શતાબ્દી મહોત્સવ મા સૌનો પ્રિય “બુઝો” સુરતથી છે ! બાળ કલાકાર ની પ્રતિભા જાણી તમે પણ ચોકી જશો…જુઓ કેવુ જીવન જીવે છે

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નિર્માણ પામેલા પ્રમુખસ્વામી નગરની મુલાકાત લેનારાની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે. આ મહોત્સવમાં સેવાકાર્ય માટે હરિભક્તોમાં ભારે પડાપડી થઈ હતી. આ સેવાકાર્યમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે, જેમાંથી કેટલાક તો નોકરી છોડીને સેવા કરવા આવ્યા છે, તો કેટલાકે નોકરી જતી કરી છે. જ્યારે વ્યવસાય કરનારા હરિભક્તો અન્યને ધંધો સોંપીને હરિ ગુરુનો રાજીપો મેળવવા આવી ગયા છે. તેવામાં જો વાત કરવામાં આવે તો બાળકોને ત્યાં ખૂબ મજા પડે છે. તેમા પણ‘ધ વિલેજ ઓફ બુઝો’નામની 30 મિનિટની ફિલ્મ તો બાળકો માટે યાદગાર અનુભવ સમાન બની છે.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે આમ આ ફિલ્મમાં ટીવી એક્ટર મનીષ વાધવા અને સુહાસી ધામીને તો મોટા ભાગના લોકો ઓળખતા હશે. પરંતુ મુખ્ય પાત્ર એટલે કે ‘બુઝો’ નો રોલ કરનાર પર્વ ખખ્ખરને ભાગ્યે જ કોઈ ઓળખે છે. માત્ર એટલું જ નહીં, તેનું નામ પણ ભાગ્યે જ કોઈ જાણે છે. આજે આમે તમને તેના જીવનની સફળતા અને અમુક એવી વાતો જણાવશું જે તમે ભાગ્યેજ સાંભળી હશે. તમને પહેલા આ ફિલ્મ વિષે વાત કરીએ તો આ ફિલ્મ ધર્મેશ શાહ નિર્દેશિત ‘ધ વિલેજ ઓફ બુઝો’નો સ્ક્રિન પ્લે, ડાયલોગ અને સ્ટોરી પ્રખ્યાત ફિલ્મ રાઇટર પ્રકાશ કાપડિયા(દેવદાસ, બ્લેક,બાજીરાવ મસ્તાની, પદ્માવત, તાન્હાજી: ધ અનસંગ વોરિયર, ગંગુબાઈ કાઠીયાવાડી)એ લખ્યા છે. ‘ધ વિલેજ ઓફ બુઝો’માં ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ કરનાર સુહાસી ધામી અને ચાણક્ય સીરિયલમાં ચાણક્યનો રોલ કરનાર મનીષ વાધવાએ બુઝોના માતા-પિતાનો રોલ કર્યો છે.

તેમજ આ ફિલ્મમાં બુઝો તેમના માતા-પિતાને પૂછે છે કે,‘કોઈ ભી ચીઝ આસમાન મેં ઉછલતી હૈ વો નીચે હી ગીર જાતી હૈ પર આસમાન ક્યું નીચે નહીં ગીરતા’, ‘હમ પૈર સે ચલતે હૈ, પરીંદે પંખ સે ઉડતે હૈ, બાદલો કે પાસ ના તો પૈર હૈ ના પંખ તો વો કૈસે ચલતે હૈ’જો કે બુઝોના આ સવાલોના જવાબ તેના માતા-પિતા પાસે હોતા નથી. રિલની જેમ રિયલ લાઇફમાં પણ બુઝો એટલે કે પર્વ ખખ્ખર આવો જ છે. દિવ્ય ભાસ્કરે ‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોનું પાત્ર ભજવનાર 8 વર્ષના પર્વ ખખ્ખર, તેમના માતા રિદ્ધી ખખ્ખર, ફિલ્મના રાઇટર પ્રકાશ કાપડિયા, ફિલ્મમાં બુઝોના માતા-પિતાનો રોલ કરનાર મનીષ વાધવા અને સુહાસી ધામી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

