બનાસકાંઠાની આ મહિલા અભણ હોવા છતાં ભલ ભલા જ્ઞાનીઓને વ્યવસાયમાં પાછળ છોડી દીધા ! આ વ્યવસાય કરીને કમાઈ છે કરોડો…

આજના સમયમાં મોટા મોટા યુવાનો ખુબજ અભ્યાસ કર્યો હોવા છતાં પણ બેરોજગાર જોવા મળતા હોઈ છે ત્યારે હાલ અમે એક એવી મહિલાની સ્ટોરી લઈને આવ્યા છીએ જે નીરક્ષર હોવા છતાં વર્ષે લાખો નહિ બલકે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આજના ભણેલા ગણેલા અને ડિગ્રીધારી યુવાનોને પ્રેરણા મળે તેવું કામ આ નિરક્ષર પશુપાલક મહિલા કરી રહી છે. તમને તેના વિષે જાણી ૧૦૦ % ગમશે આવો તમને વિગતે જણાવીએ.

જો વાત કરવામાં આવે તો આજના બદલાતા વાતાવરણ અને પાણીની અછતના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખેતીમાં વારંવાર નુકસાનના કારણે પરેશાન થઈ રહ્યા હતા. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ ખેતીની સાથો-સાથ પશુપાલનનો વ્યવસાય પણ શરૂ કર્યો. તેવામાં હાલ અમે જે મહિલાની વાત કરી રહ્યા છે તે બનાસકાંઠા જીલ્લામાં પશુપાલન કરી રહેલ નવલબેન ચૌધરી જેમણે ગત વર્ષે બનાસડેરી માં સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ મહિલા તરીકેનો ખિતાબ મેળવ્યો છે તેમજ આજે સમગ્ર એશિયામાં સૌથી વધુ દૂધ બનાસ ડેરી દ્વારા પૂરું પાડવામાં આવે છે. જેમાં એશિયાની નંબર વન બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા બનાસકાંઠા જિલ્લામાં નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ પશુપાલન ક્ષેત્રે મહિલાઓ દર વર્ષે કરોડો રૂપિયાની આવક મેળવી રહી છે.

તેમજ ઉલ્લેખનીય છે કે નવલબેનની ઉમર 62 વર્ષ હોવા છતાં આખો દુબવસ કામ ક્ર્ત્યાં નજર આવી રહ્યા છે જેને કોઈ પણ બીમારી કે પછી શરીરની નબળાઈ પણ જોવા મળટી નથી. આજે પણ તેઓ સવારે 4 વાગે ઉઠીને તેમના તબેલામાં પહોંચી જાય છે. અને પછી શરૂ થાય છે તેમનો આ પશુપાલનનો બિઝનેસ. આ વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખુબ સરસ વિકસાવ્યો છે. થોડાક વર્ષો પહેલાં બાપ-દાદાએ આપેલા માત્ર 25થી -30 પશુઓ રાખતા નવલબેન આજે 200 જેટલા પશુઓ રાખે છે. તેઓ રોજનું અત્યારે 1000 લીટર અને શિયાળાની સીઝનમાં 1200 લીટર દૂધ બનાસ ડેરીની દૂધ મંડળીમાં ભરાવે છે અને મહિને રૂપિયા 11 લાખની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે. આમ દૂધના ધંધા માંથી પણ આવી સારી એવી કમાણી થાય છે

નવલબેન જણાવે છે કે, મારા બાપ-દાદાના 25 થી 30 પશુઓ હતા. જે પશુઓમાંથી નફો કરી સરકારી લોન કરી, પાક ધિરાણ કરી અને તે સમયે પાણી સારું હોવાના કારણે ખેતીવાડીમાંથી પશુધન એકત્ર કરેલ. હાલ નાના મોટા 200 પશુઓ છે. જેમાં100 ભેંસ 40 ગાયો અને અન્ય પશુઓ છે.આ તમામ પશુઓને સાંભળવા માટે 5 ઘરોનો પરિવાર છે. જે પરિવારને 1.50 લાખનો પગાર મહિને ચુકવવામાં આવે છે.સાથે સાથે અમારો આખો પરિવાર તેમને મદદ કરે છે. આ તમામ પશુઓ માટે સવારે 4 વાગે આવીએ છીએ અને 8 વાગે જઈએ છીએ.અને સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી કામ કરીએ છીએ.40 પશુઓથી શરૂવાત કરી હતી જેમાં મને પશુઓનો શોખ હોવાના કારણે હાલ 200 પશુઓ એકત્ર કર્યા છે.અમે એક દિવસમાં 1 હજાર લીટર દૂધ ભરાવીએ છીએ. જેનો પગાર મહિને 11 લાખ રૂપિયા આવે છે.જેના 1 વર્ષે 1 કરોડ 10 લાખ રૂપિયા થાય છે.

આ સાથે વધુમાં જણાવ્યું કે હું એક પણ ચોપડી અભ્યાસ કરેલ નથી તેમ છતાં દર મહિને લાખો રૂપિયા પશુપાલન માંથી કમાઉ છું. મારા પરિવારમાં ચારે દીકરાઓને અભ્યાસ કરાવ્યો છે.તે તમામ લોકો મને પશુપાલનમાં મદદ કરે છે.અન્ય મહિલાઓ કે જેમની પાસે કોઈ રોજગાર નથી તે મહિલાઓ 2 પશુઓ લાવી વ્યવસાય શરૂ કરે તો ઘરનું ગુજરાન ચાલી શકે તેમ છે.આગળ મારી ઈચ્છા છે કે હજુ પણ હું આગળ પશુઓ વધારી 2 કરોડ રૂપિયા કમાવવાની ઈચ્છા છે. તેમજ જણાવ્યું કે પશુપાલન ક્ષેત્રે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, બનાસડેરીના ચેરમેન શંકરભાઇ 3 એવોર્ડ, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એવોર્ડ મળેલ .એશિયામાં સૌથી વધુ દૂધ બનાસડેરીમાં અમે ભરાવીએ છીએ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *