દરેક પુરુષને સુંદર મહિલા ગમતી હોઈ છે ! બબીતાજી વિશે જેઠાલાલે એવુ નિવેદન આપ્યો કે જાણી ને તમે પણ….

ભારતનો લોકપ્રિય શો ‘તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં’ જે ખુબજ ફેમસ છે. અને તેમાં કામ કરી રહેલ અભિનેતા અને અભિનેત્રીઓ પણ ખુબજ સારા કલાકારો છે. જે તેઓની કોમેડી અને એક્ટિંગ થી લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દેતા હોઇ છે. સીરીયલના જેઠાલાલ જે લોકોના ખુબજ પસંદિદા કલાકાર છે જેનું નામ દિલીપ જોષી અને તેણે મીડિયા સાથે વાતચિતમાં જેઠાલાલ અને બબીતાના સીરીયલ અંગે ખાસ વાત કરી છે. આવો તમને તે વાત વિષે રૂબરૂ કરાવ્યે.

દિલીપ જોષી એ કહ્યું હતું કે ‘મારી પાસે એટલો ટાઈમજ નથી કે હું સોશિયલ મીડિયા પર એક્ટીવ રહું અમે રોજના ૧૨-૧૨ કલાક શુટિંગ કરીએ છીએ. પછી ઘરે જઈએ છીએ. ઘરે જઈને પરિવાર સાથે સમય પસાર કરું છુ. સોશિયલ મીડિયા એવું છે કે જો તમને તેની એક વાર લત લાગી ગઈ તો તે પછી તમને છોડતું નથી.’ તેમજ આગળ જણાવતા કહે છે કે ‘ભગવાનની અમારા પર કૃપા છે અને ખાસ કરીને આસીતભાઈ પર. તેમણે વર્ષો પહેલા આ શો બનાવવાનું નક્કી કર્યું હતું. અને અમને તે શો માં એક્ટિંગ કરવાની તક મળી છે. દર્શકો અમારો શો જુએ છે અને અમાર શોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આમ ૧૪ વર્ષથી આ સીરીયલ સફળતાપૂર્વક ચાલી રહી છે.

તેમજ વધુમાં તેમણે કહ્યું  કે ‘ જ્યારે અમે આ શો શરુ કર્યો ત્યારે ત્યારે સીરીયલમાં બબીતાજી અને જેઠાલાલ ના સબંધો બતાવવામાં આવ્યા ત્યારેજ હું એક વાતને લઈને સ્પષ્ટ હતો કે અમારા સબંધો માર્યાદા બહાર નહિ જાય સબંધોમાં એક પાતળી લાઈન હોઈ છે, જો તે સહેજ પણ ઉમર નીચે ગઈ તો તે વલ્ગર દેખાઈ આવે છે. તે ઝેર જેવું લાગે છે આમ તો દરેક પુરુષને સુંદર મહિલા ગમે છે. પુરુષના મનમાં આનાથી વધારે કાઈપણ હોતું નથી. તેના મનમાં દ્વેષ પણ હોતો નથી.

આમ જો બે પરુષો મિત્ર બની શકે તો શું પુરુષ અને એક મહિલા મિત્ર નાં હોઈ. હું આ અંગે ઘણું ધ્યાન રાખું છુ. એકવાર હું ગુજરાતમાં કયાંક શુટિંગ કરવા ગયો હતો. એ સમયે કેટલી મહિલાઓ આવી હતી. આ મહિલાઓ દાદીમાની ઉમરની હશે. તેમણે મને કહ્યું કે તેમને મારો અને બબીતાજીનો સ્ટોરી એંગલ ઘણોજ ગમે છે જો તે જનરેશનને આ એંગલ ગમતો હોઈ તો અમે સાચી દિશામાં છીએ તેમ મને લાગ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.