આ પટેલ દીકરા નુ હ્દય મૃત્યુ બાદ પણ યુક્રેન ની યુવતી મા ધબકે છે ! સમગ્ર ઘટના જાણી આંખ મા આંસુ આવી જશે…
જયારે જયારે પણ સમાજ માં કોઈનું મૃત્યુ થતું હોઈ છે ત્યારે પરિવારમાં અને સમાજ માં ગમ ણ માહોલ છવાઈ જતો હોઈ છે. વળી ઘણા પરિવાર એવા પણ જોવા મળતા હોઈ છે. જે તેના પરિવારના મૃતક સદસ્ય નું અંગદાન કરી ઘણા લોકો ને નવું જીવન આપતા હોઈ છે. અને સેવા કરી સમાજમાં એક અનોખી પહેલ ઉભી કરતા હોઈ છે. આજે પણ તમને એક તેવોજ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ.
ગુજરાતના એક યુવકનું હાર્ટ યુક્રેનની યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ૨૬૯ કિમીનું અંતર ૮૭ મીનીટમાં કાપી યુક્રેનની યુવતીમાં આ યુવકનું હાર્ટ ટ્રાન્સપ્લાંટ કરવામાં આવ્યું છે. આ યુવક મૂળ સુરતના કામરેજ વિસ્તારમાં રહે છે. જેનું નામ રવિ દેવાણી છે જેનો વર્ષ ૨૦૧૭ માં અપ્રિલ મહિનામાં ગાય સાથે અકસ્માત થતા તે બેભાન થય ગયો હતો અને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે તેજ સમયે પરિવારે તેના અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.
રવિના હદય ને ૮૭ મિનીટમાં સુરતથી મુંબઈની હોસ્પિટલ પહોચાડવામાં આવ્યું હતું ત્યાં સારવાર લઇ રહેલી યુક્રેનની નતાલિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જે બાદ આ યુવતીનો જીવ બચ્ચી ગયો હતો અને પછી યુવતીએ રવિના માતા-પિતાને યુક્રેન બોલાવ્યા હતા. આમ દીકરા રવિના હદય સાથે જીવિત નતાલિયાને મળીને માતા-પિતા ખુબજ ભાવુક થઇ ગયા હતા. અને તેમનું આંખો માંથી આસુ સરી પડ્યા હતા. તેમજ નતાલિયા એ રવિના માતા-પિતા ની યુક્રેન ફરાવ્યા હતા.
તેમજ રવિના માતા-પિતા નતાલિયા ને જોતાજ ગદગદિત થઇ ગયા હતા. અને રવિની વાત કરીએ તો તેનું અકસ્માત ૬ અપ્રિલ ૨૦૧૭ નાં રોજ થયો હતો. તેમજ રવિના હદય ની સાથે સાથે કીડની, લીવર, પેન્ક્રીયાસ અને ચક્ષુદાન કરાયા હતા.