વિદેશ મા પણ ગુજરાતીઓ ની બોલ બાલા ! ન્યુ યોર્ક મા રોડ વચ્ચે વરઘોડો કાઢ્યો…જુઓ વિડીઓ
ભારતીય લગ્ન જ કઈક અલગ જોવા મળે છે જેમાં સંસ્કૃતિ સાથે અલગ અલગ પરંપરા, રીતરિવાજો અને મહેમાનો સાથે ઠાઠમાઠ અને ડાન્સ નો ક્રેઝ જોવા મળતો હોય છે.દરેક લોકો આ ઇન્ડિયન વેડિંગ માં જઈ ને બહુ જ આનંદ ઉઠાવી લેતાં હોય છે સાથે જ જે વ્યક્તિના લગ્ન હોય તે અનેન્ટના માતા પિતા મહેમાનો ને આનંદ આવે તે માટે કઈ પણ કરવા તૈયાર હોય છે આથી જ તેઓ ભવ્ય આયોજન કરી લોકોના મોઢે વખાણ સાંભળ્તા હોય છે અને લગ્નને યાદગાર બનાવી દેતા હોય છે.માત્ર ભારતમાં જ નહિ પરંતુ હવે તો ભારતના રહેવાસી કે જે અમેરિકા કે અન્ય દેશમાં રહેતા હોય તેઓ ત્યાં પણ ભારતીય લગ્નની એક ઝલક બતાવવાનું ભૂલતા નથી અને આજે કઈક આવો જ વીડિયો સામે આવી રહ્યો છે.
જેમ ભારતિય લગ્નમાં લોકો વરઘોડો નીકળતા જ જોવા માટે ઘરની બહાર નીકળી જાય છે તેમ આજે ન્યુયોર્ક માં પણ એક ભારતીય લગ્ન એ દરેક લોકોનું ઘ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમા મહેમાનો જોશ અને ઉત્સાહથી આ લગ્નનો ભરપુર આનંદ ઉઠાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.જેમાં ઘણા ભારતીય અમેરિકાની ન્યુયોર્ક ના રસ્તાઓ પર ડાન્સ કરી અને પોતાના પરંપરાગત કપડાઓમાં સજ્જ થઈ જૂમી રહ્યા હતાં.આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર સૂરજ પટેલે શેર કર્યો છે.સૂરજ પટેલ અમેરિકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર છે.જેને જોઇને મોટા ભાગના લોકો ભારતીય સંગીત પર થનગનતા જોવા મળી રહ્યાં છે.
આ લગ્ન સૂરજ ના ભાઈના હતા ને વરઘોડા દરમિયાન ડાન્સ કરતી વખતે તેમને ન્યુયોર્ક ના આખો બ્રોડવે બંધ કરી દિધો હતો.આ વીડિયોમાં વર કન્યા પર બહુ જ મસ્ત થઈને નાચતા નજર આવે છે.સૂરજ પટેલે કેપશનમાં પોતાની ભાવના રજૂ કરતાં લખ્યું હતું કે મારું હૃદય છલકાઈ ગયું છે, કારણ કે મારો પરિવાર મારા ભાઈના લગ્ન માટે આવા અવિશ્વસનીય પ્રસંગ માટે અહીં આવ્યો છે, NYCની શેરીઓમાં ખૂબ જ પ્રેમ અને ઊર્જા છે.આ વરઘોડા દરમિયાન બહુ જ ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો અને અનેક મહેમાનો ઉમટી પડયા હતાં. આ વીડિયો જોઈ ઘણા લોકો પ્રસન્ન થઈને લગ્નને શાનદાર કહી રહ્યા છે તો ઘણા લોકો રસ્તો રોકી દીધો હતો આથી ગુસ્સો વ્યકત કરતાં જણાય છે.
એક યુઝર્સ કમેન્ટ કરી હતી કે તમને વ્યક્તિગત ઇવેન્ટ માટે બ્રોડવે બંધ કરવાની મંજૂરી કેમ આપવામાં આવે છે? શું આ લોકો માટે ગંભીર તકલીફ નથી?જ્યારે અન્ય એક યુઝર્સ એ લખ્યું છે કે શટડાઉન કેપ્શને આ પોસ્ટને વાસ્તવિક ઘટના કરતાં પણ વધુ નુકસાન પહોંચાડ્યું છે. સાથે જ અન્ય એક ત્રીજા યુઝરે કમેન્ટ કરી લખ્યું હતી કે આ દરમિયાન કેટલાય લોકોને મુશ્કેલી પડી હસે. દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ, પરીક્ષા માટે રાહ જોતો બાળક અને કામ પર જતાં લોકો મોડા પડ્યા હશે.આ વિડિયોને જોઇએ અનેક લોકોએ વીવીધ રીએકશન આપ્યા છે અને સાથે જ આ શાનદાર લગ્નના વિડીયોને એનેક લાઇક્સ મળી છે.
View this post on Instagram