નાની ઉમર મા પિતાનો સાથ ગુમાવનાર મણીરાજ બારોટ ની દીકરી રાજલ બારોટ આવી રીતે સિંગર બની ! જાણો તેમના વિશે

ગુજરાત ની ફેમસ ગાયક રાજલ બારોટ ને સૌ કોઈ ઓળખે છે. રાજલ બારોટ ને પોતાની કારકિર્દી બનાવામાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડયો છે. રાજલ બારોટ જયારે તેર વર્ષ ના હતા ત્યારે જ તેના પિતા મણીરાજભાઈ નું નિધન થય ચૂક્યું હતું. રાજલ બારોટે નાનપણ થી જ પિતા ની છત્રછાયા ગુમાવી દીધી હતી.

રાજલ બારોટ નો જન્મ પાટણ જિલ્લા ના બારવા ગામે થયો હતો. પિતાના અવસાન બાદ તેણે પોતાના પરિવાર ની જવાબદારી સારી રીતે નિભાવી છે. રાજલ બારોટ જયારે તેર વર્ષ ના હતા ત્યારથી જ ગીતો ગાવાના શરુ કરી દીધા હતા આજે તે ગીતો ની દુનિયા માં ખુબ જ નામના કમાય ચુક્યા છે. તેને સંગીત માં આગળ આવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે.

રાજલ બારોટ અત્યાર સુધીમાં બે હજાર થી પણ વધુ સ્ટેજ પરફોર્મન્સ આપી ચુક્યા છે. તે અત્યારે અમદાવાદ માં રહે છે અને અંદાજે તેની કમાણી મહિના ના ત્રણ લાખ જેટલી છે. પોતે પિતાની બધી જવબદારી નિભાવતા જોવા મળે છે તેણે થોડાક સમય પહેલા જ પોતાની બે બહેનો ના લગ્ન ની જવાબદારી નિભાવી હતી અને તેણે પોતે પોતાની બંને બહેનો નુ કન્યાદાન કર્યું હતું.

રાજલ બારોટ આજે ગુજરાત ના ફેમસ કલાકારો માના એક અને લોકો ના પ્રિય ગાયક જોવા મળે છે તેના ગીતો સાંભળી ને લોકો મંત્રમુગ્ધ થય જાય છે તેના ફોટા-વિડીયો-ગીતો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થતા હોય છે. આમ રાજલ બારોટ ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરીને આજે એક ફેમસ અને લોકો ના પ્રિય કલાકાર થઈ ચુક્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *