાતા જે શરીરમાં અનેક સમસ્યા આવે છે તેનાથી બચી સકાય છે. એટલે તો લોકો સવારની ચામાં એલચી નાખવી પસંદ કરતા હોય છે જેનાથી આખો દિવસ તાજગી ભર્યો પસાર થાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *