ક્યારેય મોતી ની ખેતી જોઈ છે ?આવી રીતે થાય છે મોતી ની ખેતી અને લાખો રુપીઆ ની કમાણી…
જો કોઈ પણ કામ ને મહેનત, હિંમત, લગન, ધેર્ય અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો મુશ્કેલમાં મુશ્કિલ કામ પણ સરળતાથી થઈ જાય છે.અને તમને તેમાં તરક્કી જરૂર મળે છે. ઘણા લોકો ખેતીને આજના સમયમાં એક સમયની બરબાદી તરીકે જોવે છે.તો ઘણા લોકો એવા પણ છે જે ખેતી પર જ આધાર રાખે છે. આજ માં સમયમાં પણ લોકો ખેતીને પ્રાધાન્ય આપીને અનેક નવી નવી વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે જેના વિશે આપણે જાણીને વિશ્વાસ પણ ના કરી શકાય.
આજે આપણે એક એવા વ્યક્તિ નીવાત કરવા જઈ રહ્યા છીએ કે જે એક સમયે વેચી જીવન જીવી રહ્યો હતો.પરંતુ તેને જોઈએ એટલી કમાઈ ના થવાથી તેને આ ધંધો મૂકી ને કઈક નવું કરવાનું નક્કી કર્યુ અને ત્યાર પછી તેણે ગૂગલ પર કમાઈ કરવા માટેના નવા નવા વિકલ્પ ગોતવાના શરૂ કર્યા.જેમ તેઓને મોતીની ખેતી કરવાનો આઈડિયા વધુ પસંદ આવ્યો.
આપણે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના રેનવાલ માં રહેનાર નરેન્દ્ર કુમાર ગરવા ની.જેને પૈસા કમાણી ની શરૂઆત પુસ્તકો વેચીને કરી હતી.પરંતુ તે કામથી તેમને સંતોષ મળયો નહી આથી તેમણે ગૂગલ પર નવી રીતે કમાણી કરવાના વિકલ્પો જોવા લાગ્યા અને તેમાં તેમને મોતીઓની ખેતી કરવાનો વિકલ્પ પસંદ આવ્યો અને તેમણે આ ખેતી કરવાનું નક્કી કર્યું.
નરેન્દ્ર કુમારે જ્યારે મોતીની ખેતી કરવા માટેનું સંશોધન કર્યું તો તેમને જાણકારી મળી કે રાજસ્થાન માં બહુ જ ઓછા લોકો આ પ્રકારની ખેતી કરે છે.મોતીની ખેતી કરતા પહેલા તેમણે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફ્રેશ વોટર એકવાકલ્ચર ( CIFA )ના મુખ્યાલય માં જઈ તાલીમ લીધી.ત્યાંથી પાછા ફરી તેણે ૩૦-૩૫ હજારનું નાનું રોકાણ કરી આ ખેતીની શરૂઆત કરી હતી.
તમને જણાવી દઇએ કે CIFA નામની સંસ્થા ઓડિશા માં આવેલી છે.અને તેમાં સીપ( છીપલાં) થી ખેતી કરવાની તાલીમ ૧૫ દિવસ સુધી આપવામાં આવે છે.સૌથી પહેલા તો નરેન્દ્ર કુમાર મુંબઈ, ગુજરાત અને કેરળ ના માછીમારો પાસેથી સીપ મેળવતા હતા .અને આ સીપ ને તેઓ પોતાના પ્લોટની અંદર બનાવાયેલા નાના નાના તળાવો માં નાખી દેતા હતા.તેઓ લગભગ ૧૦૦૦ સીપ એક સાથે રાખે છે.આથી લગભગ એક વર્ષ કે દોઢ વર્ષમાં તેમને ગોળ આકર્ષક ડીઝાઇન ના મોતી મળી જતા હતા.
તેઓ જણાવે છે કે દર વર્ષે ૨૦ % સીપ બગડી જાય છે.પરંતુ તેમની તકનીક સારી હોવાના કારણે તેમને સારી ગુણવત્તા માં મોતી મળી જાય છે.જેનાથી તેમના નુકશાનની ભરપાઈ થઈ જાય છે. નરેન્દ્ર કુમાર એક નાની એવું જગ્યામાં મોતીની ખેતી કરીને વર્ષે ૪-૫ લાખની કમાઈ કરી રહ્યા છે.જો આ ખેતીને મોટા પ્રમાણમાં કરવામાં આવે તો તે વધારે કિંમત અપાવી શકે છે.તેમજ મોતીઓ ના બજારમાં સારા અને ટકાઉ મોતીઓની માંગ વધુ જોવા મળે છે.હાલમાં નરેન્દ્ર કુમાર આ ખેતી ૩૦૦ ગજના એક પ્લોટમાં કરી રહ્યા છે
આટલી નાની જગ્યા માંથીંજ તેઓ દર વર્ષે ૫ લાખ સુધીની કમાઈ કરી શકે છે. નરેન્દ્ર કુમાર એ આ અનોખી મોતીઓની ખેતી કરીને એક અલગ ઓળખાણ ઊભી કરી છે.તેમના કામને કૃષિ મંત્રી પ્રભુલાલ સૈની અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમત્રી વસુંધરા રાજે આ ખેતીની પ્રસન્ના કરી રહ્યા છે.આજે તેમને સરકાર દ્વારા આ કામ માટે મદદ પણ કરી છે.તેમની ખેતીની સફળતાને જોઈ અન્ય લોકો પણ આ ખેતી કરવા તરફ ખેચી આવ્યા છે.અત્યાર સુધીમાં નરેન્દ્ર કુમાર અત્યાર સુધીમાં ૧૦૦ થી પણ વધુ લોકો ને મોતીની ખેતી કરવાની તાલીમ આપી દીધી છે.અને સાથે જ જરૂરિયાત ધરાવતા લોકોને રોજગારી આપવાનું કામ પણ કરી રહ્યા છે.