એક શ્રાપ ના લીધે આજે પણ આ ગામ ના લોકો ઠીંગણા જન્મે છે ! જાણો કોણે આપ્યો હતો આવો શ્રાપ…
આખી દુનિયામાં અનેકો એવી બાબતો હશે જેનાથી આપણે અજાણ્યા હસું તે બાબત વિષે આપણે કઈ પણ જાણતા જ ના હોઈએ .આવા ઘણી બાબતો હોય છે જેના વિષે મનુષ્યોને જાણવાની જીજ્ઞાસા હોય છે પરંતુ તેને આવી માહિતી મળી સકતી નથી આજે અમે તમને એક એવી જ સંગત કરતી એક બાબત વિષે જણાવવા ના છીએ .આ એક એવું રહસ્ય છે જે હર કોઈ જાણવા માંગતું હશે .
આજે આવા જ એક રહસ્ય સાથે જોડાયેલા આ ગામના લોકોની આપણે વાત કરવા જવાના છીએ જ્યાં આ ગામના તમામ લોકો ની ઉચાઇ નાની જોવા મળે છે આ ગામને શાપિત ગામ માનવામાં આવે છે . કારણ કે ગામમાં માત્ર વામન બાળકો જ જન્મ લે છે . આશ્ચર્ય ની વાત તો એ છે કે આ આખા ગામમાં માત્ર વામન લોકો જ વસે છે એટલે આ ગામ ને શાપિત કહેવામાં આવે છે .
આ ગામ ચીનમાં આવેલું છે , આ ગામ માત્ર ચીનમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં એક રહસ્ય બની ગયું છે . આ શાપિત ગામ ચીનના સિચુઆન પ્રાત માં આવેલું છે . તેનું નામ યાંગસી છે . તમને જણાવી દઈએ કે આ યાંગસી ગામના ૫૦ % લોકો આવા વામન જ જોવા મળે છે . આ ગામમાં મોટાભાગની વસ્તી નાના કદ જ ધરાવે છે તેમની કુલ લંબાઈ ૨ ફૂટથી માત્ર ૩ ફૂટ સુધીની છે .
એવું કહેવાય છે કે ચીનના આ ગામના બાળકોની ઉચાઇ પણ ૭ વર્ષની ઉમર સુધી સામાન્ય વધે છે , પરંતુ તે પછી અટકી જાય છે એટલે કે તેમની લંબાઈ ૨ ફૂટથી ૩ ફૂટ ૧૦ ઈચ સુધી રહે છે અને પછી તેમની લંબાઈ ને બ્રેક લાગી જાય છે , આમાં ઘણા એવા પણ લોકો છે જેમની ૧૦ વર્ષની ઉમર સુધી ઉચાઇ વધે છે .આ ગામની આજુબાજુના ગામો નું કહેવું છે કે આ ગામ કોઈ અશુભ શક્તિની છાયા માં છે .
જેના કારણે અહીના લોકોની ઉચાઇ વધતી નથી .બીજી બાજુ એવું પણ માનવામાં આવે છે કે ,આ ગામ પ્રાચીન કાળથી શ્રાપિત છે , જેની અસર આજે પણ આ ગામના અહી જન્મતા બાળકોમાં જોવા મળે છે .જોકે છેલ્લા ૬૦ વર્ષોમાં , લોકોના વામન થવા પાછળ નું કારણ સુ છે તે વિષે કઈ જાણવા મળ્યું નથી . વિજ્ઞાનીકો એ પણ તેને જાણવાનો પ્રયાસ કર્યો પણ તેમને તેમાં સફળતા મળી નહિ અને આ રહસ્ય હજુ કોઈ જાણી શક્યું નથી .
આ ગામના વડીલોનું કહેવું છે કે ઘણા દાયકાઓ પહેલા આ ગામમાં બહુ ખતરનાક બીમારી ફેલાઈ હતી આ બીમારીના કારણે આજે પણ આ ગામના બાળકોની ઉચાઈ થોડો સમય બાદ અટકી જાય છે. ચીનના આ ગામમાં છેલ્લા ૬૦ વર્ષથી આ થઇ રહ્યું છે , આ ગામના લોકો નું વામણા હોવા અંગે ઘણીવાર સંશોધનો પણ થયા હતા , પરંતુ આજ સુધી વેજ્ઞાનિકો આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી .
એટલું જ નહિ , ગામના પ્રાકુતિક સંસાધનો પર અનેક વાર સંસોધનો થયા છે પરંતુ સકારાત્મક પરિણામ મળી શક્યા નથી .કેટલાક વૈજ્ઞાનિકો યાંગસી ગામ વિષે કહે છે કે , તેની જમીન નું તાપમાન વધારે જેના કારણે લોકોની ઉચાઇ વધતી નથી , તે જ સમયે ડવાફીઝ્મ નું કારણ તે ઝેરી વાયુ હોઈ સકે છે જે જાપાનને ઘણા વર્ષો પહેલા ચીનમાં છોડેયુ હતું . કારણ ગમે તે હોય પરંતુ આજે પણ આ રહસ્ય અંકબંધ જોવા મળ્યું છે જેનો કોઈ ઉકેલ મેળવી શક્યા નથી .