કેબીસી મા એક કરોડ જીત્યા બાદ પણ આ યુવક ધૃસકે ધૃસકે રડી પડ્યો! કારણ જાણી આંસુ આવી જશે..જુઓ વિડીઓ

હાલમાં શો ‘કોન બનેગા કરોડપતિ’ ફરીવાર નવી સિજન સાથે જોવા મળી રહ્યો છે જેમાં આ કેબીસી ની 14 મી સીજન છે અને દર વખતની જેમ આ સીજન માં પણ અમિતાભ બચ્ચન હોસ્ટ કરતાં જોવા મળી રહ્યા છે. હાલમાં આ શો ની અંદર અનેક સ્પર્ધકો પોતાનું ટેલેન્ટ નિખારતા હોય છે તો ઘણા નસીબવાળા પણ હોય છે કે જેઓ અહીથી કરોડપતિ બની જતાં હોય છે. હાલની ‘કોન બનેગા કરોડપતિ’ 14 માં એવા બીજા સ્પર્ધક મળી ગયા છે કે કરોડપતિ બનીને નસીબદાર બની ગયા છે.

આ બીજા સ્પર્ધક દિલ્લીના છે જેમનું નામ શાશ્વત ગોયલ છે. તેઓ ઇ કોમર્સ કંપનીમાં સ્ટેટર્જી મેનેજર છે. ગયા મહિને કવિતા ચાવલા એક કરોડ રૂપિયા જીતી હતી.ફાસટેસ્ટ ફિંગર્સ ફસ્ટમા શાશ્વત ગોયલનું નામ પહેલું આવે છે આથી બિગ બી તેમણે હોટ સીટ પર બોલાવે છે અને તેમનો પરિચય આપે છે અને કહે છે કે તેઓ અહી એકલા જ આવ્યા છે અને પોતાના કંપેનિયન તરીકે કોઈને લાવ્યા નથી. શાશ્વત જણાવે છે કે જ્યારે પહેલીવાર આ શો 2000 ની સાલમા ટીવી પર આવયો ત્યારે અમારો આખો પરિવાર આ શો ને જોઈ રહ્યા હતા ,

ત્યારે મારી માતાએ કહ્યું હતું કે તેમનું સપનું છે કે દીકરો એક દિવસ હોટ સીટ પર બેસે, પરંતુ આ કોરોના મહામારીના સમયે મારી માતાનું અવસાન થયું અને અમારા જીવનમાં આમ અનેક મુશ્કેલીઓ આવી પડી હતી. હોટ સીટ પર બેસવા અને માતાનું સપનું પૂરું કરવા માટે હું છેલ્લા 9 વર્ષથી તૈયારી કરી રહયો હતો , હું આ તૈયારી જેના માટે કરી રહ્યો હતો તે જ આજે આ દુનિયામાં નથી. આમ કહીને શાશ્વત ગોયલ રડવા લાગે છે. અને તે સ્પર્ધકો સાથે આવતા કંપેનિયન ની જગ્યા પર જાય છે અને

કહે છે કે તમારા માટે, ઓડિયન માટે, દર્શકો માટે આ સીટ ખાલી હસે પરંતુ મારા માટે તો આ સીટ પર જેને હોવું જોઇયે તે આજે પણ અહી હાજર છે. એમ કહી તેઓ રડવા લાગે છે.શાશ્વત 1 કરોડ રૂપિયા જીતી જાય છે અને સાથે 7.5 કરોડ ના સવાલનો જવાબ પણ આપે છે. હવે શાશ્વત આ સવાલનો સાચો જવાબ આપે છે કે નહીં તે તો આવનાર એપિસોડમાં જ ખબર પડસે. જો તેઓ આ જવાબ સાચો નહીં આપે તો તેઓ 75 હજાર રૂપિયા જીતશે અને જો 7.5 કરોડનો સાચો જવાબ આપસે તો તેઓ કેબીસીના એવા પહેલા સ્પર્ધક હસે કે જે 7.5 કરોડ રૂપિયા જીતશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *