આવા લગ્ન અંબાણી પરીવાર પણ નો કરાવી શકે ! સાબરકાંઠામા 50 થી વધુ ઉંમરના દંપતિ ઓ ને ફરી…
મિત્રો જો વાત કરવામાં આવે તો આજના સમયમાં પણ લોકો એક બીજાનું માન સંમાન કરવા માટે અલગ અલગ રીતે ઉજવણીઓ કરીને અનોખી ભેટ આપીને કરતા હોઈ છે તેવીજ રીતે હાલ લગ્નોત્સવની અનોખી ઉજવી સામે આવી રહી છે જ્યાં સીનીયર સીટીઝન એસોસિએશને 50 પ્લસના 28 દંપતીઓનું સન્માન કર્યું; દંપતીઓએ એકબીજાને ગોળ ખવડાવી ફૂલહાર કર્યા. જેની ચર્ચા હાલ ચારેય બાજુ જોવા મળી રહી છે તેમજ તસવીરો પણ સોશિયલ મીડીયા પર ખુબજ વાયરલ થઈ રહી છે.
તમને જણાવીએ તો આ લગ્નોત્સવનોં પ્રસંગ હિંમતનગરના ઉમિયા માતાજીના મંદિરમાં યોજાયો હતો જ્યાં 28 દંપતીઓ માતાજીના દર્શન કર્યા બાદમાં પરિજનો અને સભ્યો સાથે દંપતીઓ ઢોલના તાલે વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું. આ દંપતીઓ પરિજનો સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ઉમિયા માતાજીના મંદિરના સભાખંડમાં અભિવાદન અને સન્માન સમારંભમાં પ્રવેશ કરતા 28 દંપતીઓ પર પુષ્પવર્ષા કરી હતી. એક તરફ લગ્ન ગીતો ગવાતા હતા તો બીજી તરફ દંપતીઓ પર પુષ્પવર્ષા વર્ષા થઈ રહી હતી અને દંપતીઓને અલગ બેસાડવામાં આવ્યા હતા.
આમ આ દંપતીઓ આગળ અંતરપટ રાખવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર પૂર્ણ થતા અંતરપટ દુર થયો અને શરુ થયા લગ્નના ગીતો અને તે દરમિયાન એક પછી એક દંપતીઓ વેડિંગ ખુરશીઓ પર બેસ્યા હતા અને ગોળ વડે એક બીજાને મોં મીઠું કરાવ્યું હતું અને ફૂલહાર કર્યા હતા જો વધુમાં વાત કરીએ તો સીનીયર સીટીઝન એસોસિએશન તરફથી તમામ દંપતીઓને મોમેન્ટો આપી હતી અને સંઘર્ષ નામનું પુસ્તક પણ આપવામાં આવ્યું હતું. આ અંગે પ્રમુખ ગીરીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજના જમાનામાં તો વિદેશમાં સવારે સગાઈ, બપોરે લગ્ન અને સાંજે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે
જોકે ત્યારે અમારા સીનીયર સીટીઝનો 60-60 વર્ષ દામ્પત્ય જીવન કેવી રીતે વીતાવતા હશે? આ પ્રશ્નાર્થમાં 28 દંપતીઓ સામે આવ્યા જેમનું અમે અભિવાદન અને સન્માન કરી લગ્નોત્સવની ઉજવણી કરી હતી. આ સન્માન અને અભિવાદન પ્રસંગમાં મહેમાન તરીકે સી.સી.સેઠ, મહામંત્રી રામા પટેલ, ઉપપ્રમુખ હરગોવિંદ પટેલ, રમીલા શાહ, મંત્રી રહીમ મીર, શિરીષ મિસ્ત્રી, અરવિંદ શાહ, ખજાનચી પરીક્ષિત વખારિયા, રામજી પટેલ, મહેશ પરમાર અને મહેશકુમાર પંડ્યા, કારોબારી સમિતિ સહીત સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો