પ્રખ્યાત કે પછતાવો ! એક યુટ્યુબરે જયારે બુલડોઝર પર એવો જબરો ડાન્સ કર્યો કે તેની ખોપરી ફાટી ગઈ અને…
ભારતમાં મહેનતુ અને તરકીબ લોકોની ખામી નથી. અહી તમને દરેક બાબતે કોઈ કારીગરી કરતો માણસ મળતો જોવા મળશે. ભારતમાં આવા અનેક લોકો હુનરબાજ જોવા મળે છે જે પોતાના મહેનતના કારણે ચર્ચામાં હોય છે અહી મહેનતી લોકો બહુ જોવા મળે છે જે પોતાના કરતબો ના આધારે દેશમાં પ્રખ્યાત થવા માંગતા હોય છે. આવો જ એક કિસ્સો આજે સામે આવી રહ્યો છે જેમાં આવા પ્રખ્યાત થવાના ચક્કરમાં પોતાના શરીરમાં જ ગંભીર રીતે ખામી ઉભી કરે છે અને જીવનભર તેનો પછતાવો કરવા મજ્બુર થઇ જાય છે.
બુલડોઝર ના સ્ટંટ દરમ્યાન એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો જેના આ ઘટના બન્યા ના ૨ વર્ષ પછી વ્યક્તિ એ બુલડોઝર ના ડ્રાઈવર પાસે ૮૦ કરોડના નુકશાન માટે કોર્ટ માં કેસ દાખલ કર્યો છે. બે પ્રખ્યાત યુટ્યુબર ને ખતરનાક સ્ટંટ કરતી વખતે તે સ્ટંટ અકસ્માતમાં ફેરવાઈ જવા પામ્યો હતો આ પછી ઘાયલ યુટુબર એ બીજા સાથી વ્યક્તિ પર કેસ કર્યો હતોં અને ભારે નુકશાની ની માંગ કરી છે.બુલડોઝર ચલાવનાર વ્યક્તિનું નામ ડેવિડ ડોબ્રિક છે તે સોશિયલ મીડિયા પ્રભાવક છે જયારે ઘાયલ થયેલા વ્યક્તિ નું નામ જેફ વીતેક છે. આ ઘટના ૨૦૨૦ ની છે અને તેની પાસેથી લગભગ ૮૦ કરોડ રૂપિયાના નુકશાન ની માંગણી કરી છે.
કોટમાં ચાલેલા કેસમાં ઘાયલ થયેલા જેફ એ જણાવ્યું કે આ વિદીયો ડેવીનના સોશિયલ મીડિયા કમબેક માટે શરૂ કરવામાં આવી રહ્યો છે. TMZ એ અહેવાલ આપ્યો છે કે આ સ્ટંટ કરવા માટે તેઓ અમેરિકાના ઉટાહ જઈ રહ્યા છે તળાવમાં એક સાથે બંને વ્યક્તિ સ્ટંટ કરી રહ્યા હતા ત્યારે તે માંથી એક બુલડોઝર ની ડોલથી લટકી રહ્યો હતો જયારે બીજો વ્યક્તિ મશીન ચલાવી રહ્યો હતો. બુલડોઝર ચલાવનાર વ્યક્તિ એ ડોલથી લટકતી વ્યક્તિ ને ફેરવવાનું શરુ કર્યું. આ દરમિયાન જ ડોલ પર લટકી રહેલો વ્યક્તિ બુલ્ડોઝરના હાથ સાથે અથડાઈ ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો.
જેફે દાવો કર્યો છે કે ડેવિડે સાથીઓ ને કહ્યું હતું કે તેઓ બુલડોઝર ની ડોલમાંથી લટકતું દોરડું પકડી લેશે અને તે તેમણે બુલડોઝર ની આસપાસ ફેરવશે . જેફે કહ્યું કે જયારે મારો વારો આવ્યો ત્યારે ડેવિડે સ્પીડ વધારી દીધી હતી જયારે ડેવિડને આ વાતની જાણ થઇ ત્યારે અચાનક જ તેણે બુલડોઝર ની સ્પીડ ઓછી કરી હતી જેના કારણે આ અકસ્માત થયો અને જેફ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેફે અગાઉ આ ઘટના વિષે જણાવ્યું હતું કે આ ઘટના મા તેનો પગ અને નિતંબ તુતી ગયા હતા. તેના પગમાં એક અસ્તીબંધન ફાટી ગયું હતું અને ખોપરી પણ ફાટી ગઈ હતી, તેણે એમ પણ જણાવ્યું હતું કે તેની એક આંખ લગભગ ગુમાવી દીધી છે.