અમદાવાદના મશહુર ગુજરાતી કલાકાર જે. ડી. મજેઠીયા ને આજે ઓળખવા મુશ્કેલ થઇ ગયા છે ચાલો જાણ્યે તેમના વિષે .
ગુજરાતની ભૂમિ માંથી એવા ઉમદા કલાકારો એ જન્મ લીધો છે કે જેના કારણે ગુજરાતની રંગભૂમિનું ગૌરવ વધી ગયું છે . ગુજરાતી કલાકારો ની વાત જ કરવી અલગ છે તેઓ દરેક સેત્રમાં નામ આગળ કરતા જોવા મળ્યા છે .ગુજરાતી જ્યાં જાય ત્યાં તેઓ છવાઈ જાય છે . આવા જ મૂળ અમદાવાદના એક કલાકારની આપડે આજે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓને લોકો નામ થી કદાચ નહિ જ ઓળખે પરંતુ તેમના કામ થી લોકો તેમને જરૂર ઓળખતા જ હશે
આપડે જેની વાત કરી રહ્યા છીએ તે છે મૂળ ગુજરાતી કલાકાર જેઓ હિન્દી સીરીયલના નિર્દેશક છે અને હિન્દી સીરીયલ તથા હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કરેલો છે .આ કલાકાર એટલે જે. ડી. મજેઠીયા . જેમને ખીચડી સીરીયલ માં હિમાંશુ નું પાત્ર ભજવ્યું હતુ .લોક પ્રિય ધારાવાહિક ખીચડી સીરીયલમાં તેમણે કામ કરીને પોતાનું અલગ જ નામ બનાવ્યું હતું ,હિમાંશુ કોઈ સામાન્ય કલાકાર નથી પરંતુ તેઓ ઉમદા કલાકાર , નિર્માતા અને નિર્દેશક પણ છે . ચાલો આપડે તેમના જીવન વિષે જાણ્યે .
જમનાદાસ મજેઠીયા ઉર્ફે જે. ડી. મજેઠીયા નો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૬૯ માં અમદાવાદના ગુજરાતી પરિવારમાં થયો હતો .જેડી એ પોતાની કરિયરની શરૂઆત થીયેટર આર્ટીસ્ટ તરીકે કરી હતી . તેઓ ૨૦ વર્ષ સુધી રંગભૂમિ સાથે જોડાયેલા રહ્યા હતા . અભિનય પહેલા જે. ડી .એ માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે પણ કામ કર્યું હતુ . જે. ડી .એ પોતાની એક્ટર તરીકેની કારકિર્દી ની શરૂઆત ૧૯૯૧ માં ‘ચાણક્ય ’ સીરીયલ માં મલયકેતુ ની ભૂમિકાથી કરી હતી .
ત્યારબાદ તેઓ ‘કરિશ્મા કા કરિશ્મા’ માં જોવા મળ્યા હતા .જે. ડી ને ખરેખર સિદ્ધિ અને લોકપ્રિયતા ખીચડી સિરીયલથી મળી . ખીચડીમાં જે. ડી એ એક્ટર અને પ્રોડ્યુસર એમ બંને ની ભૂમિકા ભજવી હતી .તેમણે આતિશ કાપડિયા સાથે મળીને આ સીરીયલ બનાવી . જે.ડી. અને આતિશ કાપડિયા ખુબ જ સારા મિત્રો છે ,બંને ની જોડી કમાલ કરે છે . ખીચડી પહેલી એવી ધારાવાહિક છે જેના પરથી ફિલ્મ પણ બની છે .અને હિટ પણ થઇ છે .
આ સાથે જ ૨૦૦૪ માં આવેલું ‘સારાભાઇ વર્સેસ સારાભાઇ ’ પણ જે. ડી મજેઠીયા નું જ કલ્ટ ક્લાસિક શો છે .ગુજરાતી પરિવાર ને લગતી સીરીયલ “બા, બહુ ઓર બેબી “પણ જે. ડી મજેઠીયા દ્વારા જ બનાવેલી છે . જે આજે પણ લોકો ના દિલમાં વસે છે .હાલમાં જ સબ TV પર ‘ભાખરવડી’ નામની સીરીયલ લઈને આવ્યા છે . જેમાં તેના સારા મિત્રો પરેશ ગણાત્રા અને દેવેન ભોજાણી કામ કરી રહ્યા છે .
આ સીરીયલનો કોન્સેપ્ટ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે . તેમજ તેમની બીજી ધારાવાહિક ‘વાગલે કી દુનિયા ’ પણ ખુબ જ લોકપ્રિય સીરીયલ છે . તમને લાગશે કે તેઓ ગુજરાતી હોવા છતાં કેમ ગુજરાતી ફિલ્મોમાં કામ નહી કર્યું હોય તો અમે તમને જણાવી દઈએ કે , તેમણે ૨૦ વર્ષ સુધી ગુજરાતી નાટકોમાં કામ કર્યું અને એ નાટકો ની લીસ્ટ બહુ લાંબી છે .
તેમણે ગુજરાતી ફિલ્મો પણ કરી છે જેમાં , રંગાઈ જાને રંગમાં ,અમે મહિયર મારું લાખનું અને સાસરિયું સવા લાખનું આમાં ૨ ફિલ્મો બહુ યાદગાર રહી .તેમના અંગત જીવનમાં તેમની પત્ની નીપા મજેઠીયા છે તેઓને ૨ પુત્રીઓ છે કેશર અને મિશ્રી .હાલમાં જે. ડી વૈભવશાળી આનંદી જીવન પસાર કરી રહ્યા છે અને સીરીયલો ના નિર્દેશક તરીકે કાર્યરત છે .