આમ આ સાથે જો તમને જણાવીએ તો બૉલીવુડ ફિલ્મ કરી ચૂકેલા ‘બુઝો’ની રિયલ લાઈફની તો મૂળ અમરેલીના દામનગરના વતની એવા પર્વ(બુઝો) ખખ્ખર કે જે બુઝોનો રોલ પ્લેય કરે છે તેનો પરિવાર હાલ સુરતમાં રહે છે. તેમના પિતા નીરવ ખખ્ખર હાર્ડવેરની દુકાન ચલાવે છે જ્યારે માતા રિદ્ધિ ખખ્ખર ગૃહીણી હોવા સાથે બ્યુટી પાર્લર ચલાવે છે. પર્વએ ક્રાઇમ પેટ્રોલથી લઈ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેની આગામી ફિલ્મ દેશમાં વસ્તી વિસ્ફોટ પર આધારિત અને ચર્ચામાં આવેલી‘હમ દો હમારે બારાહ’છે. આમ આ સાથે ‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોનો રોલ મળવા અંગે તેમના માતા રિદ્ધિ ખખ્ખરે જણાવ્યું કે,‘અમારે સંતાનમાં પર્વ એક જ દીકરો છે. પર્વ પહેલેથી જ એક્ટિંગ કરે છે. તેમણે ઘણા બધા ફેશન શો કરેલા છે. તેમજ ક્રાઇમ પેટ્રોલમાં પણ કામ કર્યું છે. કાસ્ટિંગવાળા દ્વારા આ રોલ મળ્યો હતો. પર્વ એલ.એચ.બોઘરા શિશુ વિહાર ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે આઠ વર્ષનો છે’ તેઓએ વધુમાં જણાવ્યું કે તેમણે આગળ કહ્યું કે, ‘આ સ્ક્રિપ્ટ આવી એટલે અમે એમ જ કીધું કે આ ફિલ્મમાં બુઝોનું જે પાત્ર છે ને પર્વ રિયલ લાઇફમાં પણ એવો જ છે. તે સતત પ્રશ્નો કરતો જ રહે છે. તે મારી દરેક વાત માને છે, ક્યારેક જીદ કરે છે. તે મને તમે જ કહીને સંબોધે છે. ફિલ્મમાં માતા-પિતાથી છુપાઈને જે રીતે બુઝો ચાલ્યો જાય છે તેનાથી ઉલટું પર્વને હું ના પાડી દઉં કે નથી જવું બહાર તો તે ન જાય’

આમ આ સાથે જાણવા જેવી બાબત છે કે ર્વને એક્ટિંગમાં રસ કેવી રીતે પડ્યો તે અંગેના સવાલના જવાબમાં રિદ્ધિ ખખ્ખરે જણાવ્યું કે, લોકડાઉન સમયે તે 6 વર્ષનો હતો અને એ સમયે તેમના વીડિયોઝ બનાવતા હતા. અમે તેને કહેતા કે દીકરા તારે એક્ટિંગ કરવાની છે પણ તે ગંભીરતાથી લેતો નહોતો અને કહેતો કે ઓકે કરી લઉં. પરંતુ જ્યારે તે વીડિયો કરે ત્યારે એમ લાગે કે આમણે એક્ટિંગનો કોર્સ કર્યો હશે? ફિલ્મમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પણ પછી તો તે ફટાક દઈને કરવા લાગ્યો. પર્વ અડધા કલાકમાં જ એક્ટિંગ સાથે એક પેઇજના ડાયલોગ કરી દે છે. તે સ્ટડીમાં પણ હોંશિયાર છે અને તેને 94 ટકા આવે છે. તેની સાથે સાથે તેનું હિરો બનવાનું પણ સપનું છે. તેને તેમના ડેડી જ બધું શીખવે છે.

તેમજ આ સાથે પ્રમુખસ્વામી શતાબ્દીમાં જ્ઞાન વત્સલ સ્વામી સાથે થયેલી મુલાકાત અંગે પર્વના માતાએ કહ્યું કે, અમે સત્સંગી નથી પણ હું જ્ઞાન વત્સલ સ્વામીને ફોલો કરું છું. હું તેમની મોટિવેશનલ સ્પીચ સાંભળતી હોવ છું એટલે પર્વ પણ તે સાંભળતો એટલે તેમણે કહ્યું કે હું જ્ઞાન વત્સલ સ્વામીને મળીશ અને ડાયરેક્ટર ધર્મેશ શાહને કહ્યું કે, મને જ્ઞાન વત્સલ સ્વામીને મલાવશોને? મહંત સ્વામીને તો મળી જ લીધું હતું. તેને ઘણાં સમયથી તિલક કરવાની ઇચ્છા હતી પણ એટલે જ્ઞાન વત્સલ સ્વામીને કહ્યું કે પહેલીવાર તમે તિલક કરી દો પછી જ હું નિયમિત તિલક કરીશ. ત્યાર બાદ તેમને જ્ઞાન વત્સલ સ્વામીએ તિલક કરી દીધું હતું, હાલ તે દરરોજ તિલક કરીને જ સ્કૂલે જાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *