ભલભલી છોકરી ઓ ગરોળી થી ડરી જાય પણ આ છોકરી એ 6 મગર પાળીયા અને તેની સાથે જ…
આપણે ને પણ સામાન્ય રીતે પશુ, પ્રાણીઓ પ્રત્યે લાગણી ઓ હોઈ છે. અને તેને પાલતું બનાવીને તેની દેખભાળ રાખતા હોય છીએ. ઘણા લોકો તો એક કરતા વધુ અને અલગ-અલગ પ્રાણીઓ રાખતા હોઈ છે. જેવા કે કુતરા અને બીલાડી. જે લોકો આવા પ્રકાર ના પ્રાણીઓ એક સાથે એકજ ઘર માં પાળતા હોઈ છે. તે લોકો તે પ્રાણીઓ ને એક બીજા સાથે લડીયા વગર કેમ રહેવું તે શીખવાડીને સાથે રહેતા શીખવાડે છે. જે એક અનોખી બાબત છે.
તેવીજ રીતે તાઇવાનમાં સાશિમી નામની એક છોકરીએ પોતાના ઘરમાં મગરમચ્છ પાળ્યા છે અને એ પણ એક કે બે નહીં પૂરા ૬. તેના ઘરમાં મગરમચ્છ અન્ય પાળેલાં પ્રાણીઓની જેમ જ મુક્તપણે ફરતા હોય છે.અને કોઈ ની સામે હુમલો કરવનો પ્રયાસ કરતા નથી. સાશીમી એ એક સંવર્ધક પાસેથી આ મગરમચ્છ ખરીદ્યા બાદ તેનું આ પ્રજાતિ પ્રત્યે નું આકર્ષણ વધ્યું હતું.
સાશિમી જણાવે છે કે તેનો એક મગરમચ્છ ફિલ હે વારે વારે તેના શુઝ મોઢા માં લયને ફરતો હોઈ છે અને પાછા ખેચવા માટે ખુબજ બળ કરિયા બાદ તેના મોઢા માંથી છુટા પાડે છે. સાશિમી ફિલને સોફા નીચેથી ખેંચીને બહાર કાઢે ત્યારે મોઢામાં ટ્યુબ પકડીને ફરી રહ્યો હોય છે. દોઢ મીટર લાંબો આ મગરમચ્છ તેની પાસેથી છટકીને ભાગી રહ્યો હોવાથી છેવટે તે એની પીઠ પર બેસીને મોપના હૅન્ડલથી એના મોઢામાંની વસ્તુ બહાર કાઢવાનો પ્રયાસ કરે છે.
આ પરથી આપણે કહી શકીએ કે શું મગરમચ્છ પણ માણસ સાથે મિત્રતા કરી શકે? આમ સાશીમી જણાવે છે કે મગરમચ્છ સાથે મિત્રતા કરવી ઈ સરળ બાબત નથી આપણે તેના જીવન ને પારખવું પડે છે. તેની ઘણી બાબતો વિષે જાણવું પાડે છે. જેમ કે તેનો ખોરાક, તેની ટેવ, બલકે તેની પસંદ પણ. જેનાથી તેના ‘શ્રેષ્ઠ મિત્ર’ બની શકે છે.આમ જોતાજ કહી શકીએ કે આ છોકરી ની હિંમત ખુબજ છે. અને પ્રાણીઓ પ્રત્યે તેની લાગણી ખુબજ છે.