ગુજરાત ના ડાયરાના ગાયક ફરીદા મીર વિશે તમે જાણો છો તે ક્યાં રહે છે? તે કઈ રીતે આ ક્ષેત્ર મા આવ્યા?

ગુજરાત મા થતા ડાયરાની સાથે ઘણા કલાકારો નું નામ નામ જોડાયેલું છે. જેમાં કિર્તીદાન ગઢવી, રાજભા, કિંજલ દવે, ગીતાબેન રબારી વગેરે જેવા કલાકારો ના ડાયરાઓ લોકો ને સાંભળવા ગમતા હોય છે તેમાના એક કલાકાર એવા ફરીદા મીર વિશે વાત કરીએ. ફરીદા મીર નો જન્મ પોરબંદર માં થયો હતો. ફરિદા મીરે સૌ પ્રથમ ડાયરાની શરૂઆત રાજકોટ થી કરી હતી ત્યારબાદ તે સૌરાષ્ટ્ર માં ફેમસ થયા હતા અને આજે ગુજરાત મા તેના ડાયરાઓ પ્રખ્યાત છે.

ફરીદા મીરે શરૂઆત ના તબક્કા મા પોતાની કારકિર્દી બનવવામાં ખુબ જ સંઘર્ષ કરેલો છે. તેમની જન્મ ભૂમિ પોરબંદર છે અને કર્મભૂમિ રાજકોટ છે. ફરીદા મીરે માત્ર 10-ધોરણ સુઘી જ અભ્યાસ કરેલો છે. ધોરણ 10 બાદ તેઓ એ તેમના પિતા ની સાથે ભજન ગાવાની શરૂઆત કરી હતી. તેના પિતા શરણાઈવાદક અને ભજન ના કાર્યક્રમો કરતા હતા. ફરીદા મીર પણ તેમની સાથે જતા.

તે જયારે 14-વર્ષ ના થયા ત્યારે તેને ધીરે-ધીરે લગ્નો ના ગીતો ગાવા ની શરૂઆત કરી અને તેમાં આગળ વધતા ગયા હતા. ફરીદા મીર ને આજે આખું ગુજરાત ઓળખતું થય ગયું છે તેને ગુજરાત માં ઘણા કાર્યક્રમો કરેલા છે અને હવે તો તે વિદેશ માં પણ કાર્યક્રમો કરતા નજરે પડે છે. તે યુકે, બૅન્ગકૉન્ગ જેવા દેશો માં પણ કાર્યક્રમો કરવા જાય છે. ફરીદા મીર અત્યાર સુધીમાં 1000 થી પણ વધુ ભજન અને આલબમ ગીતો કરી ચુક્યા છે. ફરીદા મીરે 26-વર્ષ ની ઉંમરે ગુજરાતી ફિલ્મ દુખડા હરો દશામાં માં અભિનય કર્યો હતો.

હાલમાં ફરીદા મીર અમદાવાદ ના પોશ વિસ્તાર માં રહે છે તેના ઘર માં 5-બેડરૂમ, કિચન અને વિશાળ પેન્ટહાઉસ વાળું ઘર ધરાવે છે. તે અમદાવાદ માં પોતાનું આ વિશાળ ઘર ધરાવે છે. દરેક બેડરૂમ માં અલગ અલગ થીમ પર ફર્નીચર જોવા મળે છે. અને વિશાળ પાર્કિંગ ની સુવિધા ધરાવે છે. પેન્ટહાઉસ ની ઉપર એક આરામદાયક હીંચકો મુકવામાં આવેલો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *