ફેમસ ક્રિકેટર કે.એલ.રાહુલ હવે લગ્ન કરશે આ બોલીવુડની અભિનેત્રી સાથે…જાણો ક્યારે છે લગ્નની તારીખ…

હાલના સમયમાં બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓના લગ્ન થતા જોવા મળે છે અને તે અંગેની વાતો સોશિયલ મીડિયામાં ફરતી રહતી હોય છે તેવામાં હાલ ખૂબ જાણીતા અને સફળ બૉલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અને એક બોલીવુડની અભિનેત્રી અથિયા શેટ્ટીના લગ્ન ખૂબ જ જાણીતા અને જોરદાર ક્રિકેટર એવાં કે એલ રાહુલ સાથે થવા અંગેની કેટલીક અફવાઓ બહાર પડી છે, તો ચાલો જોઈએ શુ છે સમગ્ર ઘટના…

થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ વચ્ચેના લગ્ન ડિસેમ્બરમાં થવા જઈ રહ્યા છે .આ અફવાઓ વચ્ચે અથિયા નો ભાઈ અહાન શેટ્ટી માહિતી આપતા જણાવે છે કે “અમે આવી કોઈ ઉજવણીનું આયોજન કરવા જઈ રહ્યા નથી. જોકે અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ વચ્ચે લાંબા સમયથી રિલેશનમાં હોવા અંગેની અફવાઓ સામે આવી હતી .જોકે એક માહિતી અનુસાર ગત વર્ષે જ્યારે તેઓ અહાન શેટ્ટીની ફિલ્મ તડપના પ્રીમિયરમાં હાજરી આપી ત્યારે તેમણે તેમના સંબંધોની વાત જાહેર કરી હતી. ઉપરાંત આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બંનેએ રેડ કાર્પેટ પર એકસાથે પોઝ પણ આપ્યા હતા

હાલમાં, દૈનિક ભાસ્કર સાથે થયેલી એક વાતચીતના દોરમાં અહાને એવું જણાવ્યું હતું કે, “અમે દર વર્ષે અમારા નાનુના ઘરે ઈદ ઉજવવા જઈએ છીએ. અને અમે તેને વ્હાલથી અબ્બુ કહીએ છીએ.ઉપરાંત અમે ત્યાં જ ભોજન લઈએ છીએ. જોકે જ્યાં સુધી અથિયા ના લગ્નની વાત છે ત્યાં સુધી હાલ આ અંગે કોઈ વ્યવસથા કે વિચારસરણી કરવામાં આવેલ નથી ઉપરાંત આ અંગે અમે કોઈ વિધિ પણ કરેલ નથી, આ બધી લોકો દ્વારા ઉડાવેલી અફવાઓ છે. જ્યારે કોઈ લગ્ન જ ફિક્સ નથી, તો અમે તમને તારીખ કેવી રીતે જણાવી શકીએ?ઉપરાંત અમે સગાઈ પણ નક્કી કરી નથી અને અમારો આ અંગે અત્યારે અને હવે પછીના થોડા મહિનામાં પણ લગ્ન અંગે અમારો કોઈ જ પ્લાન કે વિચાર નથી.આવું તેમણે જણાવ્યું.

આ ઉપરાંત હાલમાં જ ‘BollywoodLife.com’ના એક આર્ટિકલમાં એવું જણાવવામાં આવ્યું છે કે અથિયાના પિતા સુનીલ શેટ્ટી તેમની પુત્રીના લગ્નને લઈને ખૂબ જ ઉત્સુક અને લાગણીશીલ છે. ઘણા લાંબા સમયના અરસા પછી શેટ્ટી પરિવારમાં કોઇ લગ્ન થવા જઈ રહ્યા છે અને આ પ્રથમ લગ્ન છે અને એક પિતા તરીકે કે એ એવું ઈચ્છે છે કે લગ્નમાં બધું જ પરફેક્ટ અને બેસ્ટ બને.એક રિપોર્ટ મુજબ એમ પણ જાણવામાં આવ્યું છે કે આ અભિનેતાએ આ ડિસેમ્બરમાં યોજાનાર શિયાળાના લગ્નની તૈયારી ખૂબ જ ઉત્સાહપૂર્વક શરૂ કરી દીધી છે.સુનિલ શેટ્ટીએ એવું જણાવ્યું છે કે અથિયાના આ ભવ્ય પ્રસંગ માટે એમણે શ્રેષ્ઠ હોટેલ્સ, કેટરર્સ અને ડિઝાઇનર્સનું બુકિંગ કરવામાં આવ્યું છે. આ લગ્ન ખૂબ જ ભવ્ય રીતે ઉજવાશે આ ઉપરાંત લગ્નના તમામ પ્રસંગો મુંબઈની જુહુની ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામાં આવશે,અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી તમામ સેલિબ્રિટીને આમંત્રિત કરવામાં આવશે,અને આ મંગલ કપલને આશીર્વાદ આપવા માટે બોલિવૂડના એક્ટરો ,ઇન્ડિયાના ક્રિકેટરો ઉપરાંત કેએલ રાહુલની નજીકના ક્રિકેટરોને પણ હાજર રાખવામાં આવશે..જોકે જાણવાની બાબત એ છે કે થોડા દિવસો પહેલા આથિયાના એક નજીકના મિત્રએ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં એવું જણાવ્યું હતું કે, આ લગ્ન અંગેની વાત કે રિપોર્ટ પૂર્ણરૂપે સાચો નથી! આ વર્ષે કોઈ જ લગ્ન થવાના એંધાણ નથી.

જોકે વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો નવાઝુદ્દીન સિદ્દીકી સાથે 2019ની ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’માં એણે કામ કર્યું હતું.જોકે તેના પિતા સુનીલ શેટ્ટી હાલમાં જ એક તેલુગુ ફિલ્મ ‘ઘાની’માં જોવા મળ્યા હતા..જોકે આ બાબત અંગે તમારું શુ માનવું છે એ અમને જરૂર જણાવશો…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.