ગોંડલમાં પિતા-પુત્રએ મળી મોટા દીકરાની હત્યા કરી નાખી! પછી એવુ નાટક કર્યું કે તમે પણ… કારણ છે ખુબ ચોકાવનારું

આ દુનિયામાં ક્યા વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ હત્યાની ઘટનામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાની હચમચાવી દેતી ઘટના સામે આવી રહી છે જેમાં બાપ-દીકરાએ મળી મોટા દીકરાનું ઢીમ ઢાળી નાખ્યું સાવ નજીવું કારણ અને કરી નાખી કરપીણ હત્યા. આમ જે બાદ મૃતકના દીકરાને વાતની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી. આવો તમને આ હત્યાની પૂરી ઘટના અને અને કારણ વિગતે જણાવીએ.

વાત કરવામાં આવે તો હત્યાનીઅ ધ્રુજાવી દેતી ઘટના ગોંડલ તાલુકાના ધુડસીયા ગામમાંથી સામે આવી રહી છે જ્યાં રહેતા અને હાલ મેટોડા ખાતે બાલાજી ઇલેક્ટ્રોનિક કારખાનામાં કામ કરતા મેહુલભાઈ મહેશભાઈ મકવાણા ઉંમર વર્ષ 21એ તાલુકા પોલીસમાં પોતાના દાદા મોહનભાઈ અને કાકા રાજુભાઈ વિરુદ્ધ પોતાના પિતા મહેશભાઈની ધોકા મારી હત્યા નીપજાવી હોવાની ફરિયાદ નોંધાવી. આમ આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે આઈપીસી કલમ 302, 201, 114 તથા જીપીએફ કલમ 135 મુજબ ગુનોઅંધી તપાસ હાથ ધરી હતી.

થયું એવુ હતું કે આ ઘટનાને પગલે મેહુલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘મારા કાકા રાજુભાઈનું મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તારા બાપુને હાર્ટ એટેક આવી જતા મરણ પામ્યા છે. તું જલ્દીથી ઘરે આવી જા એટલે હું ઘરે પહોંચ્યો હતો અને વાડીએ જઈને જોતા મારા પિતા ખાટલામાં ગોદડા ઉપર પડ્યા હતા. બાદમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં તેમના મૃતદેહને અમે ઘરે લાવ્યા હતા અને મારા પિતાની લાશ ઉતારી રૂમમાં રાખી હતી. ત્યારે તેને માથાના પાછળના ભાગે વાગેલું હોય અને લોહી નીકળતું હતું. ત્યારે મને તેના મોત અંગે શંકા થઈ હતી અને મેં દાદા અને કાકાને પૂછતા તેઓએ કહ્યું કે, તેને એટેક આવ્યોને પડી જતા માથામાં લાગ્યું હતું.’

‘આમ જે બાદ સગા સંબંધીઓએ એકઠા થઈ મારા પિતાની અંતિમવિધિ સ્મશાન ખાતે કરી હતી અને સ્મશાનેથી પરત આવ્યા બાદ મારા દાદાને ફરીથી પૂછતા તેઓએ પૂરી ઘટના એવી જણાવતા કહ્યું હતું કે, ગઇ કાલ સાંજના આશરે સાતેક વાગ્યે હું અને તારો કાકો રાજુ બંને વાડીયે પાણી વાળતા હતા. ત્યારે તારો બાપુ દારૂ પી, ધોકો લઇ અમારી બાજુ આવેલો અને અમને જેમફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી તારા કાકા રાજુએ તારા બાપુને અપશબ્દો બોલવાની ના પાડતા તારા બાપુએ રાજુભાઈને માથાના ભાગે લાકડીનો ઘા મારી દેતા પડી ગયા અને બીજા ઘા મારવા જતાં હું દોડીને ત્યાં જઇ તારા બાપુને પાછળથી ધક્કો મારતા નીચે પડી ગયો હતો અને ફરીવાર અપશબ્દો બોલતા બોલતા ઉભો થતો હતો.’

‘આમ જેથી અમને થયેલ કે તારો બાપુ અમારી સાથે માથાકુટ કરશે તેમ લાગતા મે તારા બાપુના હાથમાં રહેલો ધોકો આંચકી લઇ તારા બાપુને ધોકાના બે-ત્રણ ઘા માથામાં અને હાથમાં મારી દેતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને રાજુભાઇએ પણ બાજુમાંથી બડીકો લઇ બે ત્રણ ઘા મારેલા અને અમે ત્યાંથી અમે આવતા રહેલા. ત્યારબાદ રાત્રીના નવેક વાગ્યે તારા બાપુજી જયાં પડેલા હતા. ત્યાં જતા તારો બાપુ મરી ગયેલો હતો. જેથી અમે ત્યાંથી આવતા રહેલા અને ઘરે આવી તારા બાપુને હાર્ટએટેક આવતા મરણ પામ્યો છે. તેવી વાત કરેલી, પરંતુ ખરેખર તારો બાપુ અમારી સાથે અવાર નવાર દારૂ પી ઘરે આવી અપશબ્દો બોલી હેરાન પરેશાન કરતો હતો. મારામારી પણ અમારી સાથે કરતો હતો. જેથી અમે આવેશમાં આવી જતા તારા બાપુને માથાના ભાગે લાકડી ના ઘા મારતા ઇજા થતા મરણ પામ્યો છે, તેવું કબુલ્યું હતું. બનાવ અંગે તાલુકા પીએસઆઈ એમ.એચ. ઝાલાએ તપાસ હાથ ધરી હતી.’

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *