દુનીયા છોડતા પહેલા પણ સૌને હસાવી ગયા રાજૂ શ્રીવાસ્તવ ! જુઓ તેમનો છેલ્લા વિડીઓ….
આજે સવારે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. તેઓ ઘણા દિવસથી એઈમ્સમાં વેન્ટિલેટર સિસ્ટમ પર હતા. નોંધનીય છે કે જિમમાં એક્સર્સાઈઝ કરતા સમયે તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા. આમ તેમજ તેમની 10 વર્ષમાં ત્રણવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં, સાત વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિચલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ત્યાર બાદ 10 ઓગસ્ટે ત્રીજીવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ તેમનો એક વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જતા જતા પણ લોકોને ખુબજ હસાવતા ગયા છે.
શ્રીવાસ્તવને 10 ઓગસ્ટનાં રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને તેના એક દિવસ પહેલા એટલે કે 9 ઓગસ્ટનાં રોજ તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જો તમે રાજૂ શ્રીવાસ્તવની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ચેક કરશો તો તેમણે પોતાનો છેલ્લો ઈન્સ્ટાગ્રામ વિડીયો હોસ્પિટલમાં એડમિટ થતાં પહેલા બનાવ્યો હતો. આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાજૂ શ્રીવાસ્તવ કોરોનાના બચાવનાં સંદેશને લઈને બૉલીવુડનાં દિગ્ગજ કલાકારોની મિમિક્રી કરતાં જોવા મળે છે. તેમણે વિડીયો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું છે કે કોરોના કૉલર ટ્યુન યાદ છે ? #RajuSrivastav Latest Comedy. તેઓ પોતાના વિડીયોને યૂટ્યુબ પર પણ પોસ્ટ કરતા હતા.
આમ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે વીડિયોમાં કોરોનાથી બચાવનાં સંદેશ માટે અમિતાભ બચ્ચનની જગ્યાએ અભિનેતા શશિ કપૂર અને વિનોદ ખન્નાની નકલ કરી હતી. આ વીડિયોમાં તેમણે ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે. આ વીડિયોને 14 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેમને દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (આઈમ્સ) માં દાખલ કરવામાં આવ્યા હતા.
બિગ બીએ કહ્યું હતું, ‘રાજુ ઊઠ, બસ હવે બહુ થયું. હજી બહુ જ કામ કરવાનું છે. જલદીથી ઊઠી જા અને બધાને હસાવતો રહે.’ પરિવાર આ મેસેજ વચ્ચે વચ્ચે રાજુને સંભળાવે છે. ડૉક્ટર્સે જૂના રિપોર્ટ્સ મગાવ્યા થોડા દિવસ પહેલાં રાજુ શ્રીવાસ્તવના નિકટના મિત્ર મકબૂલ નિસારે કહ્યું હતું, ‘રાજુની તબિયત હાલમાં સ્થિર છે. ડૉક્ટર્સની ટીમે રાજુના જૂના મેડિકલ રિપોર્ટ મગાવ્યા છે. આના આધારે ડૉક્ટર્સ બાયપાસ સર્જરી કરવાનો નિર્ણય લેશે. આમ તો રાજુ સતત ફિટ એન્ડ ફાઇન રહ્યા છે અને નિયમિત જિમ કરે છે. તેમના અનેક શહેરમાં શો લાઇનઅપમાં છે. 31 જુલાઈથી સતત શો કર્યા હતા.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.