ગુજરતના ગીર-ગઢડાનાં વડવિયાળા ગામમાં રાતના સમયે સિંહ આવતા ગામના લોકોમાં ખોફ ફેલાયો હતો…જુઓ વિડીઓ

તમે ઘણી વખત એવા વિડીઓ જોતા હશો કે વાતો સાંભળતા હશો કે કોઈ ગામમાં સિંહ, દીપડો, વાઘ જેવા ખૂંખાર માંસાહારી વન્યપ્રાણીઓ દોડી આવતા હોઈ છે જેનાલીધે સમગ્ર ગામમાં ખોફ નો માહોલ છવાઈ જતો હોઈ છે તેમજ ગામના લોકોનો જીવ તાળવે ચોટી જતો હોઈ છે. હાલ એક તેવોજ કિસ્સાનો વિડીઓ સામે આવી રહ્યો છે. જેમાં એક સિંહ ગામમાં આવી ચડ્યો અને ગામના લોકો નો જીવ તાળવે ચોટી ગયો હતો. આવો તમને આ ઘટના વિષે રૂબરૂ કરાવ્યે.

આવા બનાવ ગીર જંગલ બોર્ડરની આસપાસનાં ગામોમાં ઘણી વખત સિંહ. દીપડા સહિતના વન્યપ્રાણીઓ આવી ચડ્યા જોવા મળે છે. આમ આવીજ રીતે ગઈ રાત્રીના સમયે જીલ્લાના ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં સિંહ આવી ગયો હતો જેની ઘટના સામે આવી રહી છે. ગામમાં લોકો સિંહ ને જોતાજ હાહોકાર મચાવ્યો હતો તેથી ત્યાંથી સિંહ ભાગી છુટ્યો હતો. સિંહ લગભગ ગામમાં અડધો કલાક રહ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ ગામમાં દોડી આવ્યો હતો. જોકે અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. આ સમગ્ર ઘટના ગ્રામજનોએ મોબાઈલમાં પણ કેદ કરી લીધી હતી. અને આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઈરલ થયો હતો. આમ ઘટના બાદ ગામના લોકોમાં અરેરાટી થવા પામી હતી.

દસેક વાગ્યા આસપાસ વડવિયાળા ગામમાં એક સિંહ આંટાફેરા મારી રહ્યો હતો. એ સમયે અમુક ગ્રામજનોના ધ્યાનમાં આવતાં ગામમાં સિંહ આવ્યો હોવાની વાત સમગ્ર ગામ અને બાદમાં પંથકમાં પ્રસરી ગઈ હતી. આ વાતને લઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. એ સમયે એક તરફથી બંધ શેરીમાં સિંહ પ્રવેશ્યા બાદ બહાર નીકળવા તરફ રસ્તામાં અમુક ગ્રામજનો એકત્ર થઈ ગયાં હતાં.  આમ જ્યાં સુધી ગામમાં સિંહ રહ્યો ત્યાં સુધી ગામના લોકો નો જીવ તાળવે ચોટી ગયો હતો. અને જ્ક્યારે સિંહ ગયો ત્યારે રાહત નાં શ્વાસ લીધા હતા. આમ ગ્રામજનો સિંહને ભગાડવા દેકારો બોલાવ્યો હતો. આમ પજવણી કરાતી હોવાથી સિંહ ગામમાંથી નાસી ગયો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *