હર હર શંભુ ગીત ના વિવાદ અંગે ફરીદા મીરા એ આપ્યુ ચોંકવનારૂ નિવેદન ! કહ્યુ કે હુ મુસ્લિમ

જેમ તમે જાણોજ છો તેમ ઘણા સમયથી લોકો ધર્મને ખુબજ માનતા આવ્યા છે. અને હજી પણ માને છે તેમજ દેશમાં અવાર નવાર ધર્મની બાબતે લોકો લડતા ઝગડતા હોઈ છે. અને વિવાદ ઉભો કરી દેતા હોઈ છે. હાલ એક તેવોજ ધર્મને લઈને વિવાદ સામે આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શ્રાવણ માસમાં હાલ ‘હર હર શંભૂ’ ગીતની બોલબાલા છે. જો કે હાલ ઓરીજનલ સિવાય અન્ય એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આ ગીત એક મુસ્લિમ સિંગર ફરમાની નાઝ એ ગાઈને તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યું હતું અને એ પછી તેનું એ ગીત ઘણું વાયરલ થયું હતું.

પણ વાત કરીએ તો ફરમાની નાઝના આ ગીત પર વિવાદનું વંટોળ ઊભું થયું છે. કટ્ટર મુસ્લિમપંથી લોકો આ ગીત ગાવાનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા મુસ્લિમ સમર્થકો પણ સામે ગીતના વખાણ કરી રહ્યા છે. તેમજ એક રિપોર્ટ અનુસાર દેવબંધના મૌલાના ઈશાક ગોરાએ કહ્યું કે ‘ આપણે લોકતંત્રમાં છીએ, દરેકને પોતાનું કામ કરવાનો અધિકારી છે. ફરમાની નાઝ એક સિંગર છે. કોઈ ફતવો જાહેર કરવામાં આવ્યો નથી પણ હું એ પણ કહેવા માગું છું કે અમારો ધર્મ આ અનુમતિ નથી આપતો કે અન્ય ધર્મો માટે ભજન ગાય, આ શરિયતની સાથે સાથે ઈસ્લામ ધર્મના સિદ્ધાંતોની વિરુધ્ધ છે.’

આમ આ સાથે ફરમાની નાઝના ગીતનું સમર્થન કરતાં કહ્યું કે હું પણ એક મુસ્લિમ સિંગર છું. હું વર્ષોથી ભજન-ડાયરાઓ ગાઈ રહી છું. અગાઉ પણ ઘણા મુસ્લિમ સિંગર ગીત ગાઈ ચૂક્યા છે. કલાકારનો કોઈ ધર્મ હોતો નથી. મોહમ્મદ રફીએ પણ ભજનો ગાયા છે. માટે આ વિવાદનું કોઈ મૂળ જ નથી. કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ ફરમાની નાઝ પર સવાલ ઉઠાવતા ફરીદા મીર બચાવમાં આવ્યા છે. તેમજ સિંગર ફરમાની નાઝ એ કહ્યું હતું કે, ‘ એક આર્ટિસ્ટનો કોઈ ધર્મ નથી હોતો. જ્યારે હું ગીતો ગાઉં છું ત્યારે ધર્મ જેવી વાતોને ધ્યાનમાં નથી રાખતી.’ આ સાથે જ સિંગર ફરમાની નાઝ એ આગળ કહ્યું હતું કે, ‘ મોહમ્મદ રફીએ અને માસ્ટર સલિમે પણ ભક્તિ ગીતો ગયા છે.’ તમને જણાવી દઇએ કે હાલ સિંગર ફરમાની નાઝના એ ગીતનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સિંગર ફરમાની નાઝએ આગળ કહ્યું હતું કે, ‘ હું મર્યાદામાં રહીને જ ગીતો ગાઉં છું અને કોઈ ધર્મને નુકસાન નથી પંહોચાડતી. વર્ષ 2018માં મારા લગ્નથી મને એક દીકરો થયો હતો અને તેને બીમાર હતો. એ પછી મારા પતિ અને સાસરાવાળા લોકોએ મને છોડી દીધી અને મારો અને મારા દીકરાનો ખર્ચો ઉઠાવવા માટે મેં એક કલાકાર તરીકે ગીત ગાવાની શરૂઆત કરી દીધી હતી.મને તલાક આપનાર મારા પતિએ બીજા લગ્ન કરી લીધા અને બધા લોકોએ એમનો સાથ આપ્યો હતો. હું હાલ જે કઈ પણ કરી રહી છું એ મારા બાળકના ભવિષ્ય માટે કરી રહી છું.’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.