95 વર્ષ ની ઉમરે પણ આ દાદા એવા કામ કરે છે યુવાનો પણ શરમાઈ જાય ! ગુજરાત ના આ ગામ ના વતની…
સામાન્ય રીતે ઘણા લોકો ૬૦-૭૦ વર્ષ પછી ચાલી શકતા નો હોઈ તેમને અલગ અલગ બીમારિ થતી જોવા મળતી હોઈ છે જેના પછી તે તેના શરીર ની તંદુરસ્તી જાળવી શકતા હોતા નાથી. આમ તેનામાં ગઢપણ આવી જતું હોઈ છે. જે ઉમર વધવાની સાથે આવે છે. પરંતુ તમે ઘણા એવા પણ લોકો જોયા હશે જે ૮૦-૯૦ વર્ષના હોવા છતાં પણ તે તંદુરસ્ત અને સ્વસ્થ હોઈ છે જે જોઈ લોકોનાં હોશ ઉડી જતા હોઈ છે.
આજે તમને પણ એક એવાજ વૃદ્ધ દાદા કે જેની ઉમર હાલ ૯૫ વર્ષ છે અને તંદુરસ્ત તેમજ સ્વસ્થ જોવા મળે છે તેના વિષે જણાવીએ જે પોતાના બધાજ કામ તે જાતેજ કરતા જોવા મળે છે. સામાન્ય રીતે નીવૃતીવય ૫૮ વર્ષની હોઈ તે માની શકાય તેમ છે. પરંતુ ૫૮ વર્ષથી પેન્શન મેળવી રહેલા વિજયનગર તાલુકાના વાંકડા ગામના ગેમાજી નીનામા ગુજરાત રાજ્ય માં સોંથી લાંબા સમયથી સને ૧૯૬૪ થી પેન્શન મેળવનાર કર્મચારી બની રહ્યા છે. જે ૯૫ વર્ષની ઉમરે પણ યુવાનો નાં બધાજ કામ કરી પંથકમાં નવો ચીલો ચાતરી રહ્યા છે.
તેમજ ગાંડીવાંકડાના ગેમાજી નીનામી સને ૧૯૪૭ માં પોલીસની નોકરીમાં લાગ્યા હતા. અને તેમનું જન્મ નું વર્ષ ૧૯૨૭ લખાવ્યું હતું.અને તેમનું ૧૯૬૪ માં નિવૃત થવા પાછળ નું કારણ એ હતુ કે અમદાવાદ શાહીબાગ પોલીસ મથકે જવાન તરીકે ફરજ બજાવતા ગેમાજી નીનામા ઈજાગ્રસ્ત થતા ફીઝીકલ અનફીટ જાહેર થયા હતા. અને ત્યારથીજ વતનમાં આવી રહે છે અને તેની પેન્શન પણ રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યું છે.
ગેમાજી નીનામી હાલ ૨૨ લોકો નું સંયુક્ત પરિવાર ધરાવે છે. અને પરિવાર સાથે ખેતી કામ પણ કરે છે તેમજ ઘણા વર્ષો થી એક સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે તેમજ સાથે સાથે પરિવારના લોકો ને અલગ અલગ બીમારી થી પચવા માટે સલાહ સુચન પણ આપતા રહે છે. આજના સમયે તે પોંત્ર-પોંત્રીઓ સાથે સંયુક્ત કુટુંબ ની પ્રથાને જાળવી રાખીને પરિવારને હૂફ આપે છે. તેમજ પુરા પંથકમાં કોઈ પણ ગેમજી નીનામી નાં નામ થી અજાણ નથી.