દીકરીનો જન્મદિવસ ઉજવે તે પહેલા જ થઇ પિતા ની મોત ! વડોદરામાં રહેતા પિતા દિકરી ના જન્મદિવસે….

એક પિતા માટે તેના સંતાનો એટલા જ મહત્વના હોય જેટલા તે માતાના આખો ના તારા ગણવામાં આવે છે પિતા પણ કોઈ દિવસ જણાવતા નથી કે તે પોતાના બાળકોને કેટલો પ્રેમ કરે છે તેઓ તો માત્ર તેમના સંતાનો ને કીધા વગર જ તેમની તમામ ઇચ્છા પુરી કરતા જોવા મળે છે.  આજે આવા જ એક બાપ દીકરીના સબંધ ની વાત કરવા જી રહ્યા છીએ જ્યાં પિતા દીકરીના જન્મદિવસે તેણે મળવા અમદાવાદ આવાના હતા પરંતુ ભાગ્ય  પાસે કોઈનું ચાલતું નથી. પિતા દીકરીને મળવા આવે તે પહેલા જ તેમનું મોત થયું હતું.

વડોદરાના વડસર વિસ્તારના ભાડાના ફ્લેટમાં રહેતા ને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનનું ફ્લેટ ના સાતમાં માળથી પગ લપસી જતા બુધવારે સવારે મોત થયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક પોતાની દીકરીના જન્મદિવસ નિમિતે વહેલા વડોદરાથી અમદાવાદ જવા નીકળવાનો હતો જેથી ફ્લેટ ની ટાંકીમાં પાણી ભરવા માટે ઉપર ચડ્યો હતો  અને ત્યાં પગ લપસી જતા નીચે પટકાયો હતો જેનાથી ઘટના સથળે જ તે મૃત્યુ પામ્યો હતો.

 મળેલી માહિતી અનુસાર , વડોદરા શહેર ના વડસરના ડ્રીમ આત્મનવન ફ્લેટમાં રહેતા ટોનીસ ક્રિશ્ચન  જેમની ઉમર ૩૫ વર્ષ છે ટોનીસ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. અને આ ફ્લેટમાં અન્ય યુવકો સાથે રૂમ ભાડે રાખીને સાથે રહેતા હતા.  છેલ્લા ૨ દિવસ થી ફ્લેટમાં પાણી ના આવાના કારણે તેઓ અગાશી પર પાણી લેવા ગયા હતા. તેમની દીકરીનો બુધવારે જન્મદિવસ હોવાથી તે ઓફીસના ના કામ વહેલા પતાવી અમદાવાદ જવા નીક્લવાના હતા, આથી તેઓ ઉપર ટાંકી માં પાણી લેવા ગયા અને ત્યાં જ શરીરનું સંતુલન બગડતા તેઓ નીચે પટકાયા હતા.

ફ્લેટમાં રહેતા તેમની સાથે ના રૂમમેટ જયારે ટોનીસ ઘરમાં જોવા  ના મળ્યો ત્યારે બહાર તપાસ કરવા નીકળ્યા તો તે સોસાયટી માં કમ્પાઉન્ડમાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આથી તેને  તત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલ માં લઈ જવામાં આવયો  હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર  કર્યો હતો. માંજલપુર પોલીસ એ તેમના રૂમમેટ નું નિવેદન લેતા જાણવા મળ્યું હતું કે ટોનીસ એ માત્ર તેમને બાથરૂમમાં પાણી નથી આવતું એ અંગે જ જાણ કરી હતી.

આ ઘટનાની જાણ  થતા ટોનીસ ના સાળા ધ્રુવ ગોસ્વામી વડોદરા આવ્યા હતા. અને તેમણે જણાવ્યું કે, મારા જીજાજી ટાંકી પરથી પડ્યા અને તેમનું મૃત્યુ થયું છે એમ જણાવવામાં આવ્યું છે પરંતુ ટાંકી અને અગાશીની પાળી  વચ્ચે ઘણું અંતર છે તેથી તેઓ પડે કેવી રીતે અને જો પડે તો પણ તેઓ અગાશી માં જ પડે . આથી તેમને  સંકા છે કે કોઈએ તેમની હત્યા કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરશે અને તેમને  ન્યાય અપાવવામાં મદદ કરસે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *