ખેડૂત ભૂષણ સિંહનો મોટો ચમત્કાર ! બગીચામાં ઉગાડી સુગર ફ્રી કેરી, પાકતા પહેલા 16 વાર બદલાય છે રંગ, જાણો ખાસિયત..

ભારત હોય કે વિદેશ હોય  ત્યાં રહેતા તમામ લોકો કેરી થી પરિચિત હશે . કેમ ના હોય કારણ  કે કેરી ને તો ફળો નો રાજા કહેવામાં આવે છે કેરી એક એવું ફળ છે જે નાના બાળકોથી માંડીને મોટા વૃધ્ધો ને પણ અતિ પ્રિય હોય છે.  કેરી એક એવું ફળ છે જેને ભારતે રાષ્ટ્રીય ફળ જાહેર કર્યું છે. આ ફળ એક એવું છે કે તમામ લોકો  તેને  ગરીબ હોય કે અમીર ખુબ જ ચાવ  થી ખાતા હોય છે. કેરી ની અનેક જાત જોવા મળે છે અને તેના ઉપયોગ પણ ખુબ છે કેરી કાચી હોય કે પાક્કી બંને રીતે તેનો  ઉપયોગ કરવામાં આવે છે. આવું આજ કેરીના ઉત્પાદન કરતા એક ખેડુંત ભાઈ ને કેરીના કારણે ખુબ ચર્ચામાં જોવા મળ્યા છે ચાલો તો તેમની કેરી વિષે જાણ્યે.

કેરી કોને ખાવી ના ગમે ગરમીની સીઝન માં અનેક પ્રકારની કેરીઓ બજારમાં જોવા મળતી હોય છે. જેમાં ઘણી વાર ફળ ખાટુ પણ છે તો ઘણી વાર ફળ મધુર મીઠ્ઠું પણ હોય છે. હાલમાં અનેક પ્રકારની  કેરી જોવા મળે છે તેમાં આજ અમે તમને સુગર ફ્રી  કેરી વિષે જણાવવાના છીએ.  હા આ વાત સચ્ચી છે જે લોકો ને સુગરની સમસ્યા  હોય તે લોકો પણ હવે કેરી ખાઈ સકે છે અને તેનાથી શરીરને કોઈ સમસ્યા પણ નહિ થાય. વાસ્તવમાં બિહારના મુઝફ્ફરપુર ગામના એક ખેડૂત એ આવી સુગર ફ્રી  કેરીની ઉત્પાદન કર્યું છે જેના કારણે તેઓ હાલમાં બહુ ચર્ચામાં જોવા મળ્યા છે.

બિહારના મુઝફ્ફરપુર ગામના ખેડૂત ભૂષણ સિંહ એ પોતાના બગીચામાં સુગર ફ્રી કેરીનું ઉત્પાદન કર્યું છે. આ કેરીની બહુ મોટી ખાસિયત એ છે કે, કેરી સુગર ફરી હોવાની સાથે પાકતા પહેલા ૧૬ વખત તેનો રંગ બદલે છે. આ કેરીને ને લોકો સુગરના દર્દી હોય તે પણ ખાઈ સકે છે. આ કેરીનું નામ અમેરિકન બ્યુટી છે. ભૂષણ ભાઈ એ જણાવ્યું કે અહીંથી પસાર થતા લોકો એક વાર તો આ કેરીના વખાણ કરે જ છે. તમને જણાવી દઈએ કે ભૂષણસિંહ મુસહરી ગામના રહેવાસી છે અને તેઓ પચ્ચીમ બંગાળ થી આ કેરી ને લઈને આવ્યા હતા. ૬ વર્ષ પહેલા આ કેરીનું તેમણે વૃક્ષ વાવ્યું હતું.

અને ૨ વર્ષથી આ વૃક્ષ કેરી આપવા લાગ્યું છે તેમનું કહેવું છે કે, આ કેરી શરૂઆત થી લઈને પાકે ત્યાં સુધી તે ૧૬ વાર પોતાનો રંગ બદલે છે. ખેડુત  એ જણાવ્યું કે, લગભગ ૬ મહિના માં જ આ કેરી પાકવા લાગે છે. જુલાઈ મહિનામાં આ કેરી તૈયાર થઇ જાય છે અને પાકતાની સાથે તેનો વજન અડધો કિલો જેટલો થઇ જાય છે. તેમનું કહેવું છે કે કેરી સુગર ફ્રી છે અન્ય કેરીઓની સરખામણીમાં આ કેરીની મીઠાસ ઓછી હોય છે પરંતુ આ કેરીનો ટેસ્ટ બહુ સરસ હોય છે. ખેડૂતે જણાવ્યું કે આ કેરી ચર્ચામાં આવ્યા પછી તેની માંગ વધી છે. જયારે પણ કોઈ આ કેરી ને જુવે છે ત્યારે તે તેનો છોડ માંગે છે. આ પ્લાન્ટની નર્સરી બિહારમાં નથી, પરંતુ તેને  બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *