પોતાની દીકરી માટે પિતા રડી પડ્યો ! દીકરી 10 વર્ષની હતી ત્યારે થઇ ડાયાબીટીસ, પિતાએ રડતા રડતા કહ્યું કે ‘મારી ઢીંગલીનો શું વાંક આમાં…પૂરી વાત જાણી ભાવુક થશો

મિત્રો આ દુનિયામ ક્યારે આને કેવી રીતે કોઈ વ્યક્તિ અચાનકજ બીમાર કી કોઈ ગંભીરે બીમારીને કારને ખ્ય્બ્જ કપરી પરિસ્થિતિમાં આવી જતો હોઈ છે. તે કોઈને ખબર હોતી નથી. તેમજ વાત કરીએ તો આપણા ભારતમાં પણ લોકો વધુ પડતા ડાયાબીટીઝ, કેન્સર, વગેરે જેવી ગંભીર બીમારીને કારણે ખુબજ બીમાર પડી જતા હોઈ છે. હાલમાં પણ એક તેવોજ કિસ્સો લઈને આમે તમારી પાસે આવ્યા છીએ. જેમાં એક ૧૦ વર્ષની દીકરીને ૩૭૦ ડાયાબીટીઝ છે. અને તે પુત્રી માટે આખું જીવન હોમી દેનાર પિતાની કહાની.


તેમના પિતા કાહે છે કે. “મારી નાનકડી પ્રિયાંશી 10-12 વર્ષની હતી ત્યારે અવારનવાર બીમાર પડતી હતી. એ સમયે તો અમે દવા લાવીએ અને બીજા દિવસે તે એકદમ સાજી થઈ જતી હતી, પરંતુ એકવાર તે એવી બીમાર પડી કે ડૉક્ટર પાસેથી દવા લાવ્યા, સાંજે સાજી થઈ અને સવારે ફરી પાછી બીમાર પડી ગઈ. તેને ચાલવાના હોશ પણ રહ્યા નહીં. ડૉક્ટર્સે મલેરિયા, ટાઇફોઇડના રિપોર્ટ્સ કરાવ્યા અને એ તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા, પરંતુ લેબમાંથી બપોરે ફોન આવ્યો અને હું કંઈ જ બોલી શકવાની સ્થિતિમાં રહ્યો નહીં ને મારું મન સ્તબ્ધ થઈ ગયું હતું….મને સ્વપ્નમાં પણ એવો વિચાર નહોતો આવ્યો કે દીકરીને આવું કંઈક હશે.”

તમને જણાવીએ તો તેમની દીકરીને 10-12 વર્ષની ઉંમરમાં ટાઇપ 1 ડાયાબિટીસ હોવાની જાણ થઈ હતી. તેમના માટે આ વાત પચાવવી ઘણી મુશ્કેલ રહી હતી. આજે (14 નવેમ્બર) વર્લ્ડ ડાયાબિટીસ ડે છે, ત્યારે આપણે અમદાવાદમાં છેલ્લાં દસેક વર્ષથી ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતી દીકરીની બીમારીના પડકાર સામે બાથ ભીડીને મક્કમતાથી આ પરિવાર જીવી રહ્યો છે. આમ વધુમાં જિતેન્દ્ર વાઘેલાએ વાત કરતાં કહ્યું, ‘દીકરીની બીમારી કેમેય કરીને પકડાતી નહોતી. અમે જે લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવતા હતા ત્યાં મારા ફોઈના દીકરા જ કામ કરતા હતા. તેમણે કોઈને પૂછ્યા વગર જ સીધો દીકરીનો ડાયાબિટીસનો ટેસ્ટ કર્યો હતો. એ સમયે પ્રિયાંશીનું વજન થોડુંક વધી ગયું હતું, એટલે કદાચ ભાઈના મનમાં આશંકા ગઈ હશે અને તેમણે આ ટેસ્ટ કર્યો હશે. બરોબર એક વાગે તેમનો મારી પર ફોન આવ્યો કે દીકરીને તો ડાયાબિટીસ છે.’

આંખોમાં ઝળઝળિયાં સાથે જિતેન્દ્રભાઈએ કહ્યું હતું, ‘ડાયાબિટીસ સાંભળીને પહેલા તો હું કંઈ જ ના બોલી શક્યો. હું એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો. દીકરીને નાનોઅમથો ઘસરકો પડે તોપણ આપણે સહન ના કરી શકીએ અને આ તો ડાયાબિટીસ જેવો રાજરોગ હતો. મારી આવી હાલતનો અંદાજો ભાઈને આવી ગયો હશે, એટલે તેમણે ફોનમાં એવું કહ્યું કે રિપોર્ટ ખોટો છે, તો તમે બીજીવાર બ્લડ ટેસ્ટ કરાવો. બીજા દિવસે માત્ર ડાયાબિટીસનો રિપોર્ટ કરાવ્યો. અમે સવારનો (ફાસ્ટિંગ) અને PPBS (પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડશુગર) એમ બે જાતના ટેસ્ટ કરાવ્યા હતા. ફાસ્ટિંગ રિપોર્ટમાં 370 જેટલો ડાયાબિટીસ આવ્યો હતો. હવે તો દીકરીને ડાયાબિટીસ છે એ વાત સ્વીકાર્યા વગર કોઈ છૂટકો જ નહોતો.’


જિતેન્દ્રભાઈએ વાત આગળ કરતાં કહ્યું, ‘અમને એટલી તો ખબર જ હતી કે 350થી વધુનો ડાયાબિટીસ હોય તો કંઈપણ થઈ શકે છે. અમે તાત્કાલિક ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે દીકરીને તપાસીને દવા લખી આપી હતી. અમે એ સમયે કલોલ રહેતા અને મારી ઓફિસ અમદાવાદમાં છે. મેં દીકરીને ડાયાબિટીસ થયો એ વાત કોઈનાથી છુપાવી નહોતી. મેં પહેલા દિવસથી જ આસપાસ તથા મિત્રો-સંબંધીઓને વાત કરી હતી. ઓફિસમાં પણ મેં આ વાત કહી હતી. ત્યાર બાદ અમે ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળ્યા હતા. તેમણે તાત્કાલિક ગોળી બંધ કરાવી અને કહ્યું કે પહેલા ડાયાબિટીસ કયા પ્રકારનો છે એ જાણવું જરૂરી છે. ઘણીવાર રિપોર્ટમાં શુગર આવી જતી હોય છે, આથી તેમણે એક રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. આ રિપોર્ટમાં 75 ગ્રામ ગ્લુકોઝ પાણીમાં ઓગાળીને પી જવાનું હતું અને પછી ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવાનો હતો. આ ટેસ્ટમાં ડાયાબિટીસ હોવાનું કન્ફર્મ થઈ ગયું હતું. જોકે, કુદરતે અમારી પરીક્ષા લેવાનું જ નક્કી કર્યું હતું. દીકરીને ડાયાબિટીસ છે એ વાતની હજી કળ વળે એ પહેલાં જ અમને બીજો ધ્રાસકો એ પડ્યો કે દીકરીને ટાઇપ વન ડાયાબિટીસ છે.’

જિતેન્દ્રભાઈ એ સમયને યાદ કરીને દુઃખી થઈ ગયા હતા અને તેમણે ગળગળા સાદે કહ્યું હતું, ‘આ બધામાં અમે એ વાત તો સમજી ચૂક્યા હતા કે ટાઇપ 1 ડાયાબિટીસમાં તો ઇન્સ્યુલિન આપ્યા વગર છૂટકો જ નથી. અત્યારે ઇન્સ્યુલિનથી સહજતાથી ટેવાઈ ગયા છીએ, પરંતુ જ્યારે પહેલીવાર જાણ થઈ કે દીકરીને રોજ ત્રણ ત્રણ ટાઇમ ઇન્સ્યુલિન આપવાનાં છે, ત્યારે શરીરમાંથી ધ્રુજારી નીકળી ગઈ હતી. આ વાતની કલ્પના માત્રથી ડર લાગી જતો કે નાનકડી મારી ઢીંગલીને હું કેવી રીતે ત્રણ-ત્રણ ટાઇમ ઇન્સ્યુલિન આપી શકીશ. પુરુષ હોવાને કારણે હું મારા પરિવારની સામે તો ક્યારેય રડી શકું જ નહીં, પરંતુ દીકરીને ડાયાબિટીસ થયો હોવાની જાણ થતાં જ મારું મન રડવા લાગ્યું હતું. હું ઓફિસથી ઘરે ને ઘરેથી ઓફિસ જતો ત્યારે હેલ્મેટમાં મોં છુપાવીને રડી લેતો અને આવું ઘણા મહિનાઓ સુધી ચાલ્યું હતું. ડૉક્ટર પણ અમને હિંમત આપતા. અમારા મનમાં એવું હતું કે ઇન્સ્યુલિન આપવાથી દીકરીની લાઇફ નોર્મલ થઈ જશે. અમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ નથી. ડૉક્ટર પણ અમને ધીમે ધીમે ડાયાબિટીસ અંગે સજાગ કરતા.’

દિવ્ય ભાસ્કરે પ્રિયાંશી વાઘેલા સાથે વાત કરી તો તો એવું જરા પણ ન લાગ્યું કે તે ડાયાબિટીસના કારણે નિરાશ થઈ છે. હસતા મુખે જવાબ આપતાં બોલી, ‘હું જ્યારે 10-12 વર્ષની હતી ત્યારે અવાર-નવાર બીમાર પડતી હતી.’ વાતને આગળ વધારતાં જિતેન્દ્રભાઈએ કહ્યું, ‘શરૂઆતમાં દીકરી બીમાર પડે તો દવા લાવીએ અને તે સાજી થઈ જતી. એકવાર તો એવું બન્યું કે તે સ્કૂલ બસમાંથી ઊતરી પણ તેને ચાલવાના હોશ રહ્યા નહોતા. તેના નાનકડા ખભા પર સ્કૂલબેગનું પણ વજન ઊંચકાતું નહોતું. તે આખી તાવથી ધગધગતી હતી. અમે તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા. અહીં ડૉક્ટર્સે તેને દવા ને ઇન્જેક્શન આપ્યા, પરંતુ સવારે ફરી પાછી બીમાર પડી ગઈ હતી. ડૉક્ટર્સે પછી મલેરિયા, ટાઇફૉઇડ સહિતના જાત-ભાતના ટેસ્ટ કર્યા હતા, પરંતુ ત્યારે સ્વપ્નમાં પણ એવો વિચાર નહોતો આવ્યો કે દીકરીને આવું કંઈક થયું હશે. રિપોર્ટ્સમાં પણ કંઈ જ આવે નહીં અને બીમારી કેમેય કરીને પકડાતી નહોતી. અંતે ડાયાબિટીસ હોવાની જાણ થઈ હતી.’

પ્રિયાંશીએ બ્લડ ટેસ્ટ આપ્યો એ વાત યાદ કરીને કહ્યું હતું, ‘જ્યારે બ્લડ રિપોર્ટ કઢાવવાનો હતો ત્યારે મેં આંખ બંધ કરી નહોતી. લેબવાળા ભાઈ મારા હાથમાંથી લોહી લેતા હતા, એ સમયે પણ હું તેમને જોતી હતી. મારું આ પ્રકારનું વર્તન જોઈને લેબવાળા ભાઈએ મારી પીઠ થાબડીને કહ્યું હતું, ‘તું બહુ જ બ્રેવ ગર્લ છે.’ પ્રિયાંશીએ વાતચીતમાં કહ્યું હતું કે ‘મને તો પપ્પાએ ફોન કરીને બપોરના સમયે ડાયાબિટીસ હોવાની જાણ કરી હતી. મારા પપ્પા એકદમ રડવા જેવા થઈ ગયા હતા. તો મેં તેમને સાંત્વના આપીને ઘણી જ સહજતાથી કહ્યું હતું, ‘થઈ જશે બધું ઠીક’. એકાદ વર્ષ પછી સમજણ આવી ગઈ હતી કે આ બીમારી હવે આખું જીવન સાથે જ રહેવાની છે અને તેની સાથે જ જીવવાનું છે.’

આમ વધુમાં જણાવ્યું કે બહાર કે કોઈ પ્રસંગમાં જવાનું હોય દીકરી માટે કેવી સાવચેતી રાખવી પડે તે અંગે સમજાવતા જિતેન્દ્રભાઈએ કહ્યું હતું, ‘અમે આઇસપેડ અચૂક સાથે રાખતા. આઇસપેડની વચ્ચે ઇન્સ્યુલિન મૂકતા અને જ્યાં જવાનું હોય ત્યાં તાત્કાલિક પહોંચી જતા. રસ્તામાં ક્યાંય ઊભા રહેતા નહોતા, કારણ કે ગરમીને કારણે ઇન્સ્યુલિન તરત જ ખરાબ થઈ જાય. ક્યારેક એવું પણ બનતું કે ઇન્સ્યુલિન ગરમીને કારણે ખરાબ થઈ ગયા તો ત્યાંથી તાત્કાલિક પહેલા દીકરી માટે નવા ઇન્સ્યુલિન લેતા.’ આમ ‘દસમા ધોરણમાં દીકરીનું વજન બહુ નહોતું, એટલે ત્રણ ટાઇમ ઇન્સ્યુલિન લેવા પડતા. પછી 11-12માં એ મોટી થઈ તેમ વજન વધે અને વજન પ્રમાણે ઇન્સ્યુલિનની માત્રા નક્કી થતી હોય છે.આમ તે પછી તેને દિવસમાં પાંચવાર ઇન્સ્યુલિન આપવા પડતા. ધોરણ 10 પછી દીકરીએ સાયન્સમાં એડમિશન લીધું હતું. 12 સાયન્સમાં સૌથી મોટી તકલીફ એ પડી કે તેને ભણવાનો સ્ટ્રેસ થાય એટલે ડાયાબિટીસ સીધો 500 થઈ જતો. ભણવાનો સ્ટ્રેસ જેવો વધે એટલે ડાયાબિટીસ તરત જ વધી જતો. દીકરીની આ હાલત જોઈને ત્યારે જ નક્કી કર્યું કે હવે દીકરીને આગળ ભણાવવી નથી. બાર સાયન્સ પછી અમે પાર્લરનો કોર્સ કરાવ્યો, હેર કટિંગથી લઈ મેકઅપ સહિતનું બધું દીકરીએ શીખી લીધું છે. તેણે જ્યાંથી કોર્સ કર્યો હતો ત્યાં જ તેને શરૂઆતમાં નોકરી મળી ગઈ હતી. હવે તો દીકરી જાતે જ ઘરે પાર્લર ચલાવે છે અને એકદમ નોર્મલ લાઇફ જીવે છે.’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